Cli

પાકિસ્તાનની જેલમાંથી માછીમારનો વીડિયો ઉના પહોંચ્યો, પગે સાંકળ બાંધેલી જોઈ પરિવાર ચિંતામાં

Uncategorized

પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારનો એક વિડીયો ઉનામાં રહેતા તેના પરિવાર પાસે પહોંચે છે અને પરિવાર ચિંતામાં મુકાઈ જાય છે. છેલ્લા પાંચ વર્ષથી માછીમાર છે તે પાકિસ્તાનની જેલમાં બંધ છે અને તેની તબિયત લથડે છે અને એક વિડીયો આવે છે અને તેમાં પણ આ માછીમારના પગો ઉપર સાંકળો બાંધેલી જોવા મળે છે શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વીડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે નમસ્કાર વાત છે ઉના તાલુકાના ચીખલી ગામના એક માછીમારની જે છેલ્લા પાંચ વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ છે અને હવેઆ માછીમાર બીમાર પડ્યો છે

અને સારવાર માટે હોસ્પિટલમાં છે જ્યાંથી ગામના એક આગેવાનને તેનો એક વિડીયો આવે છે અને આ વિડીયોથી પરિવાર છે તે ચિંતામાં મુકાય છે. ઉના તાલુકો દરિયા કિનારો ધરાવતો છેવાડાનો વિસ્તાર છે જ્યાં મોટાભાગના પરિવાર છે તે માછીમારી પર નભે છે. આ માછીમારો ઓખા નવા બંદર જેવા સ્થળોએ દરિયામાં માછીમારી કરવા માટે નીકળે છે પણ ઘણીવાર માછીમારી કરતી વખતે બોર્ડર ક્રોસ થાય છે અને પાકિસ્તાન દ્વારા તેમને ઝડપી પાડવામાં આવે છે. પકડાયેલા માછીમારો વર્ષો સુધી જેલમાં સભળે છે અને માત્ર પત્રો જ પરિવાર સુધી પહોંચેછે અને અમુક નસીબદાર માછીમારો છે

તે વહેલા છૂટી પણ જાય છે. ચીખલી ગામના ભગાભાઈ પર્બતભાઈ બાંભણીયાની કહાની પણ કંઈક આવી જ છે.પાંચ વર્ષ પહેલા ઓખા બંદરથી માછીમારી કરવા માટે નીકળેલા ભગાભાઈને પાકિસ્તાન મરીને ઝડપી લીધા હતા અને તેમના પરિવારમાં પત્ની માતા અને બે દીકરીઓ છે જેમનું ગુજરાન ચલાવવા માટે ઘરમાં કમાવનાર કોઈ નથી. આ ગરીબ પરિવારો માછીમારી કર્યા વગર અત્યારે કાળી મજૂરી કરીને દિવસો ગુજારી રહ્યા છે પરંતુ હવે એક હૃદય કંપાવી દેનારો વિડીયો પણ સામે આવ્યો છે બે દિવસ પહેલા ચીખલી ગામના કોંગ્રેસ પ્રમુખ ધીરુભાઈ સોલંકીના મોબાઈલ નંબર પર એક WhatsApp કોલઆવે છે

જ્યારે ફોન ન ઉપાડ્યો ત્યારે એક ઓડિયો મેસેજ આવે છે જેમાં કહેવામાં આવે છે કે તુમારા બંદા હોસ્પિટલમેં આયા હૈ આપસે બાત કરના ચાહતા હૈ આપને ફોન નહીં ઉઠાયા ઇસીલિએે વિડીયો ભેજા હૈ બાદમાં આવેલા વીડિયોમાં ધીરુભાઈ જોયું કે તેમના જ ગામના ભગાભાઈ બાંભણીયા પાકિસ્તાનની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને આ વીડિયોમાં જે દેખાઈ રહ્યું છે તેને લઈને પરિવાર ચિંતામાં મુકાયો છે જેને લઈને આગેવાન અને પરિવારજન શું કહી રહ્યા છે તેમને સાંભળીએ મારું નામ ધીરુભાઈ મેહુલભાઈ સોલંકી ગામ ચીખલી તાલુકો ઉના જિલ્લો ગિરસોમનાથ પોદોઉના તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ તમારા ગામના માછીમાર પાકિસ્તાન જેલમાં બંધ છે

અને તમને વિડીયો આવ્યો છે શું કહેશો ગઈ કાલે તારીખ 27/10/2025 ના રોજબ 12ને 18 મિનિટે મને એક ફોન આવેલ 92ની સીરીઝ વાળો એમાં ફોન આવતા મેં એ ફોન ઉપાડેલ નહી ત્યારબાદ તેનો ટેક્સટ મેસેજ વોઈસ મેસેજ આવેલો એ વોઈસ મેસેજ સાંભળીને મેં ફોન કરેલો એટલે એ ભાઈએ એવું કીધું કે ભાઈ તમારા ગામના એક ભાઈ અહીયા હોસ્પિટલમાં છે ને તમારી સાથે વાત કરવા માંગે છે પણ ત્યાં નેટ ન આવતું હોય એટલે તમારી સાથે વાત નહી થઈ શકે પણ તમને એક વિડીયો બનાવીને મોકલું છું જે તમે એના ઘર પરિવારને બતાવજોએ ભાઈની સ્થિતિ કેવી હતી હોસ્પિટલમાં ને શું હતું એ ભાઈને મલ કે સારવારને એવું છાલું હતું અને એને પોતાના પગોમાં બેળી બાંધી અને ખાટલા ઉપર સુવડાવેલા હતા પગમાં કાઈ બાંધેલું હતું હા બેળીઓ બાંધેલી હતી આ બાબતે તમે કોઈને જાણ કરી છે મેં મીડિયા અને દીવ આઈબીમાંથી ફોન આવેલો એટલે એ લોકોને વિગત મોકલેલી છે અમારા ગામના કુલ કેટલા માસીમારો છે અમારા ગામના કુલ ચાર માસીમારો છે જે છેલ્લા પાંચ વર્ષથી પાકિસ્તાનની જેલ માં છે આ બાબતે તમારી શું માંગણી છે આ બાબતે અમારી એવી માંગણી છે કે ભાઈ આ લોકો ઘણા લાંબા સમયથી પાકિસ્તાનની જેલમાંહોય તેમને ખોરાકને નબળું મળતો હોવાના કારણે તેઓ અતિ બીમાર હાલતમાં હોય જેમને તાત્કાલિક અસરથી સરકાર મદદ કરી છોડાવે એવી અમારી માંગણી છે મારું નામ લાભુ ગામ શેખલી પાકિસ્તાન જેલમાં તમારા પરિવારમાંથી કોણ છે

મારા ઘરવાળા શું નામ છે કાન કેટલા વર્ષથી પાંચ વર્ષ થયા ચિઠ્ઠી કે એવું ક ન કઈ ની કાઈ ની આ તમારી શું માંગે છે અમારે જોઈએ અમારા ઘરવાળા તમે આ બાબતે કોઈને જાણ કરી રજવાત કરી કઈ ની અમે કાઈ નથી કરી તમને સરકાર દ્વારા કઈ પૈસા પાણવામાં આવે છે હા મારે પૈસા આવે હા તમારું નામ શું છે મારું નામ કડવી આજે પાકિસ્તાન જેલમાં જે છોકરો છે એનુંનામ એનું નામ ભગાભાઈ કેટલા વર્ષથી પાકિસ્તાન જેલમાં પાંચ વર્ષથી અત્યારે એને હાલે સ્થિતિ કેવી છે? ટાણે દવાખાનામાં છે એની હાલે બીમાર છે તમને કઈ રીતના અમને વીડિયોમાં આવી તી જોયું તમારી શું માંગણી છે અમારી માંગણી છે કે મારો દીકરો મારે જોયું પરિવારમાં પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં એને બે બે ભાઈઓ હતા તે એક પાકિસ્તાનમાં છે ને એક બટમાં છે એની ઘરવાળી એના વાયતેની ઘેર છે તમારી શું સરકારમાં માંગણી છે સરકારમાં માંગણી છે કે અમારો દીકરો વેલા તકી છૂટવો જોઈએ

અમારે એમાં આશા છે કે ઈ મારીએ આના સિવાય તમારા ગામના કોઈ અન્ય માથી મારોપાકિસ્તાન હા બીજા પાકિસ્તાનમાં છે અમારા કાનાભાઈ તમારું નામ મારું નામ હંસલ નામ સિખી હવે પાકિસ્તાન જેલમાં તમારા પરિવારમાંથી કોણ છે? મારા ધણી પાંચ વર્ષ થયા કાના કેટલા વર્ષથી છે? પાંચ વર્ષ આ એ ત્યાંથી તમને કોઈ ચિઠ્ઠી કે એવું કઈ આવે છે? કઈ વસ્તુ નહી તમારી શું માંગણી છે અમારી માંગણી એવી છે કે વેલા તકી છૂટી જાય આ ભાઈ માછીમારી કરવા ક્યાય ઓખા તમારું નામ મારું નામ સોલંકી નીિલેશ ગામ ગામ શીખલી પાકિસ્તાન જેલમાં તમારા પરિવારમાંથી કોણ છે અને કેટલા વર્ષથી છે અને ક્યાં માછીમારી કરવા મારા પપ્પા પાંચ છેલ્લા પાંચ વર્ષથી છેઅને ઓખા ઓખાથી જાતા હે તમને કોઈ ચિઠ્ઠી કે કઈ મેસેજ કે નહીં ચિઠ્ઠી કે મેસેજ કે હમણાં તો ક્યાંય નથી થતું એમ પરિવારમાં તમે કેટલા લોકો છો અમે ટોટલ ચાર લોકો છે તમારી શું માંગણી છે અમારી એવી માંગણી છે સરકારને કે વેલી તકે છૂટી જાય એમ વીડિયોમાં દેખાય છે કે ભગાભાઈ ગંભીર બીમારીનો ભોગ બન્યા છે અને દર્દથી કણસી રહ્યા છે આ સૌથી દુખદ બાબત એ છે કે હોસ્પિટલમાં હોવા છતાં

તેમના બંને પગમાં લોખંડની સાંકળો બાંધેલી જોવા મળે છે ભગાભાઈની જેમ ચીખલી ગામના અન્ય માછીમારો જેવા કે કાનાભાઈ ચુડાસમાં કાનાભાઈ બાંભણીયા લખમણભાઈ સોલંકી પણ છેલ્લા પાંચવર્ષથી જેલમાં બંધ છે. પાકિસ્તાન જેલમાં કેદ ઉના તાલુકાના માછીમારોના પરિવારની સ્થિતિ એકદમ ગરીબ છે અને ઘરમાં કોઈ કમાવવા વાળું નથી અને નાના બાળકો અને મહિલાઓ છે તે કાળી મજૂરી કરીને અત્યારે પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. હાલ દિવાળીનો તહેવાર ગયો અને નવવા વર્ષનું આગમન થયું છતાં પણ પાંચ વર્ષથી બંધ પાકિસ્તાનની જેલમાં માછીમારો નહીં છૂટતા પરિવાર પણ નિરાશ અને ચિંતામાં જોવા મળી રહ્યો છે. ત્યારે ઉના તાલુકાના ચીખલી ગામના ધીરુભાઈ સોલંકીએ અને અન્ય પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારના પરિવારે ઉના તાલુકાના માછીમારોને સરકાર વહેલી તકે પાકિસ્તાનનીજેલમાંથી છોડાવે તેવી માંગ કરી રહ્યા છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહેજો [પ્રશંસા]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *