ગુજરાતના સોનુ સુદ એટલે કે આપણા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ જેમના કોમેડી વિડિઓ તમે વારંવાર જોતા હશો સાથે લોકોની સેવા કરતા વિડિઓ પણ જોતા હશો ખજુરભાઈ ગુજરાતમાં ઘણા સમયથી જરૂરિયાતમંદ લોકોની સેવા કરી રહ્યા છે જેઓ અત્યારે બદ્રીનાથમાં એમની ટિમ સાથે દર્શન કરતા જોવા મળ્યા.
ખજુરભાઈ એમની ટિમ સાથે અત્યારે વિકેશનની મજા મણિ રહ્યા છે સાથે તેઓ સેવાનું કામ પણ કરી રહ્યા છે ખજુરભાઈ થોડા સમય પહેલા કેદારનાથમાં શ્રી મહાદેવના દર્શન કર્યા હતા ત્યારબાદ તેઓ બદ્રીનાથ પહોંચ્યા હતા જેમાં એમની સાથે પુરી ટિમ હતી થોડા દિવસોથી તેઓ સેવાની સાથે ફરી પણ રહ્યા છે.
ખજુરભાઈ હમેશા સોસીયલ મીડિયામાં પણ એકટીવ રહે છે રોજની જેમ ખજુરભાઈએ સોસીયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ ઉપરથી બદ્રીનાથના મંદિર સાથેનો ફોટો શેર કરયૉ હતો ખજુરભાઈની વાત કરીએ તો ઘણા ગરીબ લોકોની તેઓ સેવા કરી રહ્યા છે જેમાં પૂર અને તૌકતે વાવાઝોડા સમયે લોકોની બહુ મદદ કરી હતી.