Cli

દુબઈમાં થતાં હુમલાનો વીડિયો વાયરલ કરવો ગુનો છે? શું કારણે થાય છે આવો દંડ

Uncategorized

હાલ ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ છે અને તેના જ કારણે મિડલ ઈસ્ટના કેટલાક દેશો છે ત્યાં પણ હુમલા થઈ રહ્યા છે. અનેક જગ્યા ઉપર એર સ્ટ્રાઇક થઈ રહી હોય તેવા વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને દુબઈમાં પણ અનેક ઠેકાણાઓ ઉપર મિસાઈલો પડી રહી હોવાના વિડીયો પણ આવી રહ્યા છે પરંતુ અનેક લોકોનો એવો દાવો છે કે દુબઈમાં આવી કોઈ પરિસ્થિતિ નથી અને દુબઈની પરિસ્થિતિ હાલ આ બે દેશના યુદ્ધ વચ્ચે કેવી છે તેની જાણકારી આપવા માટે આપણી સાથે જોડાયા છે વસીમ મલિક જેમણે ગુજરાતી મીડિયા હાઉસમાં પણ અગાઉ કામ કરી ચૂક્યા છે અને અત્યારે દુબઈ ખાતે છે તો આપણે વસીમ ભાઈ પાસેથી આખી પરિસ્થિતિ શું છે દુબઈની અને અત્યારે ત્યાં કેવો માહોલ છે તે સમજવાનો પ્રયાસ કરીશું વસીમભાઈ નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત છે થેન્કયુ થેન્ક્યુ વસીમભાઈ પહેલા તો હાલ અનેક વિડીયો સામે આવી રહ્યા છે દુબઈના કે આ જગ્યા ઉપર હુમલો થયો સ્ટ્રાઈક થઈ ખરેખર અત્યારે પરિસ્થિતિ શું છે

જયંતભાઈ બે પાસા અને બે પેરામીટર્સ પર આપણે ચર્ચા કરીએ છીએ આજે અને એક સાચા ભારતીય તરીકે સાચા અને સારા નાગરિક હોવાના નાતે આપણે સાચી માહિતી લોકો સુધી પહોંચે એનો પ્રયત્ન કરીએ સૌપ્રથમ અ એ વાત સાચી છે કે દુબઈ પર હુમલા થઈ રહ્યા છે એમાં કોઈ ખોટું નથી ડ્રોનથી કરી રહ્યા છે બેલેસ્ટિક મિસાઈલથી એ લોકો કરી રહ્યા છે અને થઈ રહ્યું છે દુબઈ અને યુએઈ એ સ્ટ્રોંગેસ્ટ કન્ટ્રીઓ છે જે ઇન્ટરસેપ્ટ કરી નાખતી હોય છે જનરલી બધી લગભગ લગભગ એકે મિસાઈલ નીચે નથી પડવા દીધી એ લોકોએ બધી ઇન્ટરસેપ્ટ કરી છે. બેલેસ્ટિક મિસાઈલોને પણ ઇન્ટરસેપ્ટ કરી છે એમણે ડ્રોનની વાત કરીએ તો 35એ જેટલા ડ્રોન અહિયાં પડ્યા છે લગભગ 550 જેટલા ડ્રોન ઈરાની ડ્રોન અત્યાર સુધીમાં અહિયા યુએઈની સરહદમાં પ્રવેશયા ફૂટવાના ફોડવાના ઇરાદે એમાંથી 35એક જેટલા લેન્ડ થઈ ગયા છે સક્સેસફુલી મારા ઘરના સામે પણ લેન્ડ થયો છે પણ એઝ ઓફ નાવ જે એઆઈ વિડીયો બતાવી રહ્યા છે બધા બુર્જ ખલીફા પર હુમલો બતાવે છે બુર્જ ખલીફા ખાલી કરાવી દીધું બતાવે છે ક્યારેય બુર્જ ખલીફાને ખાલી કરવામાં આવેલું નથી બુર્જ ખલીફાની આજુબાજુ જે ઇન્ટરસેપ્ટ કરેલા ડ્રોન નીચે પડે છે એક બે પડ્યા હતા તો એને બુર્જ ખલીફા પર હુમલો ના કહી શકાય બુર્જલ અરબ પર જે ડ્રોન પડ્યો એ ઇન્ટરસેપ્ટ કરી નાખ્યા પછી જે નીચે પડ્યો એ હતો એ સિવાય અહીંયાના એમેઝોનના જે સર્વર ડેટા પોઈન્ટ છે ત્યાં હુમલા થયા છે એટલે એટલે થયું છે નથી થયું એમ નથી કહેતા અમારી સામે મિસાઈલો પડી છે મતલબ ડ્રોન પડ્યા છે ઇન્ટરસેપ્ટ આકાશમાં અમે જોયું છે અમે ધડાકાના અવાજો સાંભળ્યા છે વાત સાચી છે પણ જે પ્રમાણે બતાવવામાં આવે છે જયંતભાઈ એવું કાંઈ નથી દુબઈ પહેલા દિવસથી લઈને આજ દિશ સુધી ચાલુ છે મેટ્રોએ બંધ નથી કરવામાં આવી ટેક્સીએ બંધ નથી કરવામાં આવી માણસો બિંદાસ બધા મોલમાં ફરે છે ફરે છે એટલે ઘણી બધી વાતો

હા ઈરાન દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે અમને મેસેજ અમને મેસેજથી ઇમર્જન્સી એલર્ટ આવે જ છે કે સંભવિત મિસાઈલ એટેક થઈ શકે છે ઘરની બહાર ના નીકળતા બારી દરવાજાઓ કાંચની બારીઓથી દૂર રહેજો અને ઘરમાં રહેજો જ્યાં સુધી કામ ના હોય એ બહાર ના નીકળતા આ રીતનું આવે છે તો પણ અહીંયાનું વેધર અહિયાનું વાતાવરણ અહીંયાની સિક્યુરિટી એટલી ફાઇન છે અહીંયાની સેફટી પોઈન્ટ એટલી ફાઇન છે કે માણસો બહાર નીકળી જતા હોય છે જનરલી અને બધાને છૂટ છે કોઈને કાઈ પકડ પકડી નથી તમે જ્યાં ફાવો ત્યાં જઈ શકો છો. એટલે ઓવરઓલ જે ચિત્ર દેખાઈ રહ્યું છે એનાથી થોડું અલગ છે વાસ્તવિકતા અલગ છે વાસ્તવિકતા પણ વસીમભાઈ અત્યારે દુબઈ સરકાર દ્વારા કે યુએઈ દ્વારા એડવાઇઝરી શું બહાર પાડવામાં આવી છે અત્યારે જે પ્રકારનો માહોલ છે એને લઈને કોઈ એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે? એડવાઈઝરીના નામ પર મેસેજીસ આવે છે અમને અને યુએઈમાં જે ભારતીય દૂતાવાસ છે ઇન્ડિયન એમ્બેસીસ છે એમના તરફથી પણ ઘણી ગાઈડલાઇન્સ તો આવી છે બસ અહિયા ફક્ત એટલું કહેવામાં આવ્યું છે એમને કે તમે બિંદાસ કામ કરો બિંદાસ કરો બિંદાસ શોપિંગ કરો અને બિંદાસ ઊઘો તમે તમે ચિંતા મુક્ત થાઈ જાવ એડવાઈઝરીના નામ પર મેં તમને કીધું ને કે એક મેસેજ આવે છે જ્યારે જ્યારે એ લોકો એલર્ટ આપે એ દરેકના મોબાઈલમાં સાયરન વાગે છે દરેકના મોબાઈલમાં નોટિફિકેશન સાયરન આવે છે કે ભાઈ સંભવિત મિસાઈલ નો ખતરો છે તમે જરૂર પડે તો જ બહાર નીકળજો અમુક જગ્યાએ ટોળું ના વળતા અમુક જગ્યાએ તમે ખુલ્લા ખુલ્લી જગ્યાઓમાં હવે હું ભારતીયોને એક રિક્વેસ્ટ કરીશ કે જ્યાં જ્યાં અમેરિકા ના એમ્બેસીસ હોય ઇઝરાયેલની એમ્બેસીસ હોય કે ઇઝરાયલનું કોઈ હબ હોય કે કન્સ્ટ્રક્શન હોય કે એ લોકોના રિહાઈસી ઈલાકા હોય બસ ત્યાંથી દૂર રહો અધરવાઈઝ એનું કારણ શું એનું શું કારણ દૂર રહેવા માટેનું સૌથી મોટું કારણ એ છે કે ઈરાનને ગુસ્સો કોના પર છે એ બે પાસા સમજવું પડશે દુબઈ પર ગુસ્સો છે ના દુબઈ પર ગુસ્સો માત્ર આ યુએઈ પર ગુસ્સો એટલો જ હોય કે બેઝ કદાચ એમને યુઝ કરવામાં આવી પણ સૌથી ઈમ્પોર્ટન્ટ વાત અહિયા એ આવે છે કે અમેરિકા અને ઇઝરાયલ સાથે સીધી લડાઈ છે ઈરાનની અને એના જ્યાં જ્યાં ઠિકાણા છે એની એમ્બેસી હોય એની બિલ્ડીંગ હોય એનું જે કઈ હોય ત્યાં ત્યાં ઈરાન હુમલો કરે છે એ એક જંગનો એક પાર્ટ હોય છે એટલા માટે અહીંયાથી આપણી જનતાને કે આપણા લોકોને એવા લોકેશનથી દૂર રહેવાની સલાહ એટલા માટે આપવાની કે કદાચ એમના ઠેકાણા ઉપર મિસાઈલોના હુમલા થવાની શક્યતાઓ વધી જતી હોય છે આવા વાતાવરણ પણ વસીમભાઈ હમણાં તમે જેમ કહ્યું કે એલેટ આવી જાય તો એલર્ટની પરિસ્થિતિમાં શું કરવાનું હોય છે કારણ કે અહીંયાં તો આપણે સોશિયલ મીડિયામાં જોતા હોય કે વિડીયો આવે કે સાયરન વાગે નાશભાગત થાય તો ખરેખર સાયરન વાગે તો શું કરવાનું હોય છે એ પણ ત્યાં જરા જણાવજો કઈ નહી તમે મોબાઈલ તમે સોતા હો જી એટલે તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવી જ જાય જોશથી તમારા મોબાઈલમાં સાયરન વાગે ત્રણ ચાર વાર ઓકે કરવાનું કઈ ની પહેલા બી જવાનું થોડું [હાસ્ય] જનરલી બીક લાગે ને કે ભાઈ હવે શું થશે એવી જ રીતે એવી જ રીતે બીજું પણ એ લોકો સ્ટાયરન આપતા હોય છે નોટિફિકેશન આપતા હોય છે કે ભાઈ હવે ઇટ્સ ઓકે હવે એવરીથિંગ ઇસ ગુડ એન્ડ ફાઇન હવે તમે ચિંતા ના કરતા હમણાં બધું સારું છે તમે તમારું રોજીંદા કામમાં લાગી જાવ એવા પણ મેસેજ આપે છે એટલે બંકરમાં જવાનું કે એવું કઈ હોય છે ત બંકરમાં નથી કહેતા પણ એવું કહે છે કે તમે એવી જગ્યાએ જ રહેજો જ્યાંથી તમે આરામથી કોઈ એવા સેલ્ટરમાં ઘૂસી શકો એવા ઘરમાં તમે એવી ટેફેસ્ટ બિલ્ડીંગમાં તમે ઘૂસી શકો એવી જગ્યાએ તમારે આવતા જતા રહેવાનું કે ત્યાં નજીકમાં કોઈ સેલ્ટર તમને દેખાઈ જાય એટલે એ રીતની સલાહ સૂચન આપતા હોય છેલો પવસીભાઈ અત્યાર સુધી અત્યાર સુધીમાં કઈ જગ્યા કયો વિસ્તાર એવો રહ્યો છે કે જ્યાં ડ્રોન હુમલા થયા હોય કે નુકસાન થયું હોય ઝુમેરા પાસે થયું છે પામ ઝુમેરામાં થયું છે પામ ઝુમેરા તો તમને ખબર જ છે જે એક સમંદર દરિયાની અંદર જે બનાવવામાં આવેલ છે ત્યાં થયું છે પણ એટલું બધું ખાસ નથી ટોટલ જાનહાની તમે ત્રણ દિવસમાં કહો તો ત્રણ થઈ છે ત્રણ એક બાંગ્લાદેશી એક પાકિસ્તાની અને એક નેપાલી નાગરિક છે આ ત્રણ લોકોના મોત ઓફિશિયલી નોંધાયા છે અહિયા અને અહિયા કોઈ મોતનો આંકડો છુપાવવામાં આવતો નથી પહેલી વાત બીજી વાત કે 58 જેટલા માણસો ઇન્જર્ડ થયા છે અત્યાર સુધીની વાત કરીએ 58 પીપલ આર ઇન્જર્ડ એ ડ્રોન પડવાથી જે આજુબાજુમાં કઈક વાગી બેસે કે કારણ કે છૂટછાટ છે લોકો બહાર ફરે છે તો એના કારણે 58 જેટલા લોકો ઇન્જર્ડ થયા છે પામ જુમેરાનો એક વિસ્તાર છે અ એમેઝોનના ડેટા સેન્ટર છે પછી અબુહેલ મેટ્રો સ્ટેશન જે અહિયાથી હું જોઈ શકું છું મારી સામે જ છે એની પાસે એક ડ્રોન પડેલો અને એ સિવાય 35 જેટલા નાના મોટા છૂટા છવાયા વિસ્તારમાં ડ્રોન નાખવામાં આવેલું સૌથી પહેલા શરૂઆત એ લોકોએ બેઝ કેમ્પ પર કરેલી યુએસના બેસ કેમપ અબુધાબીથી કરેલી અને ત્યારબાદ એ લોકો શોધે છે કે ક્યાં ક્યાં લોકો છુપાયા છે

અને ક્યાં ક્યાં આ લોકોનું છે ત્યાં ત્યાં જ્યાં જ્યાં જેમ જેમ ઇન્ફોર્મેશન મળે છે તેમ તેમ એલો એટેક કરતા હોય છે જનરલી પણ ઓવરઓલ આટલી જગ્યા પર થયું છે થોડા દિવસ પહેલા એટલે એક બે દિવસ પહેલા એક વિડીયો આવ્યો હતો કે દુબઈના એરપોર્ટ ઉપર પણ હુમલો થયો તો એ વાત સત્ય છે એક ડ્રોન એરપોર્ટ ટર્મિનલ 3રી ની બહાર પડેલો ઓકે જ્યારે બોર્ડીંગનું કામ ચાલતું હતું ત્યારે સાઈડ પર એક પડેલો હતો એ પડવાથી જે ધમાકો થાય એ ધમાકાઓ હું તમને જણાવું તો લગભગ ચાર એટમ બોમ્બ આવે ને આપણા પેલા દિવાળીના એ ટાઈપનો ધમાકો એક સાથે ચાર ફૂટે એ ટાઈપનો અવાજ આવે એનું એ સિમ્પલ ડ્રોન જેવું ડ્રોન જ હોય પણ એમાં ડોનલ સ્ટીલ કે આઈડીએક્સ જેવું કઈક ભરેલું હોઈ શકે અને એ જ્યારે બ્લાસ્ટ થાય ત્યારે લગભગ મને અંદાજે છે ત્યાં સુધી 50 1મીટર કે 30મીટર સુધી 25 થી 30મીટર સુધી આગને કદાચે નુકસાન કરી શકતું હોય છે તો ચોક્કસ એરપોર્ટ ટર્મિનલ થ્રી પણ થોડું થોડું એક જગ્યાએ બ્લાસ્ટ થયું હતું અને એનાથી સહેજ હતા જ મતલબ થોડું ભાગમભાગે જેવું માહોલ થોડા સમય માટે થઈ ગયો હમણે તમારી સાથે ઇન્ટરવ્યુ કરવાનો હતો એટલે હું દુબઈના વિડિયો પણ જોઈ રહ્યો હતો કે અત્યારે કોઈ નવી અપડેટ આવી છે કે કેમ તો હાલે જ એક વિડીયો જોયો કે દુબઈના એરપોર્ટ ઉપર પણ અત્યારે ફરી કઈક હુમલો થયો છે ને કઈક પ્લેનને પણ નુકસાન થયું છે એવો એક વિડીયો સામે આવ્યો હતો જો અત્યારે આઠ જીસીસીની કન્ટ્રી છે ગલ્ફની આઠ કન્ટ્રી પર હુમલાઓ થઈ રહ્યા છે ઓકે હવે બધા હવે