સુપરસ્ટાર ધર્મેન્દ્રની તબિયતમાં સુધારો આવતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ડોક્ટરોએ જણાવ્યું છે કે હવે તેમનો આગળનો ઈલાજ ઘરે જ કરવામાં આવશે.
સમગ્ર દેશમાં ધર્મેન્દ્રના સારું સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થનાઓનો માહોલ જોવા મળી રહ્યો છે.આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે લોકોને ભાવુક કરી દે છે. આ વીડિયો ધર્મેન્દ્રના એક જબરા ફેનનો છે. વીડિયોમાં ફેન ધર્મેન્દ્ર માટે પ્રાર્થના કરતા નજરે પડે છે.
તે ખૂબ જ ભાવુક બનીને રડતો પણ જોવા મળે છે. તેના હાથમાં ધર્મેન્દ્રની તસવીર અને એક ફ્લેક્સ છે, જેમાં લખેલું છે — “હે ઈશ્વર, કૃપા કરીને ધર્મજીને જલ્દી સારાં કરી દો.”વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે આ ફેનની આંખોમાં ધર્મેન્દ્ર પ્રત્યેનો પ્રેમ અને લાગણી છલકાઈ રહી છે. માત્ર
આ એક વ્યક્તિ જ નહીં, પણ દેશભરમાં અનેક લોકો ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.હાલ તમે આ વીડિયો વિશે શું કહેવા માંગો છો? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવો. આવી વધુ અપડેટ્સ માટે ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વીડિયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલશો.