અત્યાર સુધી તમે કરોડપતિ માણસો જોયા હશે પરંતુ કુતરાઓ કરોડપતિ હોય તો જી જી હા સાંભળીને તમને થોડું અજીબ લાગશે પરંતુ આ બિલકુલ સાચું છે. આ ગામમાં 20 વીઘા રોડ ટચ જમીન છે તે કુતરાઓના નામે છે અને એ જમીનનો ભાવ આજે કરોડોમાં બોલાય છે. તમને સવાલ થતો હશે કે આટલી બધી જમીન કુતરાઓના નામે કોણે કરી હશે?
નમસ્કાર આપની સાથે હું મમતા ગઢવી અને જાહો જલાલી ભોગવતા આ કરોડપતિ કુતરાઓની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. સામાન્ય રીતે તમે કોઈને બોલતા સાંભળ્યા હશે કે ભાઈ એને તો રોડ ટચ વીઘા જમીન છે. પરંતુ કોઈ એમ કહે કે અહીંના કુતરાઓના નામે રોડ ટચ 20 વીઘા જમીન છે તો જી હા આજે એક એવા જ ગામથી આપને રૂબરૂ કરાવવા છે જ્યાં માણસો તો ઠીક પણ કુતરાઓ પણ જાહો જલાલી ભોગવી રહ્યા છે.
અમે વાત કરી રહ્યા છીએ બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં આવેલા પુષ્કલ ગામની. આ ગામ પૈસા ટકે આમ તો સુખી ગામ છે અહીંના મોટા ભાગના લોકો પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા છે પરંતુ મજાની વાત તો એ છે કે આ ગામના સ્વાન પણ શ્રીમંત છે. અહીંના કુતરાઓ કઈ સામાન્ય કુતરાઓ નથી પરંતુ તે બધા કરોડપતિ કુતરાઓ છે. તમે પુષ્કલ ગામમાં પ્રવેશ કરશો ત્યાં તમને 20 વીઘા જમીન દેખાશે. રોડ ટચ આ જમીનની કિંમત આજેપાંચ કરોડથી વધારે છે અને તે જમીનના માલિક છે પુષ્કલ ગામના કુતરાઓ. હવે તમે કહેતા હશો કે આ બધું તો ઠીક પણ આ જમીન કુતરાઓના નામે કોણે કરી એ તો જણાવો તો આપને જણાવી દઈએ કે વર્ષો પહેલા નવાબો જ્યારે રાજ કરતા હતા ત્યારે પાઘડી તરીકે આ જમીન છે તેહી ગામ લોકોને ભેટમાં આપી હતી.
આ ગામ પહેલેથી દયા ભાવનામાં છે તે માનનારું ગામ હોવાને કારણે ગામના વડવાઓને વિચાર આવ્યો હતો કે આપણે તો ગમે ત્યાંથી મહેનત કરીને પેટ ભરી લઈશું પરંતુ આ રખડતા સ્વાનનું શું બાદમાં બધા ગામ લોકો છે તે એકઠા થાય છે અને નક્કી કરે છે કે આપણે અહીંના શ્વાનો માટે કંઈક કરવું પડશે ત્યારે નવાબોએ જે જમીન આપી હતી તે રોડ ટચ 20 વીઘા જેટલી જમીન છે તે શ્વાનના નામે કરી દેવામાં આવે છે. બદલાતા સમય સાથે આ જે જમીનના ભાવ છે તે આસમાને પહોંચ્યા છે. ત્યારે આ જમીનની કિંમતની વાત કરીએ તો આ જમીનના 1 વીઘાના 25 લાખ આસપાસ કિંમત બોલાઈ રહી છે. એટલે કે આ 20 વીઘા જમીનની કિંમત અંદાજે 5 કરોડની આસપાસ છે.
આ ગામમાં જે જમીન સ્વાન માટે રાખવામાં આવી છે તે જમીનમાં ચોમાસા દરમિયાન અને બાદમાં આજુબાજુના ખેતરમાંથી પાણી લઈને પાક ઉગાળવામાં આવે છે. અને તે પાકમાંથી જે પણ ઉપજ મળે તે ઉપજના પૈસા સ્વાન માટે મૂકી રાખવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ ગામમાં થતા નાના મોટા પ્રસંગમાં સ્વાન માટે મિષ્ઠાન પણ બનાવવામાં આવે છે. ત્યારે આ અંગે ગામ લોકોનું શું કહેવું છે તે સાંભળીએ. હાલ કુતરાઓના ખોરાક બનાવવા માટેના તમામ મોટા વાસણો પણ ગામ લોકોએ ભેગા થઈને ખરીદી રાખ્યા છે. પુષ્કલ ગામના લોકોમાં પહેલેથી સ્વાન પ્રત્યે છે તે દયાભાવના છે તે જોવા મળી રહી છે.
અંદાજીત આ ગામમાં 300 થી વધારે ઘર છે અને તેમાં વારા મુજબ એક એક દિવસના 5 થી 10 કિલો લોટના બાજરાના રોટલા છે તે સ્વાન માટે બનાવવામાં આવે છે. રોજે રોજ એક એક ઘર આખું વર્ષ અવિરત આવી જ રીતે ઘરના લોકો સાથે સ્વાન માટે પણ ભોજન બનાવે છે એટલે કે રખડતા શવાનને અહીં ભરપેટ ભોજન પણ મળી રહે છે.
ગામ લોકોનું આંગે કહેવું છે કે આ જમીનમાં હાલ પાક વાવવામાં આવે છે અને જે પણ પાકની ઉપજ થાય તે ગામના કુતરાઓ માટે વાપરવામાં આવે છે. કુતરાઓની સેવા કરવી એ પુષ્કલ ગામના માણસોને જાણે વારસામાં જ મળી છે. કુતરાઓને ભરપેટ પૂજન આપવું એ આ ગામની પરંપરા છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે રખડતા સ્વાન છે તે ભોજન માટે અહીં ત્યાં રજરપાટ કરતા હોય છે. તેની વચ્ચે પુષ્કલ ગામના લોકોએ આ સ્વાન માટે સુંદર એવી વ્યવસ્થા કરી છે. ગામ વચોવચ સ્વાનને ખાવા આપવા માટે લોખંડનું પાંજરું છે
તે બનાવવામાં આવ્યું છે અને તેની ફરતે છે તે જાળી બાંધવામાં આવી છે જેથી જ્યારે પણ અહીંના સ્વાનની ઈચ્છા હોય ત્યારે તેઓ જાળીની અંદરથી પોતાનો ખોરાક છે તે મેળવી શકે છે. આ વ્યવસ્થાને લઈને ગામ લોકોનું કહેવું છે કે આ પરંપરા અમારા બાપ દાદાઓ વખતથી ચાલી આવે છે ગામમાં કોઈ તહેવાર હોય ત્યારે તમામ લોકો સાથે મળીને શ્વાન માટે શીરો બનાવે છે ઘણી વખત લાડુ અને મીઠાઈ જેવી વાનગીઓ પણ બનાવવામાં આવે છે. ત્યારે જીવદયા માટે અગ્રેસર આ ગામ છે તે અનેક લોકો માટે પ્રેરણારૂપ છે આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું જ ફરી કઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર