એ સત્ય છે કે આખા બ્રહ્માંડમાં પ્યાર-મોહબ્બત કરતાં વધારે સુંદર બીજી કોઈ વસ્તુ નથી, પરંતુ જ્યારે વાત બગડી જાય ત્યારે ઇતિહાસનાં પાનાં ખૂલીને સામે આવે છે અને પ્રેમની નિષ્ફળતાનાં પીડાદાયક પરિણામોની હજારો કહાણીઓ યાદ કરાવે છે.એક જમાનાના બે મહાન કલાકારો દિલીપકુમાર અને મધુબાલાના અજોડ પ્રેમની એ હૃદયદ્રાવક દાસ્તાંની યાદ આવે છે જેનું છેલ્લું પાનું એક અદાલતની કાર્યવાહીમાં લખાયું.આ વાત કંઈક 64-65 વર્ષ જૂની છે. નિર્દેશક રામ દરયાનીની ફિલ્મ ‘તરાના’ (1957) માટે દિલીપકુમારને હીરો અને મધુબાલાને હીરોઇન તરીકે સાઇન કરાયાં હતાં. હીરો-હીરોઇન જેવાં એકબીજાંની સામે આવ્યાં, તો બસ જાદુ થઈ ગયો.
બોલીવુડના સુવર્ણ યુગની પ્રિય અભિનેત્રી મુમતાઝે તેની નજીકની મિત્ર મધુબાલાના પ્રેમ જીવન વિશે એક હૃદયદ્રાવક સત્ય જાહેર કર્યું છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, તેણીએ શેર કર્યું કે કેવી રીતે મધુબાલાનો દિલીપ કુમાર સાથેનો સંબંધ કોર્ટ કેસને કારણે નહીં, પરંતુ અભિનેત્રીને કહેવામાં આવ્યું હતું કે તેણીને બાળકો નથી થઈ શકતા તેના કારણે સમાપ્ત થયો.
આ ફિલ્મમાં લતા મંગેશકર અને તલત મહમૂદનું એક યુગલગીત આ જાદુને કંઈક આ રીતે વર્ણવે છે, ‘નૈન મિલે નૈન હુએ બાવરે, ચૈન કહાં મોહે સજન સાંવરે’. આ દિલીપકુમાર-મધુબાલાના પ્રેમની શરૂઆત હતી.કહેવાય છે, આ શરૂઆતમાં ગુલાબના એક ફૂલની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા હતી.મધુબાલાએ એ જમાનામાં પ્રેમના પ્રચલિત સાધન ‘ચબરખી’ની સાથે આ ગુલાબ દિલીપકુમારને તેમના મેક-અપ રૂમમાં મોકલ્યું હતું.ચબરખી પર લખ્યું હતું, ‘જો તમને મારી સાથેના પ્રેમનો એકરાર હોય, તો આ ગુલાબનો સ્વીકાર કરશો’. દિલીપકુમારના ચહેરા પર સ્મિત રેલાયું અને ગુલાબ પોતાના હાથમાં લઈ લીધું.મધુબાલાના સ્વભાવમાં જબરજસ્ત રોમૅન્ટિસિઝમ અને ચંચળતાનો એક ગજબનો મેળ હતો; અને હોય પણ કેમ નહીં; મધુબાલાનો જન્મ થયો હતો 14 ફેબ્રુઆરી 1933એ, અને એ હતો દુનિયાભરના પ્રેમીઓના ઉત્સવનો દિવસ, ‘વેલેન્ટાઇન ડે’.
જ્યારે આ સિલસિલો શરૂ થયો ત્યારે મધુબાલાની ઉંમર માંડ 17 વરસની હતી. આ 17 વરસની ઉંમર સુધી પહોંચતાં પહેલાં મધુબાલા કમાલ અમરોહી અને પ્રેમનાથની સાથે ઇશ્કમાં પડી ચૂક્યાં હતાં.કિશોરાવસ્થાની અણસમજમાં થયેલા નિષ્ફળ પ્રેમની આ દુર્ઘટનાઓમાંથી પસાર થયેલાં મધુબાલા આ વખતે આ સંબંધ માટે ખૂબ જ ગંભીર હતાં. આ પ્રેમમાં તેઓ દીવાનગીની હદ સુધી આસક્ત હતાં.આ પ્રેમની પહેલ ભલે મધુબાલાએ કરી હોય, પરંતુ દિલીપકુમારની દીવાનગી પણ કોઈ રીતે ઓછી નહોતી.તેમના માટે મધુબાલા વગરનો એક દિવસ પણ પસાર કરવો લગભગ અશક્ય થઈ ગયો હતો.સ્થિતિ એવી હતી કે પોતાની ફિલ્મનું શૂટિંગ છોડી-છોડીને તેઓ ત્યાં પહોંચી જતા જ્યાં મધુબાલાનું શૂટિંગ ચાલતું હોય.મધુબાલાના પિતા અતાઉલ્લાખાન ખૂબ જ કડક સ્વભાવના માણસ હતા. તેઓ હંમેશાં પોતાની પુત્રી પર સચેત નજર રાખતા હતા.ફિલ્મી દુનિયાનાં તમામ પુરુષપાત્રો તેમના માટે શંકાના ઘેરાવામાં હતા.દિલીપકુમાર પણ એ ઘેરાવામાંથી બાકાત નહોતા, તેમ છતાં વાત એટલે સુધી પહોંચી ગઈ કે સંબંધને એક ઔપચારિક નામ આપી શકાય.
કિશોરાવસ્થાની અણસમજમાં થયેલા નિષ્ફળ પ્રેમની આ દુર્ઘટનાઓમાંથી પસાર થયેલાં મધુબાલા આ વખતે આ સંબંધ માટે ખૂબ જ ગંભીર હતાં. આ પ્રેમમાં તેઓ દીવાનગીની હદ સુધી આસક્ત હતાં.આ પ્રેમની પહેલ ભલે મધુબાલાએ કરી હોય, પરંતુ દિલીપકુમારની દીવાનગી પણ કોઈ રીતે ઓછી નહોતી.તેમના માટે મધુબાલા વગરનો એક દિવસ પણ પસાર કરવો લગભગ અશક્ય થઈ ગયો હતો.સ્થિતિ એવી હતી કે પોતાની ફિલ્મનું શૂટિંગ છોડી-છોડીને તેઓ ત્યાં પહોંચી જતા જ્યાં મધુબાલાનું શૂટિંગ ચાલતું હોય.મધુબાલાના પિતા અતાઉલ્લાખાન ખૂબ જ કડક સ્વભાવના માણસ હતા. તેઓ હંમેશાં પોતાની પુત્રી પર સચેત નજર રાખતા હતા.ફિલ્મી દુનિયાનાં તમામ પુરુષપાત્રો તેમના માટે શંકાના ઘેરાવામાં હતા.દિલીપકુમાર પણ એ ઘેરાવામાંથી બાકાત નહોતા, તેમ છતાં વાત એટલે સુધી પહોંચી ગઈ કે સંબંધને એક ઔપચારિક નામ આપી શકાય.
મધુબાલાની બહેન અનુસાર, તેમની સગાઈ પણ થઈ ગઈ. દિલીપકુમારનાં મોટાં બહેન સકીનાઆપા રિવાજ પ્રમાણે ચૂંદડી લઈને મધુબાલાના ઘરે પણ પહોંચ્યાં હતાં, પરંતુ આખરે એક દિવસ વાત બગડી ગઈ.આ જોડીએ ‘તરાના’ પછી 1952માં ‘સંગદિલ’ અને 1954માં ‘અમર’માં સાથે લીડ રોલ ભજવ્યા હતા.કે આસિફની ‘મુગલ-એ-આઝમ’ રિલીઝ ભલે 1960માં થઈ, પરંતુ તેનું શૂટિંગ 50ના દાયકાથી જ ચાલતું હતું.આ ફિલ્મોનાં શૂટિંગ દરમિયાન જ દિલ્પીકુમારના મનમાં અતાઉલ્લાખાન માટે એક વિચિત્ર પ્રકારના અણગમાની લાગણી જન્મી ચૂકી હતી.તેનું કારણ હતું ખાનસાહેબની મધુબાલાના જીવનમાં ડગલે ને પગલે દખલગીરી. શૂટિંગ દરમિયાન પણ તેમની દખલગીરીથી ડાયરેક્ટર પરેશાન થઈ જતા હતા.કે આસિફ તો ખાનસાહેબથી એટલા હેરાન થઈ ગયા હતા કે તેમને સેટથી દૂર રાખવા માટે પોતાના એક પીઆરઓ મિત્ર તારક ગાંધીની મદદ લીધી અને ખાનસાહેબને તીન પત્તાંની રમતમાં વ્યસ્ત કરી દીધા જેનો તેમને ખૂબ ચસકો હતો.
દિવસે સેટ પર દિલીપકુમાર-મધુબાલા વચ્ચે સલીમ-અનારકલીના ખૂબ જ રોમૅન્ટિક સીન શૂટ થવાના હતા. મધુબાલાનું જીવનચરિત્ર લખનાર પત્રકાર મોહનદીપ અનુસાર, ‘આસિફે 25 હજાર રૂપિયા આપીને ગાંધીને કહ્યું – ‘જીતવા દો સાલા ને’.હકીકત એ છે કે આ રમતના વિજેતા આસિફ જ રહ્યા, જેમણે એ દિવસે પોતાને ગમતી રીતે રોમૅન્ટિક સીન શૂટ કરી લીધા અને અતાઉલ્લાખાન જુગારમાં જીતેલી નોટ ગણતા રહ્યા.દિલીપકુમારને આ બધા પ્રતિબંધો અને ખાનસાહેબની આદતો સહેજે ગમતાં નહોતાં.તેમણે મધુબાલાને સ્પષ્ટ કહી દીધું હતું કે લગ્ન માટે તેમણે ફિલ્મોમાં કામ કરવાનું તો છોડવું જ પડશે, પરંતુ તેની સાથે પોતાના પિતા સાથેના બધા સંબંધો તોડવા પડશે.મધુબાલાને પોતાના પિતાની કઠોરતા છતાં તેમના માટે ખૂબ પ્રેમ હતો.જે મુશ્કેલીઓ સાથે તેમણે પોતાનો પરિવાર સંભાળ્યો હતો, તે કારણે તે તેમને ખૂબ આદર-સન્માન આપતાં હતાં.આ જ બાબતને લઈને આ બે પ્રેમીઓમાં ઘણી વાર ઝઘડાની સ્થિતિ ઊભી થતી હતી