બીજું સૌથી ઈમ્પોર્ટન્ટ કહું છું કે આ લોકોનું જે બાંધકામની જે પદ્ધતિ છે અરેબિક કન્ટ્રીની ઓલમોસ્ટ સેમ ટુ સેમ હોય છે બધે તમે દુબઈ દુબઈના ડાઉનટાઉનને ને સાઈડ પર સાઈડ પર થોડી વાર માટે મૂકો જો ઝાજરમાં ઇમારતોને સાઈડ પર મૂકો તો ઓવરઓલ જે એમનું કન્સ્ટ્રક્શન છે એ બધું સરખા ઢાંચામાં બનાવતા હોય એ ટાઈપનું લાગે તો આપણે જજ નથી કરી શકતા કે આ બહેરીનનો વિડીયો છે ઓમાનનો છે આ વિડીયો દુબઈનો છે આ વિડીયો ક્યાનો છે તો કેમ કે એરપોર્ટની બાજુમાં છું મને અહીંયા એરપોર્ટની તમામ હલચલો ખબર પડે છે. તો અત્યારની તારીખે હમણાં એરપોર્ટ પર કોઈ હુમલો થયો હોય દુબઈમાં એવા કોઈ પણ સમાચાર નથી અને અમે કન્ટીન્યુસ કોન્ટેક્ટમાં છે અને અહીંયાના જે લીડીંગ જર્નલિસ્ટ છે એ પણ બધા મિત્રો છે અને એમને કલીસ ટાઈમ્સ એક અહિયાના બહુ પ્રતિષ્ઠિત ન્યુઝપેપરનું નામ છે જે લોકો બહુ ઓથેન્ટિકેટ ન્યુઝ આપતા હોય છે

જનરલી તો દુબઈમાં પણ પ્રશાંત દયાળ ટાઈપના લોકો છે એટલે અહીંયા પણ અમને સચોટ માહિતી મળે છે તો ટૂંકમાં આજે તમે વાત સાંભળી છે એ અત્યારે હું ખરાઈ કરીને તમને કહી શકું પણ લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી કઈક એવું થયું નથી ઓકે પણ અત્યારે ત્યાં ઘણા બધા ટુરિસ્ટ છે તે પણ અટવાયેલા છે કારણ કે ફ્લાઈટ રદ્દ થઈ રહી છે તો અત્યારે ફ્લાઈટને લઈને શું અપડેટ મળી રહી છે અને જે મુસાફરો અટવાયા છે એનું ત્યાં અત્યારે રેણીકણી કઈ રીતનું છે કારણ કે એ લોકા તો સીમિત સમય માટે ત્યાં આયા હતા જી સીમિત સમય માટે આયા હતા અને સીમિત બજેટ પણ લઈને આવતા હોય છે એવું નથી કે અનહત પૈસા છે વાપરો છે એટલે એને ધ્યાનમાં લઈને અહીંયાની ગવર્મેન્ટ દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને બીજી મિનિસ્ટ્રીઓ દ્વારા યુએઈ ગવર્મેન્ટ દ્વારા એક એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે અને એ એડવાઇઝરી તમામ હોટલના માલિકો સુધી પહોંચાડી દેવામાં આવી છે કે જેટલા પણ ટુરિસ્ટ છે એ પછી કોઈપણ કન્ટ્રીના હોય કોઈ પણ ધર્મના હોય એ બધાને તમારે ફ્રીમાં રાખવાના છે એટલે અત્યારે જેટલા લોકો અટવાયા હતા ફરવા આવીને એ લોકોને ફ્રીમાં અત્યારે રહેવાની ફેસિલિટી યુએઈ તરફથી આપવામાં આવી છે જે લોકો ટ્રાન્ઝિટ ફ્લાઈટથી આવેલા હતા કે ભાઈ યુકેથી દુબઈ દુબઈથી ઇન્ડિયા આવવું હતું એમને અને ફ્લાઈટો બંધ થઈ એ લોકોને જે એરલાઇન્સ છે અહિંયાની એતિહાદ એરલાઇન્સ છે એમિરેટસ એરલાઇન્સ છે ફ્લાઈ દુબઈ એરલાઇન્સ છે તો આ બધી જે એરલાઇન્સો છે આ બધી એરલાઇન્સો દ્વારા એમને પ્રાઇવેટ હોટલોમાં એ બધા પેસેન્જરોને રાખવામાં આવેલા છે જ્યાં સુધી રિઝ્યુમ ના થઈ જાય ત્યાં સુધી એટલે વાત સાચી છે ફેસિલિટી એમને મળી રહી છે અને સવાલ રહ્યો સેફટીનો તો તમને આગળ કીધું એમ કે તમે પોતાના ઘરમાં રહો તો તમે સેફ જ છો બહાર નીકળો તો પણ તમને એટલી ખાતરી હોય કે આ લોકો ઇન્ટરસેપ્ટ કરી નાખશે ઠીક છે

અમુક ટકા ચાન્સીસ રહેલા હોઈ શકે કદાચ સીધે સીધું તમારા પર ના આવી પડે તો સેફટી રાખીને બહાર નીકળાય બીજું કાઈ નહી વસીમભાઈ ગઈકાલે એક મિત્ર સાથે વાતચીત કરતો હતો દુબઈમાં જ તો મેં એમ કહ્યું કે કોઈ વિડીયો વિડીયો બધા બહાર આવી રહ્યા છે પણ પૂરતા જે રીતે અગાઉ આપણે જોયું યુદ્ધના સ્થિતિ થતી હોય ત્યારે એટલા બધા આવતા હોય પણ દુબઈના એટલા નથી આવતા તો શું કારણ તો મિત્ર એવું કહ્યું કે અહિયા વિડીયો ઉતારવા પર પ્રતિબંધ એટલે આવા વિડીયો ઉતારવા પર પ્રતિબંધ ને શેર કરો તો દંડ થાય ખરેખર આ વાસ્તવિકતા માં શું છે એવું કઈ છે ખરી ત્યાં જો તમે કોઈપણ વસ્તુને શૂટ કરો છો અને તમે અહીંયાથી તમે અપલોડ કરી દો છો અને એ અપલોડ કરવામાં કેટલી સચ્ચાઈ તમે એમાં કેપ્શન શું લખો છો અહીંયા વાત સાચા અને જૂઠાની છે તમે તમે કોઈ વસ્તુને મોડીફાય ના કરી શકો તમે જે વસ્તુ હકીકત છે એ વસ્તુને પહોંચાડો કઈ વાંધો નથી પણ તમે ખોટી રીતે ખોટું રિપોર્ટિંગ કરશો અને જુઓ રાજાશાહી દેશ છે નહી કે અહિયા રિપબ્લિક છે બરાબર અહિંયાં રાજા એમ હુકમ કરી દે કે ભાઈ આ નથી કરવાનું તો પછી નથી કરવાનું એમાં કોઈ ચોઈસીસ નથી સમજો છોને કોઈ ચોઈસીસ નથી કોઈ માનવ અધિકારોની વાતો અહિયા ના થઈ શકે કારણ કે એક ઓથેન્ટિકેટ વાત હોય ને કે ભાઈ આ નથી કરવાનું અમે તમને આટલી ફેસિલિટી આપીએ છીએ તો અમારી વાતને તમે આટલી માનો સિમ્પલ છે એમનું કઈક ઓર્ડરે જાજુ કહેવાનું નથી હોતું અને તમે જ્યારે પણ વસ્તુને શૂટ કરો હા છે પેનલ્ટી રાખી છે એમણેદસ વર્ષ સુધીની સજાનું પણ પ્રાવધાન કર્યું છે એમણે અને એક એક લાખ દિરહમ સુધીની પેનલ્ટી પણ છે અહિયા તમે જો એવા વિડીયો મોકલો છો બીજે અને જેનાથી દેશભરમ થવાના ચાન્સીસ છે અને જેનાથી નુકસાન થાય છે તો સ્વાભાવિક છે કે તમે અત્યારે કોઈપણ માણસો પાસે તમે એમ કહો કે અમને વિડીયો આપો તો કોઈ નહી આપે એટલા માટે નહી આપે કે પહેલી વાત તો એ કે છે નથી પેલી વાત તો તમને મળવું તો જોઈએ ને તમે શું તમે મને કહેશો કે બ્લાસ્ટના વિડીયો નાખો તો બહેરીનથી આવેલા વિડીયો હું તમને ફોરવર્ડ કરી દેશ કે ભાઈ દુબઈ છે કરીને તમે એને ચલવી નાખશો તો આ ક્રાઈમ છે આજે જયંત જયંત દાફડા મારા મિત્ર હોય કદાચ અને તમે મને એમ કહો કે વસીમભાઈ દુબઈથી

મને વિડીયો મોકલો બોમ્બ બ્લાસ્ટ થતા તો એ મારી પાસે ના હોય અને હું બહેરીન કે કતરના મોકલી આપું અને પછી તમે એના ન્યુઝ બનાવો અને પછી તમે એને ટેલીકાસ્ટ કરો આ બધી બીકના કારણે એની ગવર્મેન્ટ કે જ્યારે એવું કઈ છે નથી તમે શાના વિડીયો નાખો છો એટલે ફરતી બને એટલા એના પરો આ સચ્ચાઈ પર નતું જૂઠી રીતે મોડીફાય રીતે ઈઆઈ વિડીયો કરીને અપલોડ કરશો તો ડન છે પણ વસીમભાઈ અત્યારે અહીંયા જ અહીંયા જે મીડિયામાં જે દ્રશ્ય જોવા મળતા હોય છે એટલે સ્વાભાવિક છે કે ત્યાં જે લોકો રહેતા હોય કે એઝ અ ટુરિસ્ટ ગયા હોય કે ત્યાં અત્યારે રહેતા હોય એ લોકોને અહીના જે પરિવારજનો છે એમનામાં તો ખૂબ ચિંતા હોય છે કે એ લોકા જલ્દી પાછા આવી જાય તો તમારી સાથે પણ એવું થયું કે પરિવારવાળા આ બધા ટીવી મીડિયામાં જે સમાચાર આવે છે અને સતત કોન્શિયન્સ ઓન કરતા હોય કે ભઈ શું પરિસ્થિતિ છે કેવી હાલત છે હા દરેકના સાથે હોય કારણ કે છેલ્લે તો આપણે માણસો જ છીએ અને આપણા પરિવાર પણ હોય પણ એમને ખબર છે કે આ અમે જે જર્નલિઝમ કર્યું છે 24 વર્ષ એ બહુ તકલીફોમાં અને બહુ ચેલેન્જિંગ કામો કર્યા છે મેં પણ મારી લાઈફમાં અત્યાર સુધી લીડિંગ બધી ન્યુઝ ચેનલોમાં કામ કરી લીધું છે જી એમને ખબર છે કે મરજીવા જ્યાં પહોંચે ત્યાં ટેન્શન ના હોય અલ્ટીમેટલી પરિવારના લોકો દુઃખી હોતા થતા હોય છે પણ આપણામાં છે કે આપણે રિયાલિટી બતાવીએ અહીંયાના જે અમુક લોકો જે છે સરકાર પાસેથી નાહક મદદ માંગી રહ્યા છે કે ભાઈ અમને અમે અમને તમે તમે મદદ કરો અમને કે ભાઈ અમે ફસાઈ ગયા છે ફસાઈ ગયા છે એવા શબ્દો ના વાપરવા જોઈએ જનરલી હા એટલે ઘણા બધા લોકોના મેં વિડીયો જોયા જે અલગ અલગ જગ્યાએ ત્યાંથી ટુરિસ્ટના પણ છે કે અમે અહીયા આયા હતા એઝ ટુરિસ્ટને અત્યારે ફસાઈ ગયા છે અમને પાછા લઈ જવા પણ આવી ખરેખર જો પરિસ્થિતિ જ ના હોય તો પછી વિડીયોડિયોનો મતલબ શું? ના એવી કોઈ પરિસ્થિતિ નથી ફસાઈ જવાનો મતલબ ક્યારે હોય છે જ્યારે તમે કોઈ જગ્યાએ સ્ટક થઈ ગયા છો

