હાલમાં ટીવી અને બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં ભલે ફિલ્મ બાબતે કોઈ સારા સમાચાર સામે ન આવતા હોય પરંતુ હાલમાં બંને ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા કલાકારોના ઘરમાં ખુશીઓ પગલા કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
હજી થોડા દિવસ પહેલા જ બોલીવુડ અભિનેત્રી સના ખાને એક દીકરાને જન્મ આપી ચાહકો પાસેથી શુભકામનાઓ મેળવી છે.ત્યાં તો ફરી એક ટીવી અભિનેત્રીએ પણ દીકરાને જન્મ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
કલર્સ ચેનલ પર પ્રસારિત થતી સિરિયલ સસુરાલ સિમર કા દ્વારા ઘર ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી દીપિકા કક્કરે થોડા દિવસ પહેલા જ દીકરાને જન્મ આપ્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર દીપિકાએ ૨૧ જૂને એક દીકરાને જન્મ આપ્યો હતો.
જો કે દીકરો પ્રી મેચ્યોર હોવાને કારણે છેલ્લા ૨૦ દિવસથી તેની સારવાર કરવામાં આવી રહી હતી. હાલમાં જ દીપિકાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.હાલમાં દીપિકા અને પતિ શોએબ ઈબ્રાહિમનો બાળક સાથેનો એક વીડિયો સામે આવ્યો છે.
જેમાં માતાપિતા બાળકને લઈ હોસ્પિટલમાંથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં દીપિકા એકદમ સામાન્ય કુર્તીમાં પતિ સાથે જોવા મળી રહી છે.તો શોએબ પણ દીકરાને ખૂબ સાવચેતીથી હાથમાં લઈ પત્ની સાથે ચાલતા જોવા મળી રહ્યા છે.
જો કે આ બંનેને જોતા જ હોસ્પિટલ બહાર મીડિયાની ભીડ ઉમટી હતી. જે બાદ દીપિકાએ શાંતિથી આવકાર આપ્યો હતો અને કારમાં બેસી ગઈ હતી.