એક સમય હતો ગુજરાતી ગીત ઈન્ડસ્ટ્રીઝમાં મોટું નામ એટલે મણિરાજ બારોટ જેમણે પોતાની ગાયિકીના લીધે ગુજરાતમાં આગવું નામ બનાવ્યું જેમણે અનેક હિટ આલ્બમ આપ્યા લાઈવ પ્રોગ્રામમાં જ્યાં પણ મણિરાજ બારોટ જતા લોકોના મણીરાજને સાંભળવા લોકો ઉમટી પડતા પરંતુ કહે છેને સારા માણસને ભગવાન જલ્દી બોલાવી લેછે.
મણિરાજ બારોટ 20 સપ્ટેમ્બર 2006ના રોજ નિધન પામ્યા મણીરાજને ચાર પુત્રોઓ હતી જેમાંથી રાજલ બારોટ અને હિરલ બારોટે પિતાની રાહ ઉપર ગાયિકીમાં ઝમ્પલાવ્યુ જેમણે ગાયિકી લાઈનમાં સારી નામના મેળવી આજે દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે જેમના લગ્નમાં ગુજરાતના તમામ જાણીતા કલાકારો હાજર રહ્યા હતા.
લગ્નમાં જયારે જાણીતા કલાકાર ગમન સાંથલ ગીત ગાવા ઉભા થયા હતા ત્યારે ગમન સાંથલએ મણિરાજ બારોટને યાદ કરીને ગીત ગાયું હતું આ ગીત ગાતા મણીરાજની બધી દીકરીઓના આંખમાંથી આંશુ આવી ગયા હતા અને સાથે ગમન સાંથલ પણ એમના આંશુ રોકી શક્ય ન હતા.