આ ઘટના લગભગ 24 વર્ષ જૂની છે 24 વર્ષ પહેલા ડભોડાના યુવાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ ભરત પટેલને એક સંદેશો મળે છે હત્યા થઈ છે બેવડી હત્યા થઈ છે સ્ત્રી અને પુરુષની હત્યા થઈ છે મામલો તો નોંધાઈ જાય છે પણ દિવસો વીતતા જાય છે આરોપીનો પત્તો લાગતો નથી પણ છેલ્લે એક યુક્તિ કામે લાગે છે પોલીસ પોલીસ મેન્યુલ પ્રમાણે કોઈ દિવસ તપાસ થઈ શકે નહીં પોલીસ મેન્યુલ પ્રમાણે કોઈ દિવસ આરોપી પકડાઈ શકે નહીં આ તો અનુભવની વાત છે કેવી રીતના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરત પટેલ આરોપીઓ સુધી પહોંચ્યા સુયુક્તિ અપનાવી તેની વાત અમે તમને હવે ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંતદયાળમાં રોજ કહેતા રહીશું તો ચાલો તેની વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણ રે નમસ્કાર નવજીવન ન્યુઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ પત્રકારત્વ જેમ પુસ્તકથી શીખી શકાય નહીં પત્રકારત્વ ભણી શકાય પણ શીખવા માટે તો તમારે મેદાનમાં જ ઉતરવું પડે તેમ તમે પોલીસ થયા પછી તમે પોલીસ એકેડમીમાં માત્ર લેફ્ટ રાઈટ અને સલામી દો અને કાયદાપોથી ભણી શકો કો પણ પોલીસ થવા માટે કાબેલ પોલીસ થવા માટે તમારે મેદાનમાં ઉતરવું પડે તમારે ચોરું ચક્કા સાથે પણ સંબંધ રાખવો પડે તમારે સંતો મહંતોને મળવું પડે તમારેવેપારી અને પ્રોફેસરને મળવું પડે તો જ તમારા સુધી માહિતી પહોંચે અને તો જ ગુનેગાર સુધી પોલીસના પગ આગળ વધી શકે આવી ઘટનાની વાત હવે તમે ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં જોશો સાંભળશો મજા આવશે છે
અને સારું કામ કરનાર પોલીસ અમલદારને બિરદાવશો ચાલો તો તેની વાત કરીએ ઘટના 2001 ની છે 2001 માં ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશનમાં એક યુવાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરત પટેલની નિયુક્તિ થાય છે આ ડભોડા ગામ છે જે ગાંધીનગર પાસે આવેલું આ ચિલોડા નજીકનું એ ગામ છે આ ગામ જરા જુદી રીતના ઓળખાય છે આ ગામમાં એક ડભોડિયા હનુમાન છે લોકોની ખૂબ વાસ્તા છે અને લોકોનિયમિત આ ડભોડિયા હનુમાનના દર્શન કરવા આવે છે. આજ ડભોડામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરત પટેલ ફરજ ઉપર હતા અને ઘટના છે 24/5/ 2001 ની સવારનો સમય છે અને પોલીસ સ્ટેશનની ઘંટડી રણકે છે ફોન કરનાર છે વલાદ આઉટપોસ્ટના જમાદાર અમરસિંહ અમરસિંહ પીએસઆઈ ભરત પટેલને જાણકારી આપે છે કે સાહેબ આઉટપોસ્ટ નજીક જેઠીપુરા ગામ છે ત્યાં હત્યા થઈ છે એક સ્ત્રી અને પુરુષની ભરત પટેલ પોતાની જીભ કાઢે છે પોતાના સ્ટાફને બેસાડી જેઠીપુરા પહોંચે છે હાઈવે ની બરાબર અણીને આવેલા ખેતરોમાંથી પસાર થાય છે અને મજૂરોને રહેવા માટે એક ઓરડી બનાવવામાં આવી હતી એ ઓરડી તરફ જાય છેત્યાં આગળ એક સ્ત્રી મૃત હાલતમાં પડી હતી ને લુઈનો રેલો બહાર સુધી જઈ રહ્યો હતો બીજા માણસના માથામાં ગંભીર ઈજા હતી પણ જાણે તેણે આત્મહત્યા કરી હોય એમ ગળામાં ચાદર બાંધેલી હતી તે લટકતો હતો તેના પગ જમીન સાથે અડી રહ્યા હતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરત પટેલ મામલો સમજી જાય છે
તે સમજે છે કે મામલામાં ગડબડ છે આઉટપોસ્ટના જવાદાર અમરસિંહનું કહેવું એવું હતું કે આ પુરુષ જે છે તેને પહેલા આ મહિલાની હત્યા કરી અને પછી તેણે આત્મહત્યા કરી લીધી ત્યારે ભરત પટેલનો સવાલ એવો હતો કે જો તેણે આત્મહત્યા કરી તો તેના માથામાં જે ઈજાના નિશાન છે તે ક્યાંથી આવ્યા એનોજવાબ અમરસિંહ પાસે નહતો પણ ભરત પટેલ નું મગજ હવે દોડી રહ્યું હતું કે ઘટના શું છે પહેલા તો આ ખેતર કોનું છે એ જાણવું જરૂરી હતું તો આ ખેતરના માલિકને બોલાવવામાં આવે છે અને સવાલ જવાબ કરવામાં આવે છે તો આજે ખેતર હતું એ વજાજી ઠાકોરનું ખેતર હતું વજાજી ઠાકોરને બોલાવવામાં આવે છે વજાજી ઠાકોર આ જ ખેતરમાં પોતાનું એક મકાન બનાવી રહેતો હતો પણ આજે ઘટના જ્યાં ઘટે છે તે તો મજૂરોને રહેવા માટે બનાવવામાં આવેલી ઓરડી હતી વજાજી ત્યાં આવે છે બે મૃતદેહો જોવે છે એક સ્ત્રીનો છે એક પુરુષનો છે વજાજી કહે છે હું તો આમને ઓળખતો નથી બહુ આશ્ચર્યહતું કે જરા ખેતરમાં ડબલ મર્ડર થાય છે પણ ખેતરના માલિક વજાજીને ખબર નહોતી આ કોણ છે વજાજીની પૂછપરજ કરતા જરા કડકાઈ વાપરે છે તો વજાજી એવું કહે છે કે આ ખેતરમાં આ ઓરડી અમે રેશમા નામની મહિલા અને તેના પતિને આપી છે આ બંને અમારા ખેત મજૂર છે બે બાળકો સાથે અહીંયા રહે પણ બે દિવસથી નથી આવું અનેક વખત થતું હતું કે રેશ્મા અને તેનો પતિ બીજા કોઈ ખેતરમાં મજૂરી મળે તો ત્યાં પણ કામ કરવા જતા હતા બનાવના દિવસે તે અહીંયા નહોતા એટલે સવાલ એવો ઊભો થાય છે કે જે મૃતદેહે પડ્યા હતા પોલીસની નજર સામે તે કોના હતા પણ સૌથી પહેલા ઇન્ક્વેસ્ટપંચનામું કરવું જરૂરી હતું એટલે પીએસઆઈ ભરત પટેલ એફએસએલને જાણ કરે છે એફએસએલના અધિકારીઓ ત્યાં આવે છે ફોટોગ્રાફી થાય છે એફએસએલના અધિકારીઓ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરે છે અને કહે છે કે
આ હત્યા 18 કલાક પહેલા થઈ છે એટલે તાત્કાલિક થયેલી હત્યા નહોતી કારણ કે જે લોહીનો રેલો જઈ રહ્યો હતો તે લોહી હવે થીજી ગયું હતું જાળું થઈ ગયું હતું ફોરેન્સિક અધિકારી લોહી જોઈને કહે છે આ હત્યા 18 કલાક પહેલા થઈ છે હવે સવાલ એવો હતો કે આ બંનેની ની ઓળખ કરવી જરૂરી છે આસપાસના લોકોની તપાસ શરૂ થાય છે ત્યારે એક જાણકારી એવી મળે છે કે દેગામમાંરહેતા મણીબેન સોઢા ના સંપર્કો આ પરિવાર સાથે એટલે મરનાર સાથે હોવા જોઈએ એટલે ડભોડાની પોલીસ પહોંચે છે દહેગામ અને મણીબેન સોઢાને શોધી કાઢે છે મણીબેન ઘટનાસ્થળે આવે છે અને પોક મૂકીને રડે છે અને કહે છે કે સાહેબ આ મારી દીકરી છે જેનું નામ સીતા છે સીતાના લગ્ન થઈ ગયા હતા પણ પાંચ વર્ષ પહેલા તેણે છૂટા છેડા લીધા કારણ કે તેને શકરા સાથે પ્રેમ થઈ ગયો હતો જે બીજો મૃતદેહ હતો એ શક્રો હતો સીતા અને રેશ્મા બંને સગી બહેનો હતી એટલે સીતા અવારનવાર પોતાના બહેનને ત્યાં આવતી હતી પણ શક્રો અહિયા કેવી રીતના પહોંચ્યો તેનો સવાલ હતો એટલે જે મરનાર છે એ સીતાઅને શક્રો એટલે સીતાનું લગ્ન થઈ ગયું હતું અને એને છૂટા છેડા લઈને શક્રા સાથે શક્રો મૂળવતની ઉમરેઠનો હતો પણ શક્રો અને સીતા મળવા માટે રેશ્માની આ રૂમ ઉપર આવતા હતા એમની હત્યા કોણે કરી એવો સવાલ થયો ત્યારે મણીબેન મૌન બની જાય છે કારણ કે મણીબેન એવું કહે છે મને ખબર નથી મારી દીકરીની કોણે ને હત્યા કરી તો પછી રેશ્મા અને રેશ્માનો પતિ અને તેના બાળકો ક્યાં છે તેને પણ પોલીસ શોધી કાઢે છે રેશ્મા અને તેનો પતિ આવે છે તે પણ કહે છે અમને પણ જાણ નથી કે કોણે હત્યા કરી કારણ કે અમને બે દિવસ પહેલા નજીકના ગામમાં કામ મળ્યું તોવે ખેતરમાં કામ કરવા ગયા હતા પોલીસ ઉમરેટ પહોંચે છે શકરાના પરિવારને શોધી કાઢે છે પણ શકરાના પરિવારને શક્રો જીવે છે કે મરે છેતે તેની કોઈ પરવાહ નહોતી આમ પોલીસના બારણા બધી તરફથી બંધ થઈ રહ્યા હતા
કાયદાની પરિભાષામાં એવું છે કે જ્યારે ગંભીર પ્રકારનો ગુનો હોય અને એમાં પણ હત્યાનો ગુનો હોય ત્યારે જો સ્થાનિક પોલીસ 24 કલાકમાં ગુનેગારોને ન શોધી કાઢે ગુનાનો ભેદ ન ઉકેલે તો આ પ્રકારના ગંભીર ગુનાની તપાસ સીપીઆઇને એટલે કે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપી દેવાની હોય છે ભરત પટેલનું મન ડંખી રહ્યું હતું અફસોસ થઈ રહ્યો હતો કે 24 કલાક થવા આવ્યા હજી આપણેઆરોપી કોણ છે અને કેમ માર્યા છે તેની જાણકારી મળી રહી નથી એટલે તાત્કાલિક તત્કાલીન ડીએસપી રાધાકૃષ્ણનને ફોન કરે છે અને ડીએસપી સાહેબને વિનંતી કરે છે કે સર મને નિયમની તો ખબર છે કે જો 24 કલાકમાં ગુનાનો વેદ ન ઉકેલાય તો તપાસ સીપીઆઇ તરફ જાય છે પણ મારી વિનંતી છે હું આરોપીઓ સુધી પહોંચી જઈશ આ તપાસ તમે સીપીઆઈને આપતા નહીં અમ દિવસો આગળ વધી રહ્યા હતા ભરત પટેલ પોતાના બાતમીદારોને દોડાવી રહ્યા હતા પણ ક્યાંયથી કોઈ સગળ મળી રહ્યા નહોતા ભરત પટેલને લાગે છે કે મારે ઘટનાસ્થળે જવું જોઈએ કદાચ એ ધરતી પોલસે આ ધરતીમાં હત્યા થઈ છે એટલે ધરતીની ઈચ્છા પણ હશે કે ધરતીહત્યારા સુધી મને લઈ જાય ભરત પટેલ ઘટનાસ્થળે પહોંચે છે એટલે કે જેઠીપુરાના એ ખેતરમાં પહોંચે છે ઘટનાસ્થળે બેસી રહે છે વિચાર કરે છે કાગળિયા વાંચ્યા કરે છે
અને ત્યાં એક ઝપકારો થાય છે અને ઝપકારો એવો હતો કે રેશ્મા કે રેશ્માનો પતિ મણીબેન કે શકરાના મા બાપ કે વજાજી કઈ બોલવા તૈયાર નહોતા ત્યારે ઝપકારો એવો થાય છે કે રેશ્માને બે બાળકો છે જેમાં એકની ઉંમર પાંચ વર્ષની ને એકની ઉંમર ત્રણ વર્ષ છે. બાળક તો કદાચ બોલશે. એટલે તરત પોતાની જીભ વાળે છે ઢભોડા પહોંચે છે ઢભોડાથી પોતાના સ્ટાફને બોલાવીને કહે છે કે રેશ્મા તેના પતિ અને તેના બાળકોને પોલીસ સ્ટેશન લઈઆવો. આ દરમિયાન ભરત પટેલ ગામમાંથી નાના રમકડા મંગાવે છે ફુગ્ગા મંગાવે છે ચોકલેટ મંગાવે છે વિફરના પેકેટ મંગાવે છે થોડીવારમાં રેશમા તેનો પતિ બે બાળકોને લઈને આવે છે ભરત પટેલ બાળકો સાથે બહુ પ્રેમથી વાત કરે છે અને પછી એવું કહે છે કે ગાડીમાં ચક્કર મારવો છે નાના બાળક હતા તેમણે ગાડી એટલે કે કાર કે જીપ જોઈ નહોતી તે હા પાડે છે બંને બાળકોનેલ લઈને તે જીપમાં બેસે છે
સાથે રમકડા ફુગ્ગા ચોકલેટ બધું લઈને અને પછી સીધી જીપ મારી મૂકે છે જેથીપુરા અને ઘટનાસ્થળે પહોંચે છે ઘટનાસ્થળ એટલે જ્યાં બાળકો રોજ રમતા હતા આ બાળકોનું ઘરહતું કારણ કે માં બાપ ખેતરમાં કામ કરે ત્યારે એ લીમડાના ઝાડ નીચે આ બાળકો રોજ રમતા હતા. ભરત પટેલ બાળકોને ત્યાં લઈને જાય છે બાળકો ફુગ્ગા ફુલાવે છે બાળકોને ચોકલેટ આપે છે બિસ્કિટ આપે છે બાળકો સાથે સંતા કૂકડી રમવા લાગે છે બાળકો ભૂલી જાય છે કે આપણી સાથે જે રમી રહ્યો છે એક પોલીસ અધિકારી છે બાળક સહજ થતું જાય છે અડધો કલાક કલાક રમ્યા પછી ભરત પટેલ પૂછે છે તું સ્કૂલમાં જાય છે પાંચ વર્ષની દીકરી હા પાડે છે હું સ્કૂલ સ્કૂલમાં જઉ છું મારા ભાઈ સાથે જઉં છું આમ એક પછી એક વાત તે કહેવા લાગે છે અને તે પૂછે છે કે અહિંયાતમે કોણ કોણ રહો છો તો કે હું ભાઈ અને મમ્મી પપ્પા અહીંયા કોઈ મળવા આવે છે દીકરી વિચાર કરે છે અને યાદ કરે છે બાળક એવું કહે છે કે હા દિનેશ કાકા અહીંયા આવે છે કોણ છે દિનેશ કાકા તો કે દિનેશ કાકા જીપ લઈને આવે છે બસ બાળક પાસે આ દીકરી પાસે પાસે એટલી જ માહિતી હતી કે દિનેશ કાકા જીપ લઈને આવે છે પણ ત્યાં એક બીજો ઝપકારો પણ થાય છે કે જ્યારે હત્યા થઈ હતી ત્યારે સીતાનું લોહી ઘરની ઓસરીમાં જઈ રહ્યું હતું અને તેમાં એક ફૂટપ્રિન્ટ હતી
એટલે લોહીમાંથી કોઈ ચાલીને નીકળ્યું હતું ફોરેન્સિક અધિકારીનું કહેવું હતું ફૂટપ્રિન્ટ જોતા કે આ ફૂટપ્રિન્ટ કોઈમહિલાની છે એટલે એક દિનેશનું નામ આવે છે અને બીજું નામ આવે છે મહિલાનું કોણ છે આ મહિલા એ જાણવું હતું પણ હવે એક નવી સવાર થવાની હતી પીએસઆઈ ભરત પટેલ બંને બાળકોને બેસાડી પોલીસ સ્ટેશન લઈ જાય છે માં બાપને સોંપે છે અને પછી તપાસ શરૂ થાય છે કોણ છે દિનેશ અને દિનેશની ભાળ મળે છે કે ચિલોડાથી નરોડાની વચ્ચે જીપમાં ફેરા કરનારો દિનેશ ઠાકોર છે દિનેશ ઠાકોરની અવરજવર જેઠીપુરા હતી અને તે અહીંયા આવતો હતો તો વાત હવે આગળ વધે છે તો મહિલા કોણ છે ભરત પટેલ ખૂબ વિચાર કરે છે અને વિચાર કર્યા પછી યાદ આવે છે કે વજાજી ઠાકોર જે ખેતરનો માલિક છે તેની એક દીકરી છે એનુંનામ છે કમુ કમુ પોતાના પતિથી રીસાઈને હવે વજાજીની સાથે રહે છે એટલે નક્કી થાય છે કે હવે કમુને ને બોલાવો અને દિનેશને બોલાવો એટલે મહિલા પોલીસ પહોંચે છે કમુને પોલીસ સ્ટેશન લાવે છે. દિનેશ ઠાકોરને ચિલોડાથી પકડી લેવામાં આવે છે બંનેને અલગ અલગ બેસાડી પૂછપરછ કરવામાં આવે છે પણ કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી કારણ કે આ બંને જાણતા હતા પોલીસ પાસે કોઈ માહિતી નથી પોલીસ તુક્કા ચલાવી રહી છે આખરે થાકીને ભરત પટેલ પોતાના સ્ટાફને કહે છે કે
ચાલો દિનેશે બધું કહી દીધું છે હવે કમુને એરેસ્ટ કરો આ સાંભળતા કમુ ભાંગી પડે છે અને પછી પોલીસસામે એક એવું સત્ય આવે છે જેને પોલીસ જોવા અને જાણવા માંગતી હતી વાત એવી છે કે વજાજીની દીકરી કમુ જે હવે પાછી આવી હતી સાસરીમાંથી અને પોતાના પિતાના ઘરે રહેતી હતી તેનો સંપર્ક થાય છે દિનેશ સાથે અને દિનેશ અને કમુ સાથે મિત્રતા આગળ વધે છે પણ આ દરમિયાન એવું બને છે કે દિનેશ અવારનવાર આ વજાજીનીનું જે ખેતર છે ત્યાં આવતો હતો એટલે કમુને શંકા ગઈ કે દિનેશને અને સીતાને કોઈ સંબંધ છે જેના કારણે દિનેશ અને કમુ વચ્ચે ઝગડા શરૂ થયા ત્યારે દિનેશે પણ એવું કહ્યું કે તું મારા ઉપર શંકા કરે છે પણ મને ખબર છે કે તને શકરા સાથે સંબંધ છે આમકમુ અને દિનેશ બંને એકબીજા ઉપર શંકા કરવા લાગ્યા ઝઘડો કરવા લાગ્યા એક દિવસ નક્કી કરે છે કે આપણા શંકાનું કારણ સીતા અને શક્રો છે તો પછી ન રહે સીતા ન રહે શક્રો અને મર્ડરનો પ્લાન કરવામાં આવે છે બનાવના દિવસે સીતા અને શક્રો એકબીજાને મળવા માટે જ્યારે અહીંયા આવ્યા ત્યારે બંને ત્યાં પહોંચે છે અને પછી કમુ છે એ સીતાની હત્યા કરી નાખે છે જ્યારે દિનેશ છે
એ ચકરાના માથામાં ફટકો મારે છે કુવાડીનો માથામાં લોહી વહેવા લાગે છે તે બેભાન થઈ જાય છે પણ આખી ઘટના આત્મહત્યા છે એવું બતાડવા માટે તે શકરાના ગળામાં ચાદર બાંધી હૂક સાથે લટકાવે છે બસ આ હતી એકસાચી હકીકત શંકાને કારણે સીતા અને શકરાની હત્યા કરી દેવામાં આવી હતી દિનેશ અને કમુ સાથે રહેવા માંગતા હતા સાથે તો રહ્યા પણ જેલમાં સાથે રહ્યા તો આ પ્રકારની સ્ટોરી તમને ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં જોવા મળશે આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનાર ભરત પટેલ અત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ જ