Cli
election update

ગુજરાતની એક એવી સીટ જ્યાંથી જે ઉમેદવાર જીતે તે પાર્ટી સત્તામાં આવે…

Breaking

ગુજરાતમાં વિધાનસભાની એક સીટનો સંયોગ એવો રહ્યો છે કે, તેને જીતનારી પાર્ટી જ રાજ્યોમાં સરકાર બનાવે છે. વર્ષ 1960માં રાજ્ય બન્યું ત્યાર બાદ અત્યાર સુધી થયેલી તમામ 13 વિધાનસભા ચૂંટણીમાં ફક્ત એક અપવાદ છે, જ્યારે વલસાડ વિધાનસભા સીટ પર જીત નોંધાવનારી પાર્ટીની જ રાજ્યમાં સરકાર નહોતી બની. બાકીની તમામ ચૂંટણીમાં આ સીટ પર જીતનારી પાર્ટીએ રાજયમાં રાજ કર્યું હતું. વલસાડ સીટ 2008ના પરિસીમન બાદ અસ્તિત્વમાં આવી, જ્યારે આ અગાઉ આ સીટનું નામ બુલ્સાર હતું.

ગુજરાતમાં પહેલી વાર 1962માં વિધાનસભા ચૂંટણી કરાવામાં આવી હતી. ત્યારથી લઈને 1975 સુધી ગુજરાતની સત્તા પર કોંગ્રેસનું એકહથ્થુ શાસન રહ્યું. વર્ષ 1975માં વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ મોકો હતો, જ્યારે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી પણ તે બહુમતના આંકડાથી દૂર રહી ગઈ. ગુજરાતની વિધાનસભા ચૂંટણીના ઈતિહાસમાં ફક્ત બે વાર જ ત્રિશંકુ વિધાનસભા બની છે. પહેલી વાર 1975માં ચૂંટણીમાં અને બીજી વાર 1990ની ચૂંટણીમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ ગઠબંધનની સરકાર બની હતી.

કોંગ્રેસને 1975ની ચૂંટણીમાં 75 સીટ પર જીત મળી હતી, જ્યારે કોંગ્રેસથી અલગ થઈને ઈંડિયન નેશનલ કોંગ્રેસ (ઓ)ને 56 સીટ મળી હતી. આઈએનસી (ઓ)ને અનૌપચારિક રીતે સિંડિકેટ કોંગ્રેસ પણ કહેવાય છે. ભાજપના પૂર્વવર્તી સ્વરુપ ભારતીય જનસંઘને આ ચૂંટણીમાં 18 સીટ પર જીત મળી હતી. સિંડિકેટ કોંગ્રેસ અને બીજેએસને મળીને 74 સીટ થઈ રહી હતી. તેમ છતાં પણ બહુમતથી પણ 17 સીટ દૂર હતા. રાજ્યમાં વિધાનસભાની કુલ 182 સીટ હતી અને સરકાર બનાવવા માટે કોઈ પણ પક્ષ અથવા પાર્ટીને 91 સીટ જોઈએ.

આ ચૂંટણીમાં કોંગ્રેસથી અલગ થઈને પૂર્વ મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલે કિસાન મજૂર લોક પક્ષ નામથી રાજકીય પક્ષ બનાવ્યો અને તેણે 131 સીટ પર ઉમેદવાર ઉતાર્યા હતા. તેમના ઉમેદવારોને 12 સીટ પર જીત મળી હતી. આવી હાલતમાં સરકાર બનાવામાં કિંગમેકર ચિમનભાઈ બન્યા., બાદમાં સિંડિકેટ કોંગ્રેસ, બીજેએસ, કએમએલપી અને અન્યના સમર્થનથી રાજ્યમાં જનતા મોર્ચાની સરકાર બની અને બાબૂ પટેલ મુખ્યમંત્રી બન્યા. વલસાડમાં એ વર્ષે વિધાનસભા ચૂંટણીમાં સિંડિકેટ કોંગ્રેસના કેશવ ભાઈ પેટલને જીત મળી હતી, તેમણે આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગડાભાઈને હરાવ્યા હતા.

વલસાડમાં અત્યાર સુધીની વિધાનસભા ચૂંટણીમાં ફક્ત 1972ની ચૂંટણી એવી હતી, જ્યાંથી જીત નોંધવનારી પાર્ટીની રાજ્યમાં સરકાર નહોતી બની, જોકે એક તથ્ય એવુ પણ છે આ ચૂંટમીમાં 140 સીટ જીતનારી કોંગ્રેસે સરકાર તો બનાવી પણ આંતરિક ડખ્ખાના કારણે પોતાના કાર્યકાળ પુરો કરી શકી નહીં અને રાજ્યમાં થોડા સમય સુધી રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવું પડ્યું હતું. આ ચૂંટણીમાં વલસાડમાં સિંડિકેટ કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનારા કેશન ભાઈ પટેલની જીત થઈ હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદ દેસાઈને 6908 મતથી હરાવ્યા હતા. વર્ષ 1975 બાદ થયેલી તમામ ચૂંટણીમાં અહીંથી જીત નોંધવનારી પાર્ટીએ જ ગુજરાતમાં શાસન કર્યું છે.

વર્ષ 1980 અને 1985ની વિધાનસભા ચૂંટણીમાં અહીંથી કોંગ્રેસના ઉમેદવારોએ જીત નોંધાવી અને રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની, ત્યાર બાદ થયેલી 1990, 1995, 2002, 2007, 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ ક્રમ ચાલું રહ્યો. છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાંથી વલસાડથી ભાજપના નેતા ભરત પટેલ જીત નોંધાવતા આવ્યા છે. વલસાડ સાથે જોડાયેલા આ ખાસ સંયોગ વિશે જ્યારે વાત કરવામાં આવી તો, તેમણે કહ્યું કે,આ વલસાડની પરંપરા રહી છે કે તે એક એવી પાર્ટી જીતાડે છે જે સરકાર બનાવે છે.

તેમણે દાવો કર્યો હતો કે, આ વિધાનસભા સીટના તમામ સમીકરણ તેમના પક્ષમાં છે અને તે આગામી વિધાનસભા ચૂંટણીમાં આ વર્ષે ફરીથી જીતીને પાર્ટીને ખુશ કરશે અને સરકાર બનાવાની પરંપરા આગળ ધપાવશે. ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ચૂંટણી પંચ ટૂંક સમયમાં તારીખ જાહેર કરશે. ગુજરાતના દક્ષિણ પૂર્વી ભાગમાં સમુદ્ર કિનારે આવેલા વલસાડ જિલ્લામાંથી દેશના પ્રથમ બિન કોંગ્રેસી પ્રધાનમંત્રી અને ભારતરત્નથી સન્માનિત મોરારજી દેસાઈનો જન્મ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *