બોબી દેઓલને પિતા ધર્મેન્દ્રની યાદ આવી રહી છે. પળે પળે લાડલો દીકરો વ્યથિત દેખાઈ રહ્યો છે. ધર્મેન્દ્રના નિધન બાદ અભિનેતા પિતાની એક ખાસ વસ્તુનો ઉપયોગ કરી રહ્યા છે. દીકરાને જોઈને ચાહકોને પણ ધર્મેન્દ્રની યાદ આવી ગઈ.
આ ખાસ વસ્તુ પહેરીને બોબી દેઓલે પિતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી છે. વાયરલ તસવીર જોઈને ફેન્સ પણ ભાવુક થઈ ગયા છે.દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના લાડલા પુત્ર અને બોલિવૂડ એક્ટર બોબી દેઓલની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીર જોયા બાદ ફેન્સ ખુબજ ભાવુક નજરે પડી રહ્યા છે.
બોબીને જોઈને ચાહકોને તરત જ ધર્મેન્દ્રની યાદ આવી ગઈ અને તેમની આંખો ભીની થઈ ગઈ. જેમ કે સૌ કોઈ જાણે છે તેમ સુપરસ્ટાર ધર્મેન્દ્રનું 24 નવેમ્બરે નિધન થયું હતું. ત્યારબાદ 27 નવેમ્બરે સની દેઓલ અને તેમના પરિવારે ધર્મેન્દ્ર માટે પ્રેયર મીટનું આયોજન કર્યું હતું. તેમાં સલમાન ખાન, શાહરુખ ખાન સહિત અનેક જાણીતા ચહેરાઓ હાજર રહ્યા હતા.ફેન્સ માટે ધર્મેન્દ્રના 90મા જન્મદિવસના દિવસે સની દેઓલ અને બોબી દેઓલે એક મીટનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ ધર્મેન્દ્રના જુહુ સ્થિત બંગલામાં રાખવામાં આવ્યો હતો.
તેમાં સની અને બોબી ઉપરાંત સમગ્ર પરિવાર સામેલ થયો હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક તસવીર સામે આવી છે જેમાં બોબી દેઓલ પિતા ધર્મેન્દ્રની શર્ટ પહેરેલા જોવા મળે છે. બોબીને ધર્મજીની જૂની શર્ટ પહેરેલી જોઈને ફેન્સ ખૂબ ભાવુક થઈ ગયા છે અને પિતાને ટ્રિબ્યુટ આપવાનો આ અંદાજ તેમને ખુબજ પસંદ આવ્યો છે.
આ તસવીરમાં એક તરફ ધર્મેન્દ્રની તસવીર છે જેમાં તેમણે એ જ શર્ટ પહેરેલી છે અને બીજી તરફ બોબી દેઓલ એ જ શર્ટ પહેરીને પોઝ આપતા દેખાય છે. ધર્મેન્દ્રના ચહેરા પર ઉત્સાહ જોવા મળે છે જ્યારે બોબીની આંખોમાં આંસુ દેખાઈ રહ્યા છે. આ તસવીર જોઈને ફેન્સની લાગણીઓ પણ બહાર આવી રહી છે.
એક યુઝરે લખ્યું ધર્મજીની યાદ આવી ગઈ. બીજા યુઝરે લખ્યું બોબીની એટલી ઉંમર થઈ ગઈ ખબર જ ન પડી.ધર્મેન્દ્રની આ વાયરલ શર્ટ વિશે વાત કરીએ તો આ ઓરેન્જ રંગની શર્ટ પર બ્લુ અને યેલો કલરની લાઈનિંગ જોવા મળે છે. બે ખિસ્સા અને સફેદ બટન સાથે આ શર્ટ એક વિન્ટેજ લુક આપે છે.
આ સાથે બોબી દેઓલનું એક જૂનું ઇન્ટરવ્યૂ પણ વાયરલ થઈ રહ્યું છે. જેમાં બોબીએ કહ્યું હતું કે તેમને માતા પિતાને વૃદ્ધ થતા જોવાનો ડર લાગે છે અને તેઓ સમયને અટકાવી દેવાની ઇચ્છા રાખે છે. બોબીએ પોતાના પિતાના સ્વભાવ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમના પિતા ખૂબ જ સારા અને સમજદાર છે. તેઓ જેને પણ મળે તેને ખાસ અનુભવ કરાવે છે. પિતા પ્રત્યેનો પ્રેમ બોબીના દરેક શબ્દમાં ઝળહળી ઊઠે છે અને આ વાયરલ તસવીરમાં પણ બાપ દીકરાનો ખાસ બોન્ડ સ્પષ્ટ રીતે દેખાય છે.