Cli

કચ્છી કોયલ ગીતા રબારી પર અમેરિકામાં ડોલરોનો વરસાદ ! 2 કરોડ 25 લાખ રૂપિયા યુક્રેન પીડિતો માટે વાપરવામાં આવશે…

Breaking

ગુજરાતની લોકગાયિકા ગીતાબેન રબારીનું ગુજરાતમાં તો નામ છેજ પરંતુ દેશ તથા વિદેશોમાં પણ એમનું નામ છે ગીતાબેન રબારીએ હાલમાં અમેરિકામાં રહેતા ગુજરાતીઓને પોતાના કંઠે ડોલાવ્યા અમેરિકામાં ગીતાબેન પર 2 કરોડ 25 લાખના ડોલર ત્યાંના ગુજરાતીઓ એ ઉડાડ્યા હતા પરંતુ જણાવી દઈએ.

અમેરિકામાં કરેલ આ પ્રોગ્રામ સેવાકીય પ્રવૃત્તિ માટે કર્યો હતો કારણ કે યુક્રેન અને રશિયા વચ્ચે જે યુ!દ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ઘણા લોકો ઘરવિહોણા થયા હતા બધું વેર વિખેર થઈ ગયું હતું યુક્રેનમાં વસતા ભારતીયોને નરેન્દ્ર મોદીની સરકારે પ્લેન વડે હેમખેમ ઘરે પહોંચાડ્યા હતા અને સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી હતી.

તેનાથી પ્રેરતી થઈને ગુજરાતના પટેલ સમાજ જેઓ અમેરિકામાં વસે છે જેમાંથી ચન્દ્રકાંતભાઈ પટેલ ઝેનભાઈ પટેલ અને ભાવનાબેન મોદીએ ગાયિકા ગીતાબેન સાથે અમેરિકામાં ભવ્ય સંતવાણી અને લોકડાયરાનું આયોજન કર્યું હતું ગુજરાતી સમાજ તથા ભૂરિયાઓ પણ મન મૂકીને નાચ્યાં હતા અને ત્યાં પાઉન્ડનો વરસાદ થયો હતો.

જણાવી દઈએ અહીં ગીતાબેન પર લગભગ 3 લાખ ડોલર એટલે કે ભારતીય રૂપિયામાં 2 કરોડ અને 25 લાખ રૂપિયા જેને યુક્રેન યુ!દ્ધમાં બેહાલ થયેલા લોકો માટે વાપરવામાં આવશે ખરેખર ધન્ય કહેવાય ગુજરાતી સમાજને કે જેમણે સેવાકીય પ્રવૃત્તિ માટે પૈસા એકઠા કરીને લોકોની મદદ કરી રહ્યા છે મિત્રો ગુજરાતી ભાઈઓ ની પ્રવૃત્તિ પસંદ આવી હોય તો પોસ્ટ શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *