Cli

ડીલેવરી બોયે બચાવ્યો એક મહિલાનો જીવ!

Uncategorized

ડિલિવરી બોયઝ સામાન્ય રીતે તમારા ઘેર સામાન પહોંચાડે છે, પરંતુ એક ડિલિવરી બોયે એવું કાર્ય કર્યું છે કે તેણે માત્ર ખુશી જ નહીં, પણ એક માણસની જિંદગી પણ બચાવી છે.આ ઘટના તમિલનાડુની છે. એક બ્લિંકિટ ડિલિવરી બોયને એક ઓર્ડર મળે છે, જેમાં ત્રણ રેટ પોઇઝન મંગાવવામાં આવ્યા હતા. એડ્રેસ મળતાં જ ડિલિવરી બોય તે ત્રણ રેટ પોઇઝનના પેકેટ લઈને આપેલા સરનામે પહોંચે છે. દરવાજાની ડોરબેલ વગાડતા જ અંદરથી એક મહિલા બહાર આવે છે.

તે મહિલા રડી રહી હતી અને સ્પષ્ટ રીતે ડિપ્રેશનમાં દેખાતી હતી.આ સ્થિતિ જોઈને ડિલિવરી બોયને શંકા ગઈ કે આ રેટ પોઇઝન ઉંદરો માટે નહીં, પરંતુ કદાચ મહિલા આત્મહત્યા કરવા માટે મંગાવી રહી હોય. આ જોખમને સમજીને ડિલિવરી બોયે તે પોઇઝન ડિલિવર કરવાનો ઇનકાર કર્યો. તે પોઇઝન લઈને ત્યાં સુધી તો પહોંચી ગયો હતો અને સામે ઓર્ડર કરનાર મહિલા પણ ઊભી હતી,

પરંતુ ત્યાં જ ઊભા ઊભા તેણે ઓર્ડર કેન્સલ કરી દીધો અને રેટ પોઇઝન પોતાના સાથે પાછો લઈ ગયો.પછી ડિલિવરી બોયે આ સમગ્ર ઘટના પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી. તેણે લખ્યું કે મારી પાસે ત્રણ રેટ પોઇઝનનો ઓર્ડર આવ્યો હતો. હું એડ્રેસ પર પહોંચ્યો ત્યારે એક મહિલા રડી રહી હતી. મેં તેને કહ્યું કે હું આ સ્થિતિમાં તમને પોઇઝન આપી શકતો નથી. જીવનમાં જે કંઈ પણ પરિસ્થિતિ હોય, આત્મહત્યા ન કરો. મેં તેને પૂછ્યું કે શું આ પોઇઝન આત્મહત્યા માટે મંગાવ્યું છે.

મહિલાએ ના પાડી, પરંતુ ડિલિવરી બોયે કહ્યું કે જો ઉંદરો માટે જ પોઇઝન જોઈએ હોત તો સાંજે પણ મંગાવી શકાત. મોડા રાત્રે આ ઓર્ડર કેમ કર્યો. કોઈપણ સ્થિતિમાં હું તમને આ પોઇઝન આપી શકતો નથી.ડિલિવરી બોયે મહિલાને સમજાવી, તેને હિંમત આપી અને અંતે ઓર્ડર કેન્સલ કરીને પોઇઝન સાથે પાછો ફર્યો. તેણે કહ્યું કે મને લાગે છે કે આજે મેં એક ખૂબ મોટું કામ કર્યું છે.

ડિલિવરી બોયની આ કહાની હાલમાં ખૂબ વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ ઘટના માનવતાની એક જીવંત મિસાલ બની છે, જ્યાં એક ડિલિવરી બોયે માત્ર ઓર્ડર પહોંચાડવાને બદલે સામે ઊભેલા વ્યક્તિની સ્થિતિને સમજીને યોગ્ય નિર્ણય લીધો અને એક મહિલાની જિંદગી બચાવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *