વૃદ્ધ વ્યક્તિની મદદ કરવી એ આપણો નૈતિક ધર્મ છે તેવી જ રીતે સંસ્થા દ્વારા એક વૃદ્ધ મહિલાની મદદ કરવામાં આવી જે રસ્તા ઉપર રહેતા હતા ત્યાં ન રહેવાનું ઠેકાણું હતું ન ખાવાનું ઠેકાણું હતું તેમને એક છત આપીને તેમના જીવનમાં ખુશીનો રંગ પૂરવાની સંસ્થાએ કોશિશ કરી જેથી તેઓ વૃદ્ધ મહિલાને સેન્ટર પર લઇ આવ્યા ચાલો જાણીએ તેમની પહેલાની પરિસ્થિતિ વિશે કઈ રીતે દાદી ત્યાં બેસીને પોતાના દિવસો પસાર કરતા હતા.
એક વૃદ્ધ દાદી સુરતમાં રસ્તા ઉપર રહેતા હતા તેમનું નામ ઈચ્છા રાઠોડ છે તેમનું મૂળ ગામ દમણ છે તેમના પગમાં વાગ્યું હતું સંસ્થા દ્વારા તેમની મુલાકાત લેવામાં આવી ત્યારે તેમને પૂછ્યું કે તમને પગમાં કઈ રીતે વાગ્યું છે ત્યારે તેમણે કહ્યું હું થોડા વખત પહેલાં હું પડી ગઈ હતી ત્યારે દસ હજારનો ખર્ચો આવ્યો હતો ઘણા દવાઓ આયુર્વેદિક દવાઓ લીધી પરંતુ કોઈ અસર થયું નહીં ઘણી તકલીફો આવી રહી છે અને ચાલવા માટે આવતું નથી અહીં રસ્તા ઉપર તડકો પણ ઘણો પડે છે જેથી ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
તેમને તેમના પરિવાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું મારા બે દીકરા છે તેમાંથી એક દીકરાની વહુ મૃત્યુ પામી છે તેના પણ ત્રણ બાળકો છે પરંતુ દાદી ને રસ્તા ઉપર જ રહેવું પડે છે દાદી ને પગનું ખૂબ જ દુખાવો થાય છે તેથી સંસ્થા દ્વારા મોકલવામાં આવેલી ટીમ તેમને સેન્ટર ઉપર લઈને આવી અને ત્યાં તેમની રહેવાની ખાવાની સુવિધા કરી આપવામાં આવી તે દાદીએ કહ્યું હતું કે મને પગનો દુખાવો થાય છે તેથી મને કોઈ એવી દવા લઈ આપો જેથી હું મારા પગની માલિશ કરી શકુ અને મને મારો દુખાવો ઓછો થાય.
જેથી હું ફરી વ્યવસ્થિત રીતે ચાલી શકું તે માટે તેમને વ્હીલ ચેર આપવામાં આવી જેથી તે બેસીને જઈ શકે અને તેમને દવા પણ આપવામાં આવી દાદી તે જોઈને ખૂબ જ ખુશ થયા કે તે તેમને ન જાણતા હોવા છતાં પણ તેમની મદદ કરી તેમનું દુઃખ સમજ્યું દાદીના આંખોમાંથી આંસુ વહેવા માંડ્યા દાદીએ કહ્યું કે તમે મારા દીકરા જેવા જ છો તમે મારી પીડા સમજીને મને રહેઠાણ આપ્યું ભગવાન તમને સો વર્ષના કરે અને તમે મારા જેવા ગરીબ વ્યક્તિની મદદ કરતા રહો એવી મારી આશા છે.