સાઉથના લોકપ્રિય એક્ટર રજનીકાન્તના ભૂતપૂર્વ જમાઈ અને અભિનેતા ધનુષ તથા તેમની મેનેજમેન્ટ ટીમ પર ગંભીર આરોપો લાગ્યા છે. આ આરોપો અભિનેત્રી માન્યા આનંદે લગાવ્યા છે. માન્યા આનંદે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે ફિલ્મ સંબંધિત કામ માટે તેમની મુલાકાત શ્રેયસ નામના વ્યક્તિ સાથે થઈ હતી. તેણે પોતાને ધનુષનો મેનેજર તરીકે ઓળખાવ્યો હતો.
શ્રેયસે માન્યાને એક પ્રોજેક્ટ ઓફર કર્યો અને કહ્યું કે આ ફિલ્મમાં ધનુષ સ્વયં કામ કરી રહ્યા છે. પરંતુ સાથે જ તેણે એક “કમિટમેન્ટ” કરવાની વાત કહી. તેણે સંકેત આપ્યો કે ફિલ્મ માટે “એડજસ્ટમેન્ટ” કરવું પડશે. માન્યાએ આ ઓફરનો ઈનકાર કરી દીધો. તેમણે સ્પષ્ટ કહ્યું કે હું એક આર્ટિસ્ટ છું –
મને કામ આપો અને તેનું પેમેન્ટ આપો, પરંતુ કોઈપણ પ્રકારની એડજસ્ટમેન્ટ કે કમિટમેન્ટ હું કરતી નથી.માન્યાના જણાવ્યા મુજબ, ઈનકાર બાદ પણ શ્રેયસ તેમ પર દબાણ કરતો રહ્યો. તેણે માન્યાને અહીં સુધી કહી દીધું કે જો ધનુષ સાર માટે એડજસ્ટમેન્ટ કે કાસ્ટિંગ કાઉચ કરવું પડે તો પણ તમે ના કહેશો? ઉપરાંત, શ્રેયસે વન્ડર બાર ફિલ્મ્સ – ધનુષની પ્રોડક્શન કંપની –નું ઓફિસ એડ્રેસ પણ મોકલ્યું અને ત્યાં જઈને મળવા કહ્યું. ધનુષની ફિલ્મની સ્ક્રિપ્ટ પણ તેને મોકલી.
પરંતુ માન્યાએ સ્ક્રિપ્ટ વાંચી નહીં અને શ્રેયસને કોઈ જવાબ આપ્યો નહીં.તેમનો કહેવાનો મતલબ એ છે કે મોટી ફિલ્મોમાં મોટા કલાકારોના મેનેજર્સ જ ઘણીવાર આવા ગંદા કામોમાં પિમ્પ તરીકે કામ કરતા હોય છે. આ એક ખૂબ જ ચોંકાવનારો ખુલાસો છે. હાલ માન્યાના આ આરોપો પર ન તો ધનુષ અને ન તો તેમના મેનેજર શ્રેયસ તરફથી કોઈ પ્રતિસાદ આવ્યો છે.ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ વિશે બહુ ચર્ચાઓ થાય છે, પરંતુ તે વાસ્તવમાં કેવી રીતે ચાલે છે તે માન્યાની આ કહાની પરથી સ્પષ્ટ થાય છે.