Cli

દિલ્હીમાં બનેલ દુર્ઘટના પાછળ કોણ જવાબદાર છે? પોલીસ કમિશનરે કર્યો મોટો ખુલાસો

Uncategorized

આજે સાંજે લગભગ 6:52 વાગ્યે અહીં લાલબત્તી નજીક એક ધીમે ચાલતી ગાડી લાલબત્તી પાસે આવીને અટકી ત્યારે તેમાં વિસ્ફોટ થયો હતો. તે સમયે ગાડીમાં મુસાફરો હાજર હતા અને આ વિસ્ફોટના કારણે આસપાસની અન્ય ગાડીઓને પણ નુકસાન થયું છે.જ્યારે જ આ ઘટના અંગે માહિતી મળી, ત્યારે તરત જ બધી એજન્સીઓ —

દિલ્હી પોલીસ, FSL, NIA અને NSGની ટીમો — અહીં પહોંચી ગઈ છે અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે.આ વિસ્ફોટ અંગે દરેક રીતે તપાસ ચાલી રહી છે અને જલ્દી જ તેની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવશે.આ ઘટનામાં કેટલાક લોકોને ઇજા પહોંચી છે અને કેટલાકનાં મોત પણ થયાં છે.

હાલ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને ચોક્કસ આંકડા થોડા સમયમાં જાહેર કરવામાં આવશે.પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ગૃહમંત્રીશ્રીને પણ નિયમિત રીતે માહિતી આપવામાં આવી રહી છે. આગળ જેમ જેમ તપાસ આગળ વધશે, તેમ તેમ મળેલા પરિણામો અંગે જનતાને જાણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *