સની લિયોન અને એમની ટીમે બીજેપી આગળ આખરે ઘૂંટણ ટેકવ્યા છે હકીકતમાં સની લિયોનનું મધુવનમાં રાધિકા નાચે વિડિઓ ગીત રિલીઝ થયું હતું આ ગીતને લઈને પુરા દેશમાં હાહો મચી ગઈ લોકોએ વિરોધ નોંધાવ્યો કે ગીત દ્વારા રાધાનું અપમાન કર્યું છે કેટલાય હિન્દૂ સંગઠન અને સંત મહાત્માએ નારાજગી દર્શાવી.
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને સની લિઓનને દેશમાંથી બહાર નીકળવાની પણ માંગ કરવામાં આવી બીજી બાજુ મધ્યપ્રદેશના મંત્રી નરોત્તમ મિશ્રાએ આરોપ લગાવ્યો કે ગીત દ્વારા હિન્દૂ ધર્મની લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે મંત્રીએ સની લિયોનીને ચેત!વણી આપી કે તેઓ આ ગીત માટે માફી માંગે.
અને પોતાનું ગીત મધુવનને ત્રણ દિવસની અંદરથી પાછું લઈ લે નહીં તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે લોકોના વિરોધ જોઈને સની લિઓન ડરી ગઈ અને સારેગામાં તરફથી એક બયાન આપતા કહ્યું તેઓ ગીતનું નામ અને ગીતમાં જે શબ્દો છે તેને બદલી દેશે આ બયાનમાં કહેવામાં આવ્યું સની લિઓન અને ટિમ લોકોની ભાવનાઓનું સન્માન કરે છે.
તેના પહેલા જો ગીતનો વિવાદ થતો ત્યારે ગીતના શબ્દ ક્યારેય બદલવામાં આવતા ન હતા પરંતુ એવું પહેલી વાર થયું છે જયારે લોકોના દબાવમાં આવીને ગીતના શબ્દો બદલવામાં આવશે અહીં છેલ્લા ચાર દિવસોથી ગીતનો વિરોધ નોંધાઈ રહ્યો હતો આખરે સની લિઓન અને તેમની ટીમે ગીતમાં બદલાવ લાવવાનું નક્કી કર્યું છે.