પાટણ જિલ્લામ આવેલું સિદ્ધપુર શહેર તે દેવનગરી તરીકે ઓળખવામાં આવે છે સમગ્ર દેશમાં ખાસ કરીને ઉતરાયણના દિવસે પતંગોત્સવ મનાવવામાં આવતો હોય છે પરંતુ આ સિદ્ધપુર એક એવું શહેર છે જ્યાં દશેરાના દિવસે પતંગોત્સવ મનાવવામાં આવે છે એનો પણ એક ઇતિહાશ છે મિત્રો તો આવો જાણીએ પતંગોત્સવ દશેરાના દીસવે કેમ ઉજવામાં આવે છે.
જયારે દશેરો આવે ત્યારે સિદ્ધપુરમાં આકાશ રંગબેરંગી પતંગોથી આકાશ છવાઈ જાય છે અને લોકો ફાફડા જલેબીની મોજ લે છે અહીં સિદ્ધપુરમાં લોકો દશેરો આવવાનો હોય તેની પહેલા બજારમાં પતંગ અને દોરી ખરીદવા લોકોની ભીડ જામે છે અને દશેરાના દિવસે સમગ્ર દેશની અંદર અહીં એક માત્ર સિદ્ધપુરમાં જ ધામધૂમથી પતંગોત્સવ મનાવવમાં આવે છે.
સિદ્ધપુર શહેરમાં દસેરાના દિવસે દાન અને પુણ્ય કરવામાં આવે છે સાથે ધામધૂમથી પતંગોત્સવ મનાવવમાં આવે છે મિત્રો ઇતિહાસ મુજબ આ દીસવે એટલે કે 14જાન્યુઆરી મકરસંક્રાંતિના રોજ સિદ્ધપુરના પરાક્રમી રાજા સિદ્ધરાજ જયસિંહનું અવસાન થયું હતું એ દિવસે પતંગોત્સવ મનાવવાના બદલે ત્યાં શોક મનાવવામાવે આવે છે અને દશેરાના દીસવે પતંગઉત્સવ મનાવવમાં આવે છે.