70વર્ષની ઉંમરે અમારા પ્રિય ઘનશ્યામ નાયક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટુકાકા તરીકે ઓળખાતા હતા તેમનું 3જી ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે મૃત્યુ પામ્યા હતા અને 4ઓક્ટોબરે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને આ સમાચાર સાંભળીને સોશિયલ મીડિયા પર દરેક જણે શ્રધ્ધાંજલિ પાઠવી હતી અને તેઓએ સોશિયલ મીડિયા પર જ શોક અને શ્રદ્ધાંજલિ આપી કારણ કે સીરિયલમાં દરેકને હસાવવાની તેમની વિશાળ ભૂમિકા માટે નટુકાકા દરેકને પ્રિય હતા.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલમાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવણાર ગુરુચરણ સિંહે પણ તેમના અને નટુકાકાની તસ્વીર તેમના સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને તેઓ દિલ્હીથી મુંબઈ આવીને ઘનશ્યામ નાયકના ઘરે આવ્યા હતા અને તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી.
સોશિયલ મીડિયા પર નટુકાકા સાથેની તેમની સેલ્ફી શેર કરી આ પોસ્ટ સાથે ગુરુચરણ સિંહે કહ્યું કે તેમના ચહેરા પરનું સ્મિત મારી આંખોમાં આંસુ અને ઘણી હિંમત સાથે મેં આ તસ્વીર ક્લિક કરી છે તેઓએ એમ પણ કહ્યું હતું કે હું છેલ્લી વખત નટુકાકાની હાજરી અનુભવવા માટે મુંબઈ આવ્યો હતો અને તેઓ હંમેશા અમારા હૃદયમાં જીવંત રહેશે.
ઉલ્લેખનીય છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અમને એક દુકાન બતાવવામાં આવી છે જે મુંબઈના ખાર વિસ્તારમાં ગડા ઇલેક્ટ્રોનિક્સ નામથી સ્થિત છે જ્યાં નટુકાકા જેઠાલાલ અને બાઘા કામ કરતા જોવા મળે છે અને સિરિયલમાં જ્યાં નટુ કાકા તે દુકાનની અંદરના ખૂણામાં ખુરશી પર બેસતા હતા ત્યાંજ તેમનો ફોટો દુકાનના વાસ્તવિક માલિક શેખર ગડીયાલે રાખ્યો હતો અને તેઓએ ઘનશ્યામ નાયકને શ્રદ્ધાંજલિ આપી અને તેઓએ કહ્યું કે અમે તમને પ્રેમ કરીએ છીએ અને નટુકાકા અમે તમને યાદ કરીશું.
બસ આને કેવાય સાચો પ્રેમ ભલે નટુકાકા વાસ્તવિક દુનિયામાં ગળા ઈલેક્ટ્રોનિક સાથે જોડાયેલા નોહતા છતાં ટેલિવિજનની દુનિયા આમાં આ દુકાન નટુકાકાના નામથી જ ચાલતી હતી અને નટુકાકાના નામથી આ દુકાનમાં વાસ્તવિક રીતે કસ્ટમર પણ તેમના નામથી ગણા આવતા હશે બસ ત્યારે દુકાનના માલિકે તેમનો ફોટો લગાવી દુનિયાને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે.