ધર્મેન્દ્રથી અલગ રહે છે તેમની સગી દીકરીઓ. અજીતાે અમેરિકાને પસંદ કર્યું છે તો વિજેતાએ દિલ્હીમાં પોતાનું ઘર વસાવ્યું છે. પ્રકાશ કૌરની દીકરીઓએ બોલિવૂડથી દુર રહેવાનું પસંદ કર્યું. તેમને ગ્લેમર જગત પસંદ ન આવ્યું. સુપરસ્ટાર પિતા અને ભાઈઓથી અલગ પોતાનો માર્ગ બનાવ્યો. ચકાચૌંધથી દૂર રહીને પોતાની રીતે કામ કરે છે.
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે. 12 નવેમ્બરે તેમને મુંબઈના બ્રિચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારથી ધર્મેન્દ્રનો ઈલાજ અને દેખરેખ ઘરે જ થઈ રહી છે. આ દરમિયાન ધર્મેન્દ્રની દરેક અપડેટ જાણવા માટે ફેન્સ ખૂબ ઉત્સુક છે. ખાસ કરીને તેમની દીકરીઓ વિશે. અહીં ઈશા અને અહાના નહીં, પરંતુ અજીતા અને વિજેતાની વાત છે.
જેમ કે બધા જાણે છે, ધર્મેન્દ્રે બે લગ્ન કર્યા છે. પ્રથમ પત્ની પ્રકાશ કૌરથી તેમને ચાર સંતાનો છે — સની, બોબી, અજીતા અને વિજેતા. અને બીજી પત્ની હેમા માલિનીથી બે દીકરીઓ છે — ઈશા અને અહાના. સની, બોબી, ઈશા અને અહાના વિશે તો સૌને ખબર છે, પરંતુ અજીતા અને વિજેતા વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. કહેવામાં આવે છે કે બંને પોતાના પિતા થી દૂર, એક અમેરિકા અને બીજી દિલ્હીમાં રહે છે.
સુપરસ્ટાર ધર્મેન્દ્રની દીકરીઓ અજીતા અને વિજેતા વિશે હવે બધું જાણીએ. બંને બહેને ગ્લેમર, શોખ અને પ્રસિદ્ધિથી દૂર એક શાંત જીવન પસંદ કર્યું છે. તેમની માતા પ્રકાશ કૌરની જેમ જ તેઓ મીડિયાથી દૂર રહે છે અને ઓછું જ જાહેરમાં દેખાય છે.
1954માં પ્રકાશ કૌર સાથે લગ્ન પછી ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશે 19 વર્ષની ઉંમરે અજીતાને જન્મ આપ્યો હતો. રિપોર્ટ મુજબ અજીતા અમેરિકા માં રહે છે અને સાઇકોલોજીની પ્રોફેસર છે. તેઓ તેમના પતિ કિરણ ચૌધરી, જે ભારતીય મૂળના અમેરિકન ડેન્ટિસ્ટ છે, તેમના સાથે વર્ષોથી વિદેશમાં રહે છે. અજીતાની બે દીકરીઓ છે — નિકિતા અને પ્રિયંકા ચૌધરી.
ધર્મેન્દ્ર અને પ્રકાશની બીજી દીકરી વિજેતા પોતાના પતિ વિવેક ગિલ અને તેમના પરિવાર સાથે દિલ્હીમાં રહે છે. મીડિયા રિપોર્ટ મુજબ તેઓ રાજકમલ હોલ્ડિંગ્સ એન્ડ ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડની ડિરેક્ટર છે. ધર્મેન્દ્રે પોતાના પ્રોડક્શન હાઉસનું નામ પણ વિજેતા પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ રાખ્યું છે.
એક જાણીતા ફિલ્મી પરિવાર સાથે જોડાયેલા હોવા છતાં બંને બહેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર એક સામાન્ય જીવન પસંદ કર્યું છે. બીજી તરફ ધર્મેન્દ્ર અને પ્રકાશના પુત્રો સની દેઓલ અને બોબી દેઓલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો અને પોતાના પિતાની જેમ નામ અને પ્રસિદ્ધિ બંને કમાવી.
પરિવારની ત્રીજી પેઢીની વાત કરીએ તો સનીના પુત્ર કરણ દેઓલે પણ ફિલ્મોમાં એન્ટ્રી કરી છે અને ‘પલ પલ દિલ કે પાસ’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. તેમણે પોતની લાંબા સમયની મિત્ર દશા આચાર્ય સાથે લગ્ન કર્યા છે, જે જાણીતા અને દિગ્ગજ ફિલ્