આદિ અનાદિકાળથી આપણે કૃષિપ્રધાન દેશ કહેવાઈએ છીએ કૃષિ અને ખેડૂત આ દેશનો આત્મા છે પણ તમે ક્યારેય કોઈ આત્માને હસતો કે સરકારનો આભાર વ્યક્ત કરતો કેમ નથી જોતા દેશમાં આપણા રાજ્યમાં કેટલું બધું બદલાયું વ્યવસાયો બદલાયા ફેક્ટરીઓ બદલાઈ ટેકનોલોજી બદલાઈ અઢડક વસ્તુઓ બદલાઈ એ તમામની સાથે જોડાયેલા લોકોનું જીવન ધોરણ પણ કેટલું બધું બદલાઈ ગયું પણ શું ખેડૂતોની સ્થિતિમાં પરિવર્તન આવ્યું જવાબ સ્વાભાવિકપણે ના આપી દેવાય છે એના આંકડાઓ સમયાંતરે સરકાર પણ જાહેર કરતી હોય છે જે ખેડૂતોની વાસ્તવિક સ્થિતિનું ચિતાર સામાન્ય જનતા સુધી મુકતા હોય છે.
લોકસભામાં સરકારે આપેલા હમણાંના આંકડાઓ પ્રમાણે ગુજરાતના દરેક ખેડૂતના માથે 56,000 રૂપિયાનું દેવું છે. નમસ્કાર આપની સાથે હું સેજલ. ધરતી મારી માત હું જગતનો તાત. કરું પોષણ જગતનું ખેડૂત મારી જાત વરસાદ મારો દીનોનાથ એ જ સાચો આધાર વેઠી દુઃખ અપાર વાવ્યા દાણા હજાર વેચી ઘરેણા બજાર ખર્ચા કર્યા અપાર થાય અનાવૃષ્ટિ પડે દુષ્કાળ બનું હું લાચાર થાય અતિવૃષ્ટિ થયો બરબાદ કહેવાતો પાલનહાર નરાવ ન ફરિયાદ જાગ્યા ત્યારથી સવાર ખેડૂતોની આવક બમણી થશે એવા વચન વાયદા કરવામાં આવ્યા એ જાણે ખોટા સાબિત થયા હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે અને ખોટા
સાબિત ખુદ સરકારે કર્યા છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ કથડી રહી છે જેના કારણે ખેડૂતો દેવું કરવા માટે મજબૂર બન્યા છે. જે વરસાદ એસી ઓફિસની બારીમાં બેઠા બેઠા આપણને આહલાદક વાતાવરણનો અનુભવ કરાવે છે એ અસમયે પડે તો ખેડૂતોની આંખમાંથી પાણી પણ વહાવે છે. લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ પ્રમાણે ગુજરાતના પ્રત્યેક ખેડૂતના માથે 56,568 રૂપિયાનું દેવું છે. ખેતી કરવી હવે મોંઘી બની રહી છે. ખાતર જંતુનાશક દવાથી માંડીને ખેત મજૂરીના ભાવ પણ વધ્યા છે. એમાય અથાગ મહેનત કર્યા પછી જો વરસાદ આવે કે વાવાજોડું આવે તો પાકને નુકસાન થાય. ખેતી પ્રધાન દેશમાં આજે પણ સમસ્યા એ છે કે ખેડૂતોને પોતાની જણસોના પૂરતા ભાવ નથી મળતા. લોકસભામાં કેન્દ્ર સરકારે આપેલા આંકડાઓએ ગુજરાત સરકારનું રાજ્ય કૃષિમાં અગ્રેસર છે એ દાવો ખોટો પાડ્યો. કેન્દ્રીય કૃષિ મંત્રાલય વર્ષ 202122 માટેના એના વાર્ષિક અહેવાલમાં કહ્યું છે કે બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિસા, છત્તીસગઢ અને ઉત્તરાખંડના ખેડૂતો ગુજરાતના ખેડૂતો કરતા વધારે સારી પરિસ્થિતિમાં છે. ગુજરાતના દરેક ખેડૂત પરિવાર પર 56,568 રૂપિયાનું દેવું છે જ્યારે બિહારના એક ખેડૂત પરિવાર પર 23,534 રૂપિયાનું દેવું છે.
પશ્ચિમ બંગાળમાં દેવાનો આંકડો 26,452 પર છે. ઓડિસામાં 32,721 છત્તીસગઢમાં 21,443 અને ઉત્તરાખંડમાં 48,338 છે. એવી જ રીતે ગુજરાતમાં એક ખેડૂત પરિવારની માસિક આવક 12631 રૂપિયા હતી જે બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડીસા, છત્તીસગઢ અને ઉત્તરાખંડના ખેડૂતોની માસિક આવક કરતા ઘણી ઓછી છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાં એક ખેડૂત પરિવાર માસિક 12631 રૂપિયા કમાય છે સરેરાશ ખેડૂત પરિવાર પાક ઉત્પાદનમાંથી 4318 રૂપિયા પશુપાલનમાંથી 3477 રૂપિયા મજૂરી તરીકે 4415 રૂપિયા ભાડાની જમીનમાંથી 53 રૂપિયા અને વધારાના 369 રૂપિયા દર મહિને કમાય છે. ગુજરાતમાં કુલ 66,2700 પરિવારો છે. કુલ 40,36,900
પરિવારો ખેતીમાં કામ કરે છે એવું અહેવાલમાં નોંધવામાં આવ્યું છે. એટલે કે રાજ્યના 61.10% પરિવારો ખેતી દ્વારા રોજગારી મેળવે છે. રાજ્યમાં સરેરાશ ખેડૂત પરિવાર 0.616 616 હેક્ટર જમીન ધરાવે છે પરિવાર દેઠ જમીનની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં 10માં ક્રમે છે ખેતીના ખર્ચ સાથે કૃષિ ઉત્પાદનોના ભાવ વધતા નથી પરિણામે ખેડૂત દેવાદાર બની જાય છે. સંસદમાં રજૂ કરાયેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં કૃષિ લોન 2019-20 માં 73,228.67 67 કરોડથી વધીને 202122 માં 96,963.07 કરોડ થઈ ગઈ હતી નોંધવું રસપ્રત છે કે છેલ્લા બે વર્ષ દરમિયાન કૃષિ ધિરાણ કાર્યક્રમ હેઠળ મેળવેલી લોનનું કદ પણ 45% વધ્યું છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડા પ્રમાણે આ સમયગાળા દરમિયાન પ્રતિખાતા કૃષિ ધિરાણ 1.71 લાખથી વધીને 2.48 48 લાખ થયું છે રિપોર્ટ પ્રમાણે બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડીસા, છત્તીસગઢ, ઉત્તરાખંડના ખેડૂતોના માથે ઓછું દેવું છે. બિયારણ, જંતુનાશક દવા અને ખાતરનો ભાવ વધારો આ દેવાનું મુખ્ય કારણ છે. આ સિવાય ખેત શ્રમિકોની દાળી મોંઘી થઈ છે એ પણ દેવું વધવાનું કારણ છે. ખેડૂતોના પાક ઉત્પાદનના ભાવ વધ્યા નથી સામે ખેતીનો ખર્ચો વધી રહ્યો છે. લોકસભામાં કૃષિ વિભાગ દ્વારા રજૂ કરાયેલા એક રિપોર્ટ પ્રમાણે
ચાલુ નાણકીય વર્ષમાં ગુજરાતમાં ખેડૂતોએ ₹96,963 કરોડની લોન લીધી છે. ગુજરાતમાં 90 લાખ હેક્ટરમાં ખેતી થાય છે પણ વિશ્રમ આબુ હવાને કારણે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ખેડૂતો સમસ્યા ભોગવી રહ્યા છે. તો ખેડૂતોની આ સ્થિતિને જાણીને તમને સમજાયું હશે કે જે આપણી ઇકોનોમી કે દેશનો આત્મા કહેવાય છે એ સતત આપણને રડતું કેમ જોવા મળે છે. અપેક્ષા રાખીએ કે ખેડૂતોની સ્થિતિમાં પરિવર્તન આવશે. તમે જો ખેડૂત પરિવારમાંથી છો તો તમારી પરિસ્થિતિ અને જો તમારા પરિવારનું કોઈ વ્યક્તિ ખેતી કરે છે તો એમની પરિસ્થિતિ શું છે? એ કમેન્ટમાં લખીને