Cli

89 વર્ષના ધર્મેન્દ્રએ આ રીતે મોતને માત આપી. આ એક વસ્તુ બની તેમની સંજીવની બુટી !

Uncategorized

-ક્યારેક જિમ તો ક્યારેક વોટર એક્સરસાઈઝ. 89 વર્ષના ધર્મેન્દ્રએ આ રીતે મોતને માત આપી. આ એક વસ્તુ બની તેમની સંજીવની બુટી. એક્ટરના ફિટ રહેવાની રીત હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

દિગ્ગજ અભિનેતા હવે હોસ્પિટલમાંથી ઘરે આવી ગયા છે અને તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે.ફેન્સ પણ હવે હીમેનની જીવનશૈલી અપનાવી રહ્યા છે. ધર્મેન્દ્રએ ફરી એકવાર સાબિત કરી દીધું કે તેમને બૉલીવૂડનો હીમેન કેમ કહેવામાં આવે છે. 89 વર્ષની ઉંમરે મોતને હાર આપી ઘરે પરત ફર્યા છે અને હાલ સતત સુધારા સાથે આગળ વધી રહ્યા છે.આ વચ્ચે ધર્મેન્દ્રની સોશિયલ મીડિયા પોસ્ટ પણ ઘણાં વાયરલ થઈ રહ્યા છે. એથી એક વાત સ્પષ્ટ થશે કે તેમની એક્ટિવ લાઇફસ્ટાઇલ જ તેમના માટે સંજીવની બુટી બની ગઈ છે. તો આવો, વિલંબ કર્યા વગર જાણીએ આખી વાત વિગતે.ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે આવી ગયા છે.

થોડાં દિવસોથી તેઓ બિમાર હોવાથી મુંબઈની બ્રિજ કૅન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. દરમિયાન ઘણી અફવાઓ ફેલાઈ કે તેમની હાલત નાજુક છે અને તેઓ વેન્ટિલેટર પર છે. જોકે હવે ડૉક્ટર અને પરિવારજનો એ સ્પષ્ટ કરી દીધું છે કે ધર્મેન્દ્ર સંપૂર્ણ રીતે ઠીક છે.89 વર્ષની ઉંમરે પણ તેઓ એટલા ફિટ કેવી રીતે છે? તેનું કારણ છે તેમની એક્ટિવ લાઇફસ્ટાઇલ.અભિનેતા વર્ષોથી નિયમિત કસરત અને ફિઝિયોથેરાપી કરતા રહ્યા છે. તેઓ પોતાની ફિટનેસથી યુવાનોને પણ ટક્કર આપે છે. અને હા, તેઓ પોતાના ફિટનેસના રહસ્ય ક્યારેય છુપાવતા નથી. જિમમાં કરેલી મહેનત હોય કે ફિઝિયમોનો વિડિયો – તેઓ બધું સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.એક વખત તેમણે ફિઝિઓથેરાપી કરતી વખતેનો વિડિયો શેર કર્યો હતો જેમાં ધર્મેન્દ્ર જિમમાં બેઠેલા જોવા મળે છે અને એનર્જીથી ભરપૂર દેખાય છે. બીજા વીડિયોમાં ડૉક્ટર તેમને ફિઝિઓ થેરાપી કરાવતા નજરે પડે છે. ધર્મેન્દ્ર બેડ પર લટાર મારે છે

અને ફિઝિયોથેરાપિસ્ટ ફૂટ સ્ટ્રેચર સ્ટ્રેપથી તેમના પગને હલનચલન કરાવે છે. કઠિન વર્કઆઉટ હોવા છતાં ધર્મેન્દ્ર ધ્યાન અને શક્તિ સાથે બધા મૂવમેન્ટ પૂર્ણ કરે છે.તે ઉપરાંત તેઓ સ્વિમિંગ પૂલમાં પણ કસરત કરતા જોવા મળે છે. ટી-શર્ટ અને પોતાની ખાસ ટોપી પહેરીને એક બોલનો સહારો લઈ પાણીમાં વર્કઆઉટ કરે છે. આ કસરત કરતા સમયે તેઓ ખૂબ ખુશ દેખાય છે

.કસરત જેટલું જ તેઓ પોતાની ડાયેટનું પણ ખાસ ધ્યાન રાખે છે. લોનાવાળા ખાતે આવેલા તેમના 100 એકરનાં ફાર્મહાઉસમાં ઉગાડેલી ઑર્ગેનિક શાકભાજી અને ફળો જ તેઓ પોતાના ભોજનમાં સમાવેશ કરે છે. કોઇપણ પ્રકારનું અનહેલ્ધી ફૂડ તેઓ નહીતાં ખાતા.રિપોર્ટ્સ મુજબ તેઓ મોટાભાગનો સમય આ ફાર્મહાઉસમાં જ વિતાવે છે, જ્યાં તેમને ખુલ્લી હવા અને કુદરતની નજીક રહેવાનો મોકો મળે છે.તેમની આ જીવનશૈલી જ 89 વર્ષની ઉંમરે તેમના માટે સાચી સંજીવની બુટી સાબિત થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *