બોલીવુડ ફિલ્મ અભિનેત્રી રીયા ચક્રવતી સુશાંત સિંહ રાજપુત ના નિધન બાદ ખૂબ જ ચર્ચાઓમાં આવી હતી તેના પર આરોપો પણ લાગ્યા હતા અને તેના માટે તે જેલ પણ જઈને આવી હતી આ વચ્ચે તાજેતરમાં તે એક બિસ્કીટ પ્રોડક્ટ ની જાહેરાત માટે રસ્તા પર રખડતા કુતરાઓને એ કંપની ના બિસ્કીટ ખવડાવવા પહોંચી હતી.
જે દરમિયાન તેને જણાવ્યું હતું કે માણસો ના બધા દર્દમાંથી પસાર થયા હોય છે જે દર્દ તેમના પર વીત્યુ હોય છે તેને ખબર હોય છે એ દુઃખનો અહેસાસ મને આજે પણ છે કો!રોના સમય દરમિયાન ઘણા બધા લોકોએ લોકોની મદદ પણ કરી હતી અને ઘણા બધા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા પણ હતા એ સમય ખૂબ જ કપરો હતો.
એ વચ્ચે હું ઘણા બધા દુઃખ માંથી પસાર થઈ રહી હતી હાલ જે પણ લોકો લોકોને મદદ કરી રહ્યા છે તેમને હું ધન્યવાદ આપવા માગું છું હું રોજ મારા દુઃખ ને દુર કરવા આવા કાર્યોમાં સહભાગી બની ને આવું છું એમ જણાવતાં તેને કુતરાઓને બિસ્કીટ ખવડાવતા અગ્રેજીમા વાત કરી હતી આ દરમિયાન તેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.
જેના પર ઘણા ફેન્સ મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા તો ઘણા સોસીયલ મિડિયા યુઝરો આ વિડીઓ પર ટ્રોલ કરતા જણાવી રહ્યા હતા કે એ ગલીના દેશી કુતરાઓ છે એમની સાથે ફોરેનની ભાષા માં નહીં દેશી માં વાત કરો તો કાંઈક એને પણ ખબર પડે આવી બધી કમેન્ટ થી ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા.