Cli
dada dadini halat to juvo

દીકરાનોને ભણાવી ગણાવી મોટા કર્યા ! લાડી પણ લાવ્યા હવે એજ લાડીએ કહ્યું આમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો હવે શું કરવું…

Story

આપણે સૌ જાણીએ છીએ કે અનાથ લોકો માટે જીવન જીવવું કેટલું અઘરું હોય છે પરંતુ જે માતા-પિતા છોકરાઓને મોટા કરીને ભણાવી ગણાવીને પગ પર ઊભો કરે છે અને તે જ છોકરાઓ તેમને ઘરમાંથી કાઢી મૂકી અને વૃદ્ધાશ્રમમાં મોકલે ત્યારે માતા-પિતાને પણ અનાથ જેવું જ લાગે છે સૌ અનાથ છોકરાઓનું ઉદાહરણ આપે છે પરંતુ કોઈ માતા-પિતાને જીવતેજી અનાથ બનાવી દે છે તે કોઈ નથી જોતું આ વાત બસ એ જ સમજી શકે જેને ઘરે છોકરો નથી હોતો તેમની લાગણી એમનો દુઃખ કેવો હોય છે અહીં એક ઘટના દ્વારા તમારી સમક્ષ એ લાગણીઓ પ્રસ્તુત કરીએ છીએ.

ગિરધરભાઈ પરમારની પરિસ્થિતિ હમણાં ખૂબ જ ખરાબ ચાલી રહી છે કપરા સમયમાં ઘણા એવા ઘર છે જેને ત્યાં કોરોનાનો ખૂબ જ ગંભીર અસર થયો છે અને તેમને ગુજરાન ચલાવવા માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે તેમજ ગિરધર ભાઈને પણ હમણાં ખૂબ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેમને એક દીકરી છે જે સાસરે છે ગિરધરભાઈને ચાર મહિનાથી કઈ કામ મળતું નથી તે ભાડાના ઘરમાં રહે છે તેમનું 10 મહિનાનો ભાળો આપવાનો બાકી છે તેમને ગુજરાત ચલાવવામાં મુશ્કેલી પડે છે તે ૭૨ વર્ષના છે અને તેમના પત્ની સાધનાબેન ૭૪ વર્ષના છે તેમના કહેવા મુજબ તેમને પહેલેથી જ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

તે ૫૦ વર્ષ સુધી બોમ્બેમાં હતા ક્યાં એમરોડરીનું કામ કરતા હતા ત્યાર બાદ ૧૨ વર્ષથી અહીં સુરતમાં રહે છે તેમને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમને કોઈપણ પ્રકારની આવક નથી જ્યાં તે રહે છે તે મકાન માલિક સારા છે પરંતુ તેમને પણ કોઈ નથી તે પણ ભાડા ઉપર જ જીવે છે અને ગુજરાન ચલાવે છે પરમાર ભાઈના આજુ બાજુના પાડોશી ખૂબ જ મદદરૂપ થાય છે તેમને રાશન ભરાવીને આપે છે જેથી તેઓ ૨ ટન્ક જમી શકે આ વાતની જાણ થતાં પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા પોપટભાઈએ ગિરધરભાઈ પરમાર અને તેમના પત્ની સાધનાબેનની મુલાકાત લીધી.

તેમની પરિસ્થિતિ જોઈને ખૂબ જ દુઃખ થયું તે રડતા હતા તેમની લાગણીઓ આપણે સમજી શકીએ છીએ 72 વર્ષની ઉંમરે પણ તેમને કામ કરવું પડે છે તેમને એક દિકરો હતો જે બે વર્ષનો હતો ત્યારે ન્યુમોનિયા થયું અને તેનું મૃત્યુ થયું હતું તેમને આજે ખૂબ જ દુઃખ થાય છે કે જો આજે એ જીવતો હોત તો શાયદ તેમને આ પરિસ્થિતિનો સામનો ન કરવો પડયો હોત ત્યારે પોપટભાઈ એ કહ્યું કે અમે પણ તમારા દીકરા જેવા જ છીએ ભગવાને અમને તમારી મદદ કરવા જ મોકલ્યા છીએ અને અમારો ફાઉન્ડેશન જરૂરિયાતમંદ અને મહેનતુ લોકોની મદદ કરવા માટે હંમેશા આગળ રહ્યું છે.

તમે ચિંતા ન કરશો અમે તમારી મદદ કરી શકતા હશુ ત્યા સુધી હંમેશા કરતા રહીશું હમણાં અમે તમને એક વર્ષનો રાશન ભરી આપીએ છીએ અને તમારી ભાડાને લાગતી મદદ પણ અમે કરીએ છીએ અને જ્યાં સુધી તમે તમારું ગુજરાન ચલાવવા માટે સક્ષમ ન થાઓ ત્યાં સુધી અમે તમારી મદદ કરતા રહીશું આમ અહીં એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત થયો છે જ્યાં આપણે સમજી શકીએ છીએ કે ઘરમાં દીકરો ન હોય અને કોઈ કમાવવા વાળુ ન હોય તો કેવી પરિસ્થિતિ ઉદભવે છે પરંતુ પોપટભાઈ ફાઉન્ડેશન લોકોને મદદરૂપ થઈ રહ્યા છે ભગવાન તેમને આવા લોકોને સુધી પહોંચાડે અને તેમની મદદ કરે એવી આશા અહીં પ્રકટ કરીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *