અંતિમ દર્શનથી અળગા રખાયેલા ચાહકોને ખંડાલાના ફાર્મહાઉસમાં ‘હી-મેન’ના વારસાને જોવાની તક અપાશેહિન્દી સિનેમાના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રનું 24 નવેમ્બરે નિધન થયું. ગત બુધવારે હરિદ્વારમાં તેમના અસ્થિઓનું વિસર્જન કરાયું હતું.
8 ડિસેમ્બરે એક્ટરનો 90મોં જન્મદિવસ આવશે. ત્યારે તેમના બંને દીકરા સની અને બોબી દેઓલ સહિત આખો પરિવાર ખાસ તૈયારીઓ કરી રહ્યો છે. બંને દીકરાઓએ ‘હી-મેન’ના ચાહકો સાથે પિતાનો જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું છે.
ખંડાલાના ફાર્મહાઉસના દરવાજા ચાહકો માટે ખોલાશે’હિન્દુસ્તાન ટાઇમ્સ’ના અહેવાલ મુજબ, સની અને બોબી દેઓલ અને પરિવારના બાકી સભ્યોએ ધર્મેન્દ્રનો 90મોં જન્મદિવસ તેમના વારસાને શ્રદ્ધાંજલિ આપવાના રૂપમાં ઉજવવાનો નિર્ણય લીધો છે. પરિવાર તેમના ખંડાલા સ્થિત ફાર્મહાઉસ જશે. પરિવારે ચાહકો માટે ફાર્મહાઉસના દરવાજા ખોલવાનો નિર્ણય લીધો છે.
પિતાના વારસાનું સન્માન કરાશે’હિન્દુસ્તાન ટાઇમ્સે’ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, સની અને બોબીએ પોતાના પિતાની સ્મૃતિ અને વારસાનું સન્માન કરવા માટે તેમના ફાર્મહાઉસ જવાનો નિર્ણય લીધો છે. તેમણે અનુભવ્યું છે કે, ઘણા ચાહકો ધર્મેન્દ્રને છેલ્લી વાર મળવા અને અંતિમ દર્શન કરવા ઇચ્છતા હતા. તેથી જે ચાહકો શ્રદ્ધાંજલિ આપવા ઇચ્છે છે
અને પરિવારને મળવા માંગે છે, તેમના માટે ફાર્મહાઉસના દરવાજા ખોલવાનો નિર્ણય લીધો છે.સૂત્રોએ જણાવ્યું છે કે, ‘કોઈ ઇવેન્ટ કે કોઈ કાર્યક્રમ આયોજિત નહીં કરાય પરંતુ જે લોકો તેમના પિતાના વારસાનું સન્માન કરવા ઇચ્છે છે, તેમને ફાર્મહાઉસમાં આવવા દેવામાં આવશે. ઉપરાંત ટ્રાન્સપોર્ટ માટે પણ તેઓ વિચાર કરી રહ્યા છે, કારણ કે ફાર્મહાઉસનો રસ્તો દરેકને મળી શકે તેમ નથી. જોકે, આમાં કેટલા લોકો સામેલ થશે, તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.