આ દુનિયામાં ઘણા માણસો એવા જોવા મળશે જેઓ તમને મોટા મોટા સપના બતાવીને તમારો ફાયદો ઉઠાવવાની કોશિશ કરશે એવામાં બોલીવુડમાં કેટલીક નામ!ચીન અભિનેત્રીઓ કાસ્ટીંગ કાઉંચનો શિકાર થઈ ચુકી છે પરંતુ મશહૂર ડાન્સર અને એક્ટર નોરા ફતેહી સાથે કંઈક અલગ જ થયું.
નોરા ફતેહીએ કરીના કપૂરના જાહેર શો વાઈટ વિમેન વાંટ પર પોતાના કરિયરથી જોડાયેલ કિસ્સા સેર કર્યા હતા આ દરમિયાન નોરાએ એ વાતનો પણ ખુલાસો કર્યો કે એકવાર તેને એક કાસ્ટીંગ ડાયરેક્ટર ઘરે બોલાવીને બહુ બોલ્યા ત્યારે તેને એટલું ખોટું લાગ્યું કે ભારત છોડવાનો ફેંસલો કરી લીધો હતો.
નોરા એ સમયે કેનેડાથી ઓળખ બનાવવા માટે ભારત આવી હતી ત્યારે નોરા દેશમાં કોઈને જાણતી ન હતી પોતાના શરૂઆતના દિવસોમાં તેને એ કાસ્ટીંગ ડાયરેક્ટરથી થઈ હતી એ મુલાકાતનો અનુભવ બહુ ખરાબ થયો હતો આ દરમિયાન નોરાએ અનુભવને જણાવતા કહ્યું એક કાસ્ટીંગ લેડી ડાયરેક્ટર હતી જયારે તે ભારત આવ્યાના કેટલાક મહિના બાદ મળી હતી.
તેણે મને એ સમયે એવો અનુભવ કરાવ્યોકે મારુ બેગ પેક કરીને ભારત છોડવા માટે તૈયાર થઈ ગઈ હતી તેણે મને કહ્યું તમારા જેવા ઘણા લોકો છે અમારી ઇન્ડસ્ટ્રીઝ તમારા જેવા લોકોથી કંટાળી ગઈછે તે મારા પર જોરથી બોલી રહી હતી અને કહી રહી હતી તારામાં ટેલેન્ટ નથી તમારા માટે જગ્યા નથી એટલું કહેતા નોરા ભાવુક થઈ ગઈ હતી.