આ 18 વીઘા જમીનની અંદર જે કેળાનો પાક લીધેલો હતો એ એમણે એની પર ટ્રેક્ટર ફેરવી દીધું અને એને કારણે એમને 15 લાખ રૂપિયાનું નુકસાન થયું ગુજરાતના ભાવનગરમાં એક ખેડૂતે 18 વીઘાની અંદર કેળાની ખેતી કરેલી હતી પરંતુ ભાવ નહી મળતા લગભગ 18 વીઘા જમીનમાં જે પાક ઊભો હતો એ ઊભા પાક ઉપર ટ્રેક્ટર ફેરવી દીધું છે અને આને કારણે ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન થયું છે
ભાવનગર જિલ્લાના મહુવાની પાસે ખરે રોડ ઉપરભરતભાઈ નામના એક ખેડૂતે 18 વીઘા જમીનની અંદર કેળાનો પાક કરેલો કેળાની ખેતી કરેલી પરંતુ કેળાના જ્યારે ભાવ મળવા જોઈતા હતા એ ભાવ મળ્યા નહીં અને એને કારણે એમને બહુ નુકસાન થયું કારણ કે જે કેળાના માર્કેટમાં ભાવ છે એ સાવ તળીએ પહોંચી ગયા છે એટલે એમણે આ 18 વીઘા જમીનની અંદર જે કેળાનો પાક લીધેલો હતો
એ એમણે એની પર ટ્રેક્ટર ફેરવી દીધું અને એને કારણે એમને 15 લાખ રૂપિયાનું નુકસાન થયું ભરતભાઈએ મીડિયાની સાથેની વાતમાં પોતાની વ્યથા વ્યક્ત કરી કે 18 મહિનાની મહેનત લાગે છે આ કેળાનો કેળાનો પાક ઊભો કરવા માટે અને જ્યારે ખરેખરમાર્કેટમાં એ વેચવાનો સમય આવે એવા સમયે જ્યારે અમને ભાવ જ નહી મળે તો એ અમે અમે પછી કરીએ શું એટલે મેં મારા જે ખેતરની અંદર જે પાક હતો એની ઉપર મે ટ્રેક્ટર ફેરવીને બધું જ મારો પાકનો નાશ કરીને આવ્યો છે
એટલે મને 15 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. ભરતભાઈએ કીધું કે એક વીઘા કેળા હોય એની પાછળ 60,000 રૂપિયાનો ખર્ચો થાય છે અને કેટલી બધી મહેનત લાગે ત્યારે કેળાનો પાક થતો હોય છે. હવે આ બાબતે અમે ભાવનગરના એક ખેડૂત દશરથભાઈ ગોહિલની સાથે વાત કરી તો એમની અમે પૂછ્યું કે આ કેળાના ભાવ કેટલા તળીએ ચાલ્યા ગયા છે તો એમણે એમ કીધું કે સામાન્ય રીતે મણદીઠ કેળાનો જેભાવ છે એ માર્કેટની અંદર 300 રૂપિયા ચાલતો હોય છે પરંતુ અત્યારે તો 100 રૂપિયા પણ મળતા નથી એનું કારણ એ છે કે કેળાની અંદર અત્યારે બહુ જબરજસ્ત મંદી કારણ કે કેળા અહિયા જે સૌરાષ્ટ્રના જ્યાં જાય છે
ત્યાં દેશભરમાં વરસાદ છે એટલે રાજસ્થાનની અંદર જાય કે બીજા બધા રાજ્યોની અંદર જે કેળા જાય છે એ વરસાદને કારણે એનો જે સપ્લાય છે એ ઠપ થઈ ગયો છે એટલે સ્ટોક થઈ ગયો છે અને માર્કેટની અંદર માલ વેચાતો નથી એટલા માટે એમને આ ખેડૂતને નુકસાન થયું હશે પરંતુ બધા જ ખેડૂતોને આ નુકસાન થયું હોય એવું હોતું નથી દશરથભાઈ એમ કીધું કે ઘણાખેડૂતોએ બીજા જે રાજ્યબારના જે ખેડૂતો હોય એની સાથે સાટા કરેલા હોય એટલે પહેલેથી ડીલ નક્કી કરી નાખેલી હોય કે આ પાક આવે એટલે આ ભાવે આપવાનું તો એવા ખેડૂતોને વાંધો નહીં આવે હા જેમણે ખરીદી જ કરવાની છે એમને પણ મંદી છે તો એમને ડિલિવરી મતલબમાં એમને મોડી મળે પણ એમણે એમ કીધું કે આ બધું વરસાદને બધું રોકાઈ જશે
એટલે કેળાની અંદર ફરીથી થી 15 દિવસમાં તેજી આવશે પરંતુ સવાલ એ છે કે ભરતભાઈને તો ઓલરેડી 15 લાખનું નુકસાન થઈ ગયું તેજી આવશે કે નહી આવશે હવે એમને ફરક નથી પડવાનો બીજું દશરથભાઈ અમને એ પણ વાત કરી કે અત્યારે ડુંગળીમાં પણ બહુજબરજસ્ત મંદી છે સામાન્ય રીતે ડુંગળી માટે અત્યારે તેજીનો સમય હોય છે પરંતુ ડુંગળીનો એટલો બધો સ્ટોક થઈ ગયો છે કે ડુંગળીના પણ ભાવ મળતા નથી આ આવી સ્થિતિ મગફ મગફળમાં પણ છે મગફળીના પણ અત્યારે જોઈએ એટલા ભાવ મળતા નથી તો અત્યારના વરસાદ અને મંદી આ બે કારણોસર જગતનો તાજ છે એ દુઃખી થઈ ગયો છે અને આવા એક ખેડૂતને 15 લાખ રૂપિયાનું નુકસાન થયું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક્યુ વેરી મચ