Cli

નહીં ફેરા ફર્યા કે નહીં નિકાહ પડ્યા છતાં ફરહાન અખ્તર અને શિવાની દાંડેકર લગ્નના બંધમાં બધાઈ ગયા…

Automobile Breaking

ફરહાન અખ્તર અને શિવાની દાંડેકર આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા હવે શિવાની દાંડેકર અખ્તર ખાનદાનની વહુ બની ગઈ છે ફરહાન અને શિવાનીના અનોખા લગ્નની પહેલી તસ્વીર સામે આવી છે ફોટોમાં ફરહાન બ્લેક કોટમાં જોવા મળી રહ્યા છે જયારે શિવાનીએ રેડ કલરનું આઉટફિટ પહેરેલ છે.

આ લગ્ન મુંબઈ પાસે ખંડાલામાં થઈ રહ્યા છે ખંડાલામાં જાવેદ અખ્તરનું ફાર્મ હાઉસ છે જેમાં આ પૂરો કાર્યક્રમ ચાલી રહ્યો છે અહીં આ લગ્ન નહી હિન્દૂ રીત રિવાજ મુજબ થયા કે નહીં આમાં નિકાહ પઠવામાં આવ્યા પરંતુ અહીં લગ્નમાં શિવાની અને ફરહાને જિંદગીભર એક સાથઈ રહેવાની કસમો કાધી.

પછી બંનેએ એકબીજાને અંગૂઠી પહેરાવીને એકબીજાના હમેંશા માટે થઈ ગયા આ લગ્નમાં સામેલ થવા બોલીવુડના મોટા મોટા સ્ટાર પહોંચ્યા છે ફરહાન અખ્તરના આ બીજા લગ્ન છે તેના પહેલાં એમણે અધુના ભવન સાથે લગ્ન કર્યા હતા જે 16 વર્ષ પછી તૂટી ગઈ અધુના સાથે રહેતા છતાં ફરહાન શિવાનીને ડેટ કરવાનું શરૂ કરી દીધું હતું.

બંનેની મુલાકાત એક રિયાલિટી શોમાં થઈ હતી જ્યાં ફરહાન શોના હોસ્ટ હતા અને શિવાની એક સ્પર્ધક હતી ધીરે ધીરે એમની લવ સ્ટોરી આગળ વધી શરૂઆતમાં બંનેએ પોતાનું અફેર સિક્રેટ રાખ્યું હતું ફરહાનની બે પુત્રીઓ પણ છે પરંતુ તેઓ આ લગ્નમાં આવી કે નહીં તે વાતની હજુ ખબર નથી પડી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *