આ દ્રશ્ય રાજકોટના એસટી સ્ટેન્ડના છે આમ તો આપણે અનેકવાર એસટીના ડ્રાઇવર કે પછી કંડક્ટરની બબાલ મુસાફર સાથે જોઈ છે પણ આ કયા પ્રકારની બબાલ કે જેમાં ડ્રાઇવર એક મહિલાને બે લાફા જીકી દે છે. મુદ્દો શું હતો? તો તહેવારનું ટાણું છે અને અત્યારે ભીડ ખૂબ હોય એસટીમાં બધા જ પોતાના જ રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જ્યારે ફરવા માટે નીકળતા હોય ત્યારે મોટાભાગે એસટીનો ઉપયોગ કરતા હોયજીએસઆરટીસીમાં જતા હોય અને જીએસઆરટીસીમાં એટલી બધી ભીડ હોય કે કલાકો પહેલા ત્યાં આવીને ઊભું રહેવું પડે બસ આવે તો પછી જગ્યા રોકવા માટે બહુ તળામાર થતી હોય અને એવું જ થયું.
રક્ષાબંધનનો તહેવાર હતો અને રાજકોટથી મોરબી જતી એસટીમાં એક મહિલાને ચડવું હતું બહુ જ ભીડ હતી એટલે મહિલાએ બારીમાંથી પોતાના બાળકને એમાં ચઢાવી દીધો જગ્યા રોકવા માટે ડ્રાઇવરે સ્વાભાવિક રીતના ના પાડી કે તમે આવું ન કરી શકો આ જોખમી છે ડ્રાઇવરે પોતાનું કર્તવ્ય નિભાવ્યું ત્યાં સુધી ઠીક છે પણ પછી એ મહિલા અને ડ્રાઇવર વચ્ચે બબાલની શરૂઆત થઈ પ્લેટફોર્મ નંબર પાંચ પર આ થયું રાજકોટ મોરબી રાજકોટની જે ઇન્ટરસિટી બસ હોય છે એ બસમાં ચડવા જતા એ મહિલા અને ડ્રાઇવર વચ્ચેની બબાલ 15 થી 20 મિનિટ સુધી ચાલી. પ્લેટફોર્મ પર લોકો ભેગા થઈ ગયા જે મુસાફરી કરવા માટે આવેલા હતા એ લોકો પણ ત્યાં હતા. બીજા ડ્રાઇવર કન્ડક્ટર પણ ત્યાં હતા.
ડ્રાઇવરનું નામ નરેન્દ્ર જાડેજા હતું અને મહિલા એનો કાચલો પકડી લીધો. કે તમે મને આવી રીતના કેમ રોકી શકો અને પછી બબાલની શરૂઆત થઈ. બાદમાં એ ડ્રાઇવર એટલા ઉગ્ર થઈ ગયા કે એ મહિલાને એમને બે લાફા મારી દીધા. ડ્રાઇવરની વાત જો ખરેખર સાચી જ છે કે આવી રીતના ન કરવું જોઈએ. એ સ્વાભાવિક રીતના જે કહી રહ્યા હતા એ કેટલું પણ સાચું હોય પણ પછી તમે જ્યારે મહિલાને બે લાફા જીકી દો છો ત્યારે એ બધું જ ભૂલાઈ જાય છે કે તમે કેટલા સાચા અને તમે કેટલા ખોટા અને આ પહેલીવાર બનેલી કોઈ ઘટના નથી એસીના ડ્રાઇવર અને કંડક્ટરની મુસાફરો સાથેની જે બબાલો છે આના પહેલા પણ ખૂબ આવી છે. આ પ્લેટફોર્મ પાસે કોઈ સિક્યુરિટી વાળા ન હતા કોઈ જ એવા લોકો ન હતા કે જે આ બેય લોકોને અલગ કરી શકે કે પછી ઝગડતા રોકી શકે એટલે 15 20 મિનિટ સુધી આ બબાલ ચાલી જેટલા પણ લોકો ત્યાં ભેગા થયા હતા એ બધા લોકોએ રોકવાનો પ્રયાસ કર્યો હશે એવું માની પણ લઈએ છતાં પણ બબાલ લાંબી થઈ અને એક મહિલાને બે લાફા મારી દેવામાં આવ્યા. એ મહિલાએ પણ ઉગ્રતાથી એ ડ્રાઇવરનો કાચલો પકડીને એને ધમકાવ્યો હશે એ બધું જ ઠીક છે.
પણ ડ્રાઇવરે મહિલાને બે લાફા માર્યા એના પછી એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. વિડીયો વાયરલ થયો પછી કામગીરી થઈ વાંકાનેર ડેપોના એ ડ્રાઇવર હતા અને એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે મહિલાને ઘણા બધા લોકોએ ફરિયાદ કરવા માટે કહ્યું પણ મહિલાએ ના પાડી દીધી કે એમને કોઈ પણ પોલીસ ફરિયાદ કરવી નથી. આ દ્રશ્ય બતાવવા અને આ વાર્તા કહેવાની વાત એક જ છે સમાચાર પહોંચાડવાની વાત એક જ છે કે આપણે એવા રાજ્યમાં જીવીએ છીએ જ્યાં ઓલરેડી ખૂબ વધારે તહેવાર વખતે ભીડ થઈ જતી હોય છે
લોકો એમ પણ ઉકડેલા હોય છે નાની નાની બાબતે ખૂબ વધારે ઝગડા કરી લેતા હોય છે પણ ઝગડા એટલા ઉગ્ર બની જાય કે કોઈ મર્યાદા ભૂલી જાય કોઈ બોલવાની ભાષામાં કોઈ સંયમ ન રાખે કોઈ હાથ ઊંચો કરી દે અને તહેવારના દિવસે જ્યારે તમે ક્યાંક સારી જગ્યાએ જવાના હોય ત્યારે આવી બબાલો થાય એક ડ્રાઈવર જે છે એ મહિલા પર હાથ ઉચકી લે એનાથી વધારે ભયાનક શું હોઈ શકે આપણે નાની નાની વસ્તુમાં એટલું બધું ઝગડી લઈએ છીએ નાની નાની બાબતોમાં એટલું બધું ઝગડી લઈએ છીએ કે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે થોડું શાંત પણ રહી શકતા હતા આનો અલગ રીતના આપણે સામનો કરી શકતા હતા પણ એવું થતું નથી. હવે ડ્રાઇવરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે
અને સોશિયલ મીડિયા પર વિડીયો ખૂબ વધારે વાયરલ થઈ રહ્યો છે જે સ્ટેન્ડ અને જે એક્શન લેવાવાના હતા એ તો લેવાઈ ગયા છે આગળ જતા બીજા ડ્રાઇવર કે પછી બીજા મુસાફરો આમાંથી કઈ શીખે એ આશા સાથે નમસ્કાર