મોરે મોરા કેસમાં દેવાયત ખબરને જામીન મળી ગઈ છે અત્યાર સુધી આપણે જે સાંભળ્યું કે રોણા રોણાની રીતે અને એ રોણા હવે જેલમાં ફિટ છે એ હવે જામીન મુક્ત થઈ ગયા છે એમના સહિત બીજા જે સાત લોકો હતા જેના ઉપર આરોપ હતા એ બધાને જામીન મળી ગઈ છે ગઈ કાલે વેરાવળ કોર્ટમાં 7ા વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી ત્યાં હતા પોલીસે સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા જે કોર્ટે ના મંજૂર કરી અને 15,000 રૂપિયા જે હોય એમાં જામીન મુક્ત કર્યા છે એમને એટલે દેવાયત ખવડ એ જામીન મુક્ત થઈ ગયા છે કોર્ટમાં ગઈ કાલે શું થયું એની વિસ્તારથી વાત કરીશું
નમસ્કાર આપની સાથે હું છું પાયલ સનાથલમાં એક કાર્યક્રમ હોય એ કાર્યક્રમમાં દેવાયત ખવડ પહોંચે નહીં એ ન પહોંચે એના પછી જે આયોજકો હોય એમાંથી એક માણસ અને બીજા ઘણા બધા લોકો હોય એ આમને સામને આવી જાય દેવાયત ખવડ સામે ઘણા બધા લોકોના આક્ષેપો સાથે જ એ મોરે મોરાની ગેમ હોય દેવાયત ખવડ ચેલેન્જ આપે કે મોરે મોરા ભટકાડવા આવી જાજો હું કોઈનાથી બિયાતો નથી અને એના પછી ધ્રુવરાજસિંહ પર હુમલો થવો હુમલામાં દેવાયત ખવડનું હોવું ધ્રુવરાજસિંહના એવા આક્ષેપો કે દેવાયત ખવડ અને એના માણસોએ મારી ગાડીને ટક્કર મારી મને જે ખાડો હતો એમાં ધકેલી દીધો અને મને
ઈજા એટલે જ થઈ છે એટલે મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. દેવાયત ખબડ પણ એવું કહેવા માટે રેડી કે હુમલો તો મેં જ કર્યો છે પણ મોરે મોરાની ગેમ પછી એ તરત છુપાઈ ગયા ફાર્મ હાઉસમાં જઈને બેઠા અને પછી પોલીસ એમના ફાર્મ હાઉસથી એમની ધરપકડ કરી બીજા જેટલા સાત લોકો હતા એના ઉપર પણ આ જ આક્ષેપ હતા હુમલાના એ બધા જ લોકો હવે જામીન મુક્ત થઈ ગયા છે. ગઈ કાલે વેરાવળ કોર્ટમાંસાત વાગ્યાથી કાર્યવાહી શરૂ થઈ હતી 10 વાગ્યા સુધી એ ચાલી હતી. બંને પક્ષોની જે દલીલ હતી એના વિશે પણ વાત કરવી છે આ સુનવણી સરકારી વકીલે આરોપીના રિમાન્ડ માટે જોરદાર દલીલો કરી કારણ કે પોલીસે સાત
દિવસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જો કે આરોપીઓના વકીલ એસજે વિરરાએ પોલીસની આ માંગ સામે કડક વાંધો ઉઠાવ્યો એટલે જે દેવાયત ખવડ અને એની સાથેના જે સાથીદારો હતા એમના જે વકીલ હતા એમણે આનો વિરોધ ઉઠાવ્યો તેમણે જણાવ્યું કે આરોપીની ધરપકડના કારણો અંગે તેમને જાણ કરવામાં આવી નથી જે આર્ટિકલ 22બી નું ઉલ્લંઘન છે. વકીલ વીરરાએ પોતાની દલીલોને મજબૂત બનાવવા માટે સુપ્રીમ કોર્ટના કેટલાક મહત્વના ચુકાદાઓ રજૂ કર્યા તેમણે રિમાન્ડ અરજી પર સુનવણી સામે વાંધો લીધો અને આરોપીઓને જામીન મુક્ત કરવાની દલીલ કરી બાદમાં 9ને 45 ની આસપાસ ચુકાદો
આવ્યો અને કોર્ટે દેવાયત ખવડના રિમાન્ડ જે છે એ નામંજૂર કરી દીધા. કેસમાં બીજા જે સાત લોકો હતા એ બધાને પણ જામીન મળી ગઈ છે તમામ તલાલા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા એટલે આ કાર્યવાહી પતી એના પછી જ્યારે 151 અંતર્ગત અટકાયતી પગલાની કાર્યવાહી કરવામાં આવશે એટલે જે અટકાયત એમની કરી હતી એ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવી એમના નિવેદનોને બધું તો લઈ લેવામાં આવ્યું છે. પોલીસે સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા જે કોર્ટેના મંજૂર કર્યા છે. હવે દેવાયત ખવડ અને એમની સાથેના જે બીજા સાત લોકો હતા એ બધા જામીન મુક્ત થઈ ગયા છે અત્યાર સુધી
સૌરાષ્ટ્રમાં જે કલાકારો એકબીજા સામે આવી ગયા હોય કે પછી બોલવાનું થઈ ગયું હોય એવા બધા જ લોકો સામે મોરે મોરા આવવાની વાત હતી મોરે મોરા આવવાની વાત તો કરી દેવાયત ખવડે પણ તરત એના પછી એ છુપાઈ પણ ગયા એ છુપાયા એના પછી એમને સંભવિત રીતના વકીલ સાથે ડીલ કરી હશે કે આ કેસમાં આગળ શું થઈ શકે એના પછી એની ધરપકડ અને પછી કોર્ટમાં જયારે રજૂ કરવામાં આવ્યા સાત દિવસના રિમાન્ડ ના મંજૂર થઈ ગયા છે. હવે દેવાયત ખવડ જ્યારે બહાર આવ્યા છે ત્યારે એ શું આ કેસમાં નવો નિવેદન નવું નિવેદન આપે છે ધ્રુવરાજસિંહએ જેટલા પણ આક્ષેપો લગાવ્યા છે એની સામે
દેવાયત ખબરનો પક્ષ શું છે.