ધુરંધર ફિલ્મની સફળતાએ અક્ષય ખન્નાને ફરી એકવાર ચર્ચામાં લઈ આવ્યા છે. આ કારણે તેમની આવનારી ફિલ્મોને લઈને લોકોમાં પહેલેથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 2026માં તેમની ઓછામાં ઓછી પાંચ ફિલ્મો રિલીઝ થવાની શક્યતા છે. તેમાં ધુરંધર 2 અને મહાકાળી ઉપરાંત અજય દેવગન સ્ટારર દૃશ્યમ 3 પણ સામેલ હતી. પરંતુ તાજા અહેવાલો મુજબ અક્ષય ખન્નાએ પોતે જ દૃશ્યમ 3માંથી બહાર થવાનો નિર્ણય લીધો છે.
આ પાછળનું કારણ તેમની ફી અને ડિરેક્ટર સાથેના ક્રિએટિવ મતભેદ જણાવવામાં આવી રહ્યા છે. વર્ષ 2025ની ટોપ ત્રણ સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોમાં અક્ષયની બે ફિલ્મો સામેલ છે. ટોચ પર રહેલી ધુરંધરમાં તેમણે રહેમાન ડાકુનો રોલ કર્યો હતો. જ્યારે ત્રીજા ક્રમે રહેલી છાવામાં તેઓ ઔરંગઝેબના પાત્રમાં નજર આવ્યા હતા. બંને ફિલ્મોમાં તેમના અભિનય અને લુકની ખૂબ પ્રશંસા થઈ હતી. આ જ કારણ દૃશ્યમ 3માંથી તેમના બહાર થવાનું કારણ માનવામાં આવી રહ્યું છે.મની કંટ્રોલના રિપોર્ટ મુજબ અક્ષયને ધુરંધર માટે 50 કરોડ રૂપિયા ફી મળી હતી.
પરંતુ જે પ્રકારનો રિસ્પોન્સ તેમને મળ્યો, તે જોતા તેઓ પોતાની ફી વધારશે એ નક્કી હતું. બોલિવુડ મશીનની એક ખબર અનુસાર, અક્ષયે દૃશ્યમ 3ના હિન્દી વર્ઝનમાં પોતાની ફી વધારવાની માંગ રાખી હતી. આ ફ્રેન્ચાઇઝીમાં તેમનો રોલ ઘણો મહત્વનો છે અને ત્રીજા ભાગમાં તેમના પાત્રને વધુ સ્ક્રીન ટાઈમ મળવાનો હતો. તેથી તેમણે મેકર્સ પાસે વધારો માંગ્યો હતો.
આ ઉપરાંત ફિલ્મમાં તેમના લુકને લઈને પણ મતભેદ હોવાની વાત સામે આવી છે. અક્ષય ઈચ્છતા હતા કે દૃશ્યમ 3માં તેમના લુકમાં થોડો ફેરફાર કરવામાં આવે, પરંતુ મેકર્સ તેમની આ માંગ સ્વીકારવા તૈયાર ન હતા. આ કારણસર અક્ષય ખન્નાએ ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. જોકે બંને પક્ષો વચ્ચે કોઈ મધ્યમ રસ્તો કાઢવાની કોશિશ ચાલી રહી છે, પરંતુ આ અંગે હજી સુધી કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી.ઉલ્લેખનીય છે કે
દૃશ્યમ 3 2 ઑક્ટોબર 2026ના રોજ રિલીઝ થવાની છે. આ દૃશ્યમ ફ્રેન્ચાઇઝીની અંતિમ ફિલ્મ હશે. તાજેતરમાં અભિષેક પાઠકના દિગ્દર્શનમાં તેની શૂટિંગ શરૂ થઈ ગઈ છે. તણુર્મા સ્ટુડિયોઝની આ ફિલ્મમાં અજય દેવગન અને અક્ષય ખન્ના સાથે તબ્બુ, શ્રેયા સરન અને રજત કપૂર પણ ફરી નજર આવશે.આ