બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું અવસાન થઈ ગયું છે. 89 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતાં અને તેમનું બ્રેચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ત્યારબાદ તેમને ઘરે લઈ આવ્યા હતા.માહિતી મુજબ, ધર્મેન્દ્રનો અંતિમ સંસ્કાર મુંબઈના વિલે-પાર્લે શ્મશાન ઘાટ પર કરવામાં આવ્યો છે.
અંતિમ સંસ્કાર દરમિયાન તેમને મુખાગ્નિ તેમના મોટા પુત્ર સની દેઓલે આપી હતી. ધર્મેન્દ્રના આખા પરિવારજનો અહીં હાજર રહ્યા હતા.ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિની પણ સફેદ કપડાંમાં શ્મશાન ઘાટ પર પહોંચી હતી. તેમની દીકરી ઈશા દેઓલ પણ ખૂબ દુઃખી હાલતમાં જોવા મળી હતી. ઈશા દેઓલ ચહેરો દુપટ્ટાથી ઢાંકી ને પહોંચી હતી, અને તેમની તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
થોડા સમય પહેલા ધર્મેન્દ્રના અવસાન વિષે ખોટી અફવાઓ ફેલાઈ હતી, ત્યારે ઈશા દેઓલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોકોને લતાડી પણ હતી.ધર્મેન્દ્રને અંતિમ વિદાય આપવા માટે અનેક સેલેબ્રિટીઝ શ્મશાન ઘાટ પર પહોંચ્યા હતા, જેમ કે આમિર ખાન, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન સહિત અન્ય ઘણા કલાકારો.ફિલ્હાલ આ માહિતી એટલી જ.