તમને ખાવા પીવાનું બંધ થઈ ગયું છે તમારું હવે તમને ત્રાસ છે એને કહેવાય સ્ટક થઈ જવું તમે હોટલમાં છો સરસ મજાનું જમ્યા છો જમો છો દુબઈમાં ફરવાનું કોઈ પણ જાતની બાંછોડ નથી ફરી શકો છો હરી શકો છો આ છે તે છે તો એવા બધા લોકોને હું કહીશ કે તમે જ્યાં સુધી ફ્લાઈટ સ્ટાર્ટ નથી થઈ જતી ત્યાં સુધી થોડી શાંતિ રાખે કારણ કે રસ્તો તો નીકળશે જ ફ્લાઈટો જ્યારે રઝયુમ થશે ત્યારે ગઈ કાલે પણ દિલ્હી મુંબઈ બે ચાર ફ્લાઈટો અબુધાબીથી રવાના કરવામાં આવી છે અને થોડું વાતાવરણ સારું થઈ જાય આ લોકોનું આ લોકોનું સીટફાયર થઈ જાય કમ્પ્લીટ તો કદાચ ફ્લાઈટો પાછી રાબેતા મુજબ ઉડશે એટલે પેનિક થઈ જાય છે લોકો બધા એકબીજાના પરિવારજનો અમે ઘણી ઘણા મીડિયાના માધ્યમથી અમે ઘણી બધી લીડિંગ ન્યુઝ ચેનલમાં મેં પણ અત્યારે અ ઇન્ટરવ્યુઝ આપ્યા એમાં મેં આ જ વસ્તુ કીધી કે પરિવારજનોને કે ભાઈ સુરક્ષિત સુરક્ષિત દેશમાં છે સુરક્ષિત હાથોમાં છીએ ચિંતા કરવાની જરૂર નથી એ લોકો માણસો પર નથી પડવા દેતા મિસાઈલ અત્યાર સુધી અને ફોરેનર્સ અને ટુરિસ્ટ લોકો જે છે એમની ટોપ પ્રાયોરિટીમાં છે અત્યારે સો વાંધો આવે એમ લાગતું નથી પરિવારજનોને આ ઇન્ડિયાના લોકોને પણ વિનંતી કે એમના પરિવારો જનોને બહુ ચિંતા ના કરે બધું સારું છે જી વસીમભાઈ નવજીવન ન્યુઝ સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ત્યાની પરિસ્થિતિ આગામી દિવસમાં શું હશે તે બાબતને લઈને ફરીવાર પણ આપણે ચર્ચા કરીશું અને અત્યારે જે વિડીયો સામે આવી રહ્યા છે

અને તેને લઈને તમે જે સચ્ચાઈ કીધી ખરેખર એવું નથી એ બદલ પણ ધન્યવાદ કારણ કે ઘણા બધા લોકો પેનિક થઈ રહ્યા છે આવા વિડીયો જોઈને ઘણા બધા લોકોના ત્યાં સ્વજનો છે એઝ એ ટુરિસ્ટ પણ છે અને અત્યારે અને આ બધા વિડીયો જોઈને એ લોકોને પણ ઘણા બધા લોકોના તો બ્લડ પ્રેશર પણ હાઈ થઈ જતા હોય છે જી ધન્યવાદ વસીમભાઈ થેન્ક્યુ તો આ હતી ચર્ચા ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધ દરમિયાન મિડલ ઈસ્ટના બીજા અન્ય દેશો છે ત્યાં પણ હુમલા થઈ રહ્યા છે તેવી વાતો આવી રહી છે તેના વિડીયો આવી રહ્યા છે અને તેને જ લઈને આપણી સાથે આજે ચર્ચા કરવા માટે દુબઈથી પત્રકાર વસીમ મલિક જોડાયા હતા અને જે વિડીયો વાયરલ થઈ રહ્યા હતા તેને લઈને અને ત્યાં ખરેખર પરિસ્થિતિ શું છે તેને લઈને વિગતવાર આપણી સાથે ચર્ચા કરી હતી આ પ્રકારના સમાચાર અને ચર્ચા સાથે ફરી મળતા રહીશું નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન [સંગીત] તો તેને કહીએ જે પીડ પરાઈ [સંગીત] જાણે રે હે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *