દીપિકા પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે, કારણ કે તે લાંબા સમયથી ગંભીર બિમારી સામે લડી રહી છે. રૂહાનની મમ્મી અને અભિનેત્રી દીપિકા કક્કડની પીડા ઓછી થતી નથી.
એક પછી એક મુશ્કેલીઓ વચ્ચે શોએબ ઇબ્રાહિમની પત્ની દીપિકા ભાવનાત્મક રીતે તૂટી પડી છે. નાના પડદા પર સિમરના પાત્રથી પ્રખ્યાત થયેલી દીપિકા હાલમાં પોતાની હેલ્થને લઈને સંઘર્ષ કરી રહી છે.હાલમાં દીપિકા પોતાના પરિવાર અને પતિ શોએબ સાથે સમય વિતાવી રહી છે,
પરંતુ આ દરમિયાન એક નવો આઘાત પણ આવ્યો છે. દીપિકા પર સોશ્યલ મીડિયા પર ઘણો હેટ અને નફરત વરસાઈ રહી છે, જેનાથી તે માનસિક અને લાગણીશીલ રીતે બહુ પરેશાન થઈ ગઈ છે. પોતાના તાજા બ્લોગમાં દીપિકાએ ખુલ્લેઆમ કહ્યું કે તેને સતત ખરાબ કમેન્ટ્સનો સામનો કરવો પડે છે.હકીકતમાં દીપિકાના ક્લોથિંગ બ્રાન્ડ “લેબલ DKI”ને લઈને અનેક લોકો ટ્રોલ કરી રહ્યા છે. પરંતુ શોએબે દીપિકાનો સપોર્ટ કર્યો અને કહ્યું કે ખરાબ કમેન્ટ્સનો અર્થ એ નથી કે દીપિકા પોતાના સપનાઓને અટકાવશે. દીપિકા આગળ કહે છે –
“હું પણ એક માનવી છું, આવી વસ્તુઓ વાંચીને હિંમત તૂટી જાય છે. પરંતુ કેટલાક લોકો સકારાત્મક રીતે પ્રશ્ન પણ કરે છે કે નવા પ્રોડક્ટ ક્યારે લૉન્ચ કરશે. એમાંથી જ મને પ્રેરણા મળે છે કે વધુ સારું કામ કરું.”દીપિકાએ પોતાના ફેન્સને હેલ્થ અપડેટ પણ આપ્યું. તેમણે જણાવ્યું કે ટ્રીટમેન્ટના સાઇડ ઇફેક્ટ્સને કારણે શારીરિક અને માનસિક રીતે ઘણું સહન કરવું પડે છે. તેમણે કહ્યું – “આજે આખો દિવસ આરામ કર્યો, કારણ કે ખૂબ જ થાક લાગતો હતો. હવે ટ્રીટમેન્ટના સાઇડ ઇફેક્ટ્સની આદત પડી ગઈ છે, પણ વાળ ખરવાનું બહુ ડરાવે છે.
સ્નાન કર્યા પછી હું 10-15 મિનિટ ચૂપચાપ બેસી જાઉં છું, કોઈ સાથે વાત નથી કરતી, કારણ કે વાળ ખરતા જોવું મારા માટે સૌથી ભયાનક છે.”હાલમાં તેમના ટ્યૂમર, માર્ક્સ અને લિવર ફંકશન (LFT) રિપોર્ટ સામાન્ય આવ્યા છે, જે રાહતની વાત છે. છતાં, હેટ અને નફરતનો સામનો કરવો દીપિકા માટે બહુ પડકારજનક સાબિત થઈ રહ્યો છે. પોતાના બ્લોગમાં તેમણે ટ્રોલર્સને અપીલ કરી છે કે આવા વર્તનથી દૂર રહે.—