ગામડું આ શબ્દ સાંભળતાની સાથે જ તમારા મનમાં વિચાર આવે રાત દિવસ એક કરીને ટાઢ તાપ અને વરસાદમાં સખત મહેનત કરતા ખેડૂતનો અને જો કોઈ તમને પૂછે કે ખેડૂતને વર્ષે કેટલી આવક થાય ત્યારનો તમારો જવાબ હશે કે 5 લાખ 10 લાખ કે વધીને 20 લાખ પરંતુ જો ખેતીમાંથી કરોડોની આવક થતી હોય તો તમે પણ કહેશો શું વાત કરો છો જે હા જાણીને કદાચ તમને નવાય લાગશે પરંતુ આજે એક એવા ગામની વાત કરવા જઈ રહ્યો છું જ્યાં ખેડૂતો ખેતીમાંથી કરોડોની આવક મેળવે છે એટલું જ નહીં આજકાલ પૈસા કમાવવા માટે લોકો જ્યારે ગામડું મૂકીને શેર તરફ દોટ મૂકી રહ્યા છે
ત્યારે આ ગામમાં ખેડૂતો ઘર બેઠા જ કરોડો કમાઈને ગામડામાં જાહુ જલાલીનું જીવન જીવી રહ્યા છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આજે ખેતી કરતા આ કરોડપતિ ગામની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર આમ તો આજકાલ તમે કોઈ ગામડામાં જઈને જુઓ તો તમને ત્યાં દેખાશે અનેક કાટ ખાઈ રહેલા તાળા મારેલી બંધ ખડકીઓ સુમશામ સડકો વેરાન પાદરો ઉજ્જળ સીમાળાઓ અને ભૂતકાળની જાહો જલાલીના જોરે જીવતા વડીલોના ખાલીપાનું દ્રશ્ય કારણ કે ગામડાઓ હવે સતત ખાલી થઈ રહ્યા છે અને શહેરો ભરાઈ રહ્યા છે
આજના યુવાનો હવે સતત ખેતીથી દૂર જઈ રહ્યા છે અને તેનું કારણ જો કોઈ હોય તો તે છે અનિશ્ચિત આવક પરંતુ જો આધુનિક ઢબે ખેતી કરવામાં આવે તો એ જ ખેતીમાંથી માણસ ધારે તેટલી આવક મેળવી શકે છે અને તે એલાવન ચેરી ગામના ખેડૂતોએ સાબિત કરી દીધું છે કારણ કે આ ગામના ખેડૂતોએ આધુનિક ઢબે ખેતી કરીને ખેતીને વ્યવસાયમાં ફેરવી દીધી છે અને તેમાંથી કરોડોની આવક મેળવી રહ્યા છે જો વિગતે વાત કરીએ તો કેરળનું એલાવન ચેરી ગામ દેશભરમાં ચર્ચિત છે કારણ કે આ ગામના 300 જેટલા પરિવારોએ શાકભાજીની ખેતીને ને કરોડોના વ્યવસાયમાં ફેરવી નાખી છે. એ પણ કોઈ સરકારી સહાય કે નસીબ વિના ફક્ત દરઢ નિશ્ચય સ્માર્ટ ખેતી અને એક ક્રાંતિકારી મોડલે આ
ગામના ખેડૂતોને શ્રીમત બનાવ્યા છે. હજારો ટન શાકભાજીનું ઉત્પાદન. તમને પણ થતું હશે કે ખેડૂતો કરોડપતિ કેમ બન્યા તો જણાવી દઈએ કે 1996 થી 11 ચેરીના ખેડૂતોએ વીએફપીસી કે એટલે કે શાકભાજી અને ફળ પ્રમોશન કાઉન્સિલ હેઠળ સૌપ્રથમ યોગ્ય જ્ઞાન જરૂરી સંસાધનો અને મજબૂત સાહસ સાથે સામૂહિક ખેતી શરૂ કરી આ સામૂહિક ખેતીમાં ખર્ચ અને નફો ખેડૂતને વહેંચવામાં આવે છે જેમાં ક્યાંય પણ વચેટિયા વ્યક્તિને રાખવામાં નથી આવતા વાર્ષિક 5000 ટન શાક ભાજીનું ઉત્પાદન કદાચ તમને જાણીને નવાય લાગશે કે આજે આ ગામમાં વાર્ષિક 5000 ટનથી વધુ શાકભાજીનું ઉત્પાદન થાય છે અહીં રાય દૂધી કારેલા ભીંડા મરચા સહિત 30 થી વધુ જાતના શાકભાજી ઉગાળવામાં આવે છે ખેતીમાં ટપક સિંચાઈ માટી પરીક્ષણ અને ગુણવત્તાયુક્ત બીજનો ઉપયોગ કરવામાં આવે છે જેના પરિણામે અહીં શાકભાજીની ગુણવત્તા પણ ઉત્તમ હોય છે
આ જ કારણ છે કે ખરીદદારો અહીંથી થી શાકભાજી ખરીદવાનો પ્રયાસ કરે છે 16 કરોડ રૂપિયાનો વ્યવસાય આ ગામના લગભગ 300 પરિવારોએ સામૂહિક રીતે ખેતીને 16 કરોડ રૂપિયાનો વ્યવસાય બનાવ્યો છે એન આર શિવદાસ નામના એક ખેડૂત સહિત અનેક એવા ખેડૂતોએ એક કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે તેઓ સમગ્ર દેશ માટે એક ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કરી રહ્યા છે કે ખેતી કરીને પણ કરોડપતિ બની શકાય છે. એક રિપોર્ટ અનુસાર આ ગામના મોટા ભાગના ખેડૂતો 20 થી 50 વર્ષની વહીના છે અને અહીંથી શેરી સ્થળાંતર પણ ઓછું થાય છે આ ઉપરાંત આ ગામમાં જ્યારે જમીનની અછત હોય છે ત્યારે ખેડૂતો વધારાની જમીન ભાડે લે છે અને શાકભાજી ઉગાડે છે. રાજ્યભરમાંથી ખરીદારો આ ગામમાં આવે છે.
નજીકની પંચાયતોને પણ આ ગામમાં ખેતી વ્યવસાયમાં ભાગ લેતા હોય છે. ત્યારે એક બાજુ જોઈએ તો અત્યારે આ પ્રકારનું ગામડું છે તો આ સિવાય હિમાચલ પ્રદેશના શિમલામાં આવેલું માડાગાવ ગામ પણ સૌથી અમીર ગામમાં ગણાય છે. આ ગામની આવકનો મુખ્ય સ્ત્રોત સફરજનની ખેતી છે જેમાંથી ગામના લોકો કરોડોની આવક મેળવે છે. મડાવગ ગામમાં 225 થી વધુ પરિવારો રહે છે અને દરેક પરિવારોની સરેરાશ વાર્ષિક આવક 35 લાખ થી 80 લાખ રૂપિયા છે. આ ગામના લોકોએ સફરજનની ખેતીને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને પોતાની આવક વધારી છે. મડાવક ગામની સફરજનની ખેતી વિશ્વભરમાં પ્રખ્યાત છે અને તેની ગુણવત્તા માટે તેને ઊંચી કિંમત મળે છે. આ ગામના લોકોએ પોતાની મહેનત અને સમજદારીથી આ ગામને સૌથી અમીર ગામ બનાવી દીધું છે. આજે બદલાતા સમય સાથે લોકો શહેરને વધુ પસંદ કરી રહ્યા છે પણ જો આ રીતે ગામડાની શાંતિ અને કરોડોની આવક હોય તો લોકો ક્યારેય શહેરમાં જવાનું કદાચ ન વિચારે ત્યારે આ ગામ અનેક લોકો માટે પ્રેરણારૂપ છે આ અંગે આપ શું માની રહ્યા છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તો અત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહેશું અને મળતા રહેશું વાત ગુજરાતી પર