Cli

ડાયરાના કલાકાર દેવાયત ખવડ અને પોલીસનું સ્નેહમિલન, શું હવે પોલીસનું કામ પણ માત્ર મનોરંજન પૂરતું જ?

Uncategorized

ડાયરા કલાકાર દેવાયત ખવડ અને વિવાદો એકબીજાની સાથે સંકળાયેલા છે. ગુનાખોરીની સાથે જાણે એમનું નામ હવે સંકળાઈ ગયું હોય એ પ્રકારના દ્રશ્યો એ પ્રકારની ચર્ચાઓ સતત સામે આવે છે. એમના ડાયરામાંથી ડાયલોગ બોલતા નજરે પડે છે કે રાણો રાણાની રીતે અને હવે ફરી પાછો રાણો જેલના સળિયા પાછળ ગયો છે. જામીન રદ્દ થતા ફરી પાછા ગુરુવારે અડધી રાત્રે ડાયરાના કલાકાર તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજર થયા. પણ જે દ્રશ્યો સામે આવ્યા એ ખાખી વરદી પર સવાલ કરી ગયા આ એક અલાર્મિંગ પરિસ્થિતિ પણ છે પોલીસ કર્મચારીઓ માટે ગુજરાતની જનતા માટે પણ વાતકરીશું

એ પરિસ્થિતિ વિશે નમસ્કાર આપની સાથે હું સેજલ ગુરુવારે રાત્રે 12 વાગ્યે ડાયરાના કલાકાર દેવાયત ખવડ જાણે પોતે સિંઘમ હોય એમ સરેન્ડર કરી રહ્યા છે અને એમના સરેન્ડરમાં જાણે પોલીસ કર્મચારીઓ સ્વાગતમાં હોય એવા એવા દ્રશ્યો સામે આવ્યા અને પોલીસ સ્ટેશનમાં પણ જો વિડીયો ન બનતો હોત તો દેવાયત ખબરના સ્વાગત માટેની પૂરેપૂરી તૈયારીઓ કરી દેવાઈ હતી પણ આ તો સોશિયલ મીડિયાનો જમાનો છે. વિડીયો બનતો હતો એ ધ્યાનમાં આવ્યું એટલે પોલીસ કર્મચારીએ સંયમ જાળવી રાખ્યો પણ પોલીસ સ્ટેશનમાં જાણે દેવાયત ખબરના સ્વાગતની તૈયારી હોય એવા દ્રશ્યો તો કેદ થઈ ગયા કેમેરામાં

.આણંદના સિંઘમ પીએસઆઇનો વિડીયો તમને યાદ હશે. પહેલા એક વિડીયો વાયરલ થયો જેમાં પીએસઆઈ કહી રહ્યા છે કે બાયરાને શું ખબર પડે વિરોધ કરવા જઈ રહેલા લોકોને અટકાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ખબરદાર જો આ લાઈનની આગળ કોઈ આવ્યું તો પછી એમનો બીજો વિડીયો વાયરલ થયો જેમાં એ આરોપી પોલીસ સ્ટેશનમાં

લોકઅપમાં હતો સામાન્ય માણસની જેમ સામાન્ય રીતે ચાલીને લોકઅપમાંથી બહાર આવી રહ્યો હતો અને પછી કાનમાં સિંઘમ સાહેબ કંઈક ફૂક મારે છે અને આરોપીના હાલચાલ બદલાઈ જાય છે. એ રેતસરનો લંગડાતા ચાલવા મંડે છે પોલીસ સ્ટેશનમાં આરોપી સાથે સાઠગાંઠના તો આવા અનેક દ્રશ્યો તમે જોયા હશે પણ દેવાયત ખબરના જે દ્રશ્યો અત્યારે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ કંઈક અલગ સૂચન કરી રહ્યા છે દેવાયત ખબડ જ્યારે પોલીસ સ્ટેશનમાં હાજર થયા ત્યારે કથિત રીતે એક પોલીસ કર્મચારી ઊભા થયા બધા જ પોલીસ કર્મચારીઓ ઊભા થયા અને એમાંથી એક પોલીસ કર્મચારી એમને ગળે મળ્યા ખબર પડી કે વિડીયો ચાલુ છે એટલે એમને ધક્કો પણ મારી દીધો પોલીસ અને આરોપી વચ્ચે ગમે એટલી મિત્રતા હોય તો પણ પોલીસ સ્ટેશનની મર્યાદા ધ્યાનમાં રાખવી પડે. કેટલાક પોલીસ કર્મચારીઓ દેવાયત ખવડને જાણે વર્ષો પછી મળેલા મિત્રની જેમ ગડે વળતા હોય

એવી રીતેએમની સાથે જોવા મળ્યા. બીજી બાજુ દેવાયત ખવડ એમણે પોતે ગુનો આચર્યો છે કે એમણે પોતે કંઈ ખોટું કર્યું છે એવા અફસોસને બદલે બિંદાસ રીતે જાણે સિંઘમ હોય એના રોલમાં હોય એવી રીતે સરેન્ડર કરતા જોવા મળ્યા. સરેન્ડર સમયે આરોપી ન હોય એવું દેખાયું અને આખરે કેમ દેવાયત ખવરનું પોલીસ સ્ટેશનમાં કોઈ મોટા માણસની જેમ સ્વાગત કરાયું એક આરોપી સાથે આવો સ્નેહ ભર્યો મિલાપ કેમ થયો આવું વાગતા સ્વાગતા કેમ થઈ એવા સવાલો થયા જુઓ ડાયરાનો કલાકાર છે કાયદાની કોર્ટમાં કે કાયદાની નજરમાં રિમાન્ડ મંજૂર થયા છે એના અને એના કારણે એના જામીન ના મંજૂર થવાને કારણે રિમાન્ડપર છે અને પછી એ આરોપીની જેમ એની પૂછપરજ કરવાની છે અને પોલીસ કર્મચારીને ગળે મળી રહ્યા છે.

સામાન્ય રીતે કાયદો બધા માટે સરખો હોય ને આપણે ત્યાં એવું નથી ગુજરાતમાં આરોપીને જોઈને કાયદો નક્કી થતો હોય છે કે આરોપીને જોઈને કાયદાનો અમલ પણ થતો હોય છે. આ જ પ્રકારના ગુનામાં ધારાસભ્ય તો હજુ એ જેલમાં છે કોઈ ગુનાની તરફેણ કે વ્યક્તિની તરફેણ નથી કરી રહી પણ તફાવત જોવાની વાત છે. પોલીસ પણ એ જ છે નર્મદામાં પણ એ જ ખાખી પહેરી છે ગીરસોમનાથમાં પણ એ જ ખાખીદારી પોલીસ છે પણ આરોપીને જોઈને કાયદાની મર્યાદા નક્કી થતી હોય છે. આરોપી દેવાયત ખવડના સરેન્ડરમાં પણસ્વાગત થાય છે સિંગમ સ્ટાઇલમાં એ રોફ જમાવીને હાજર થાય છે અને જાણે એવું એ કહી રહ્યા છે

આ દ્રશ્યોથી એમની હાલચાલથી કે હું ગમે એ કરીશ મારું કોઈ કશું જ ઉખાડી લેવાનું નથી. આ થાય છે કેમ જો વિડીયો ન બન્યો હોત તો પોલીસ સ્ટેશનની અંદર જે દ્રશ્યો સર્જાયા હોત એ દ્રશ્યોના કારણે આપણને આવા દ્રશ્યો જોવા મળે છે. દેવાયત ખવર તાલાડા પોલીસ સ્ટેશનમાં હાજર થયા એએસઆઈ અને પીઆઈના રાઈટર હેમંત સોલંકી એમને ગળે લગાવે છે ને એટલે જ પોલીસની કામગીરી પર સવાલ અને ખાખી પર સવાલ થાય છે. પ્રશ્ન એ પણ થાય છે કે ઘટના બન્યા પછી પોલીસ કોઈ આરોપીને પકડી પણ લે તો શું કાયદાનો ડર એલોકોને લાગી શકે? અથવા એ લોકોને લાગે છે ખરા અને આવા હજારો લોકો જેને ફોલો કરતા હોય એવા લોકોની પોલીસ સ્ટેશનમાં આગતા સ્વાગતા જોઈને શું ખરેખર ગુનાખોરીની માનસિકતામાં પરિવર્તન આવશે કે

જે લોકો વિચારી રહ્યા છે ગુનો કરવાનું એમાં કોઈ પરિવર્તન આવશે અથવા તો તમે આરોપીના વરગોળા કાઢો કે સરગસ કાઢો પણ આવા એક તરફ દ્રશ્યો પણ તમે દેખાડો છો તો શું એનાથી પરિવર્તન આવશે ખરા સમાજમાં કે સમાજમાં ગુનાખોરીની માનસિકતા ધરાવતા લોકોમાં લોક મનોરંજનનું કામ ડાયરાના કલાકારનું છે એને શિક્ષણ આપવાનું કામ ડાયરાના કલાકારનું છે પણ એ પોતે ભૂલી ગયા છે પણ અહીંયા તો પોલીસકર્મચારીઓએ હવે લોક મનોરંજનના દિશામાં જઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે

. આપણે કહીએ ગુજરાત સૌથી સુરક્ષિત શહેર છે જ સુરક્ષિત શહેરમાં પોલીસ સ્ટેશનથી 100 ડગલા દૂર એક ઘાતકી હત્યા થઈ જાય ગેંગો બનીને શહેરોમાં ફરે સુરત હોય અમદાવાદ હોય વડોદરા હોય શહેરોને બાનમાં લઈ લે સામાન્યમાં સામાન્ય નિયમનું પાલન રાજ્યની પોલીસ જનતા પાસે કરાવી નથી શકતી એ સલામત અને સુરક્ષિત ગુજરાતમાંથી આવતા આવા દ્રશ્યો ચિંતાજનક તો ચોક્કસથી છે તમને શું લાગે છે આ દ્રશ્યો પર એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ નમસ્કાર નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *