વૃદ્ધ વ્યક્તિઓ જે પોતાનું ગુજરાન ચલાવવા માટે કામ કરે છે તેવા વ્યક્તિની આપણે મદદ કરવી જોઈએ તે વૃદ્ધ છે તેમને ચાલવામાં વાર પણ લાગી શકે છે આપણી જેમ તે યુવાન અવસ્થામાં નથી જે બે પગલાં ભરી લે એટલે રોડ ક્રોસ થઈ જાય તેવા વ્યક્તિઓ માટે આપણે આપણા સાધનો રોકવા જોઈએ અને તેમને રોડ ક્રોસ કરવા દેવો જોઈએ અહીં એક બનાવ બન્યો છે જ્યાં દાદીને ઠોકર મારીને ગાડીચાલક જતો રહયો તે વૃદ્ધ દાદી પડી ગયા તે છતાં તે ગાડી ચલાવનાર માણસ તેમને પાછું વળીને જોયું પણ નહીં.
દાદીને એક ટેક્સીચાલક પોતાની ટેક્સીમાં બેસાડીને તેમના ઘરે મૂકવા ગયો ત્યાર બાદ દાદીને દવાખાને ખસેડવામાં આવ્યા ત્યાં દાદીના પગની સારવાર કરી અને કહ્યું કે પગમાં ફેક્ચર થઈ ગયો છે દાદી હવે ચાલી નથી શકતા તે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા બે મહિના પહેલા તેની મુલાકાત લેવા માટે સંસ્થા દ્વારા લોકો આવેલા હતા જેમણે તેમની મદદ કરવાની બધી જવાબદારી લીધી હતી પરંતુ દાદી મહેનત કરીને કમાવા માગતા હતા તે માટે તે કામ કરતા હતા અને હવે તેમની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.
સંસ્થા દ્વારા લોકો તેમને મળવા આવ્યા અને તેમણે કહ્યું કે હવે તમે ચિંતા ન કરશો તમારો જે પણ ખર્ચો થયો છે દવાખાનાનો તે અમે ભરશું અને તમારી દવાઓથી લઈને લાઈટ બિલ ઘરનું ભાડું અમે સંપૂર્ણ સુવિધા પૂરી પાડી આપીશું તમને દર મહિને રાશન કીટ આપવામાં આવશે જેથી તમે તમારું ગુજરાન ચલાવી શકો.
આમ સંસ્થાએ વૃદ્ધ દાદીની મદદ કરી અને દાદીની સારવારથી લઈને ગુજરાન ચલાવવાની બધી વસ્તુઓની સુવિધા પૂરી પાડી દાદી ૧૦૦ વર્ષના છે પરંતુ તે મહેનતુ છે તે હમણાં પણ મહેનત કરતા રહે છે આપણે તેમની હિંમતનની દાદ આપવી જોઈએ અને મિત્રો આપ સૌને નિવેદન છે કે ગાડી સાવધાનીપૂર્વક ચલાવવી જોઈએ કોઈ વ્યક્તિને ઈજા પહોંચે એવી રીતે ગાડી ચલાવવી નહીં.