મિથુન ચક્રવર્તી 80 ના દાયકામાં બોલિવૂડના સુપરસ્ટાર હતા, આ પીઢ બોલિવૂડ અભિનેતા 16 જૂને તેમનો 74મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમણે તેમની ફિલ્મ કારકિર્દીમાં ઘણી યાદગાર ભૂમિકાઓ ભજવી હતી.ફિલ્મફેર ઉપરાંત તેમને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે, તેમણે તેમની કારકિર્દીમાં 350 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને 180 ફ્લોપ ફિલ્મો આપવાનો રેકોર્ડ પણ તેમના નામે છે.એક સમય હતો જ્યારે મિથુન એક વર્ષમાં 10 ફિલ્મો કરતા હતા.
મિથુનના અંગત જીવનની વાત કરીએ તો તે અભિનેતાના પ્રથમ લગ્ન ચાર મહિનામાં જ તૂટી ગયા હતા.તેમના બીજા લગ્ન યોગિતા બાલી સાથે થયા હતા અને તેની સાથે તેમના બે દીકરા છે, આ ઉપરાંત મિથુન એક દીકરી દિશાની ને ખોળે લીધી હતી. જો કે દિશાની ને લેવા પાછળ એક ખૂબ માર્મિક વાત રહેલી છે.
જ્યારે દિશાનીનો જન્મ થયો, ત્યારે તેના અસલી માતા-પિતાએ તેને કચરાના ઢગલામાં ફેંકી દીધી અને ત્યાંથી પસાર થતા લોકોએ તે છોકરીને જોઈ અને જે બાદ એક NGO ને જાણ કરી તેને બચાવવામાં આવી.મિથુનને એક ન્યુઝ દ્વારા આ દીકરી વિશે જાણ થઈ.મિથુન ચક્રવર્તી એ જ્યારે દીકરીને અનાથ આશ્રમમાં જોયું તો તેને દત્તક લેવાનું મન થયું, તેમના નિર્ણયમાં તેમની પત્નીએ પણ તેમનો સાથ આપ્યો અને તેમને દીકરીને દત્તક લેવાની પ્રક્રિયા પૂરી કરી.
દીકરીને ઘરે લાવ્યા બાદ નામ દિશાની રાખ્યું. મિથુને દીકરીને ખૂબ જ લાડકોડથી મોટી કરી. હાલમાં તેની દીકરી ખૂબ જ મોટી થઈ ગઈ છે અને લોક અંજલીસમાં એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ભણી રહી છે, તે ખૂબ સુંદર છે. જણાવી દે કે જ્યારે મિથુનને દિશાનીને દત્તક લીધી ત્યારે તે શ્રીદેવીની દીકરી હોવાની અથવા ઉડી હતી.80 ના દાયકામાં મિથુન અને શ્રીદેવીના અફેર ચર્ચા ખૂબ જ ચાલી હતી.
બંનેની મુલાકાત જાગ ઉઠા ઇન્સાન ફિલ્મના સેટ પર થઈ હતી. બંને વર્ષો સુધી એકબીજા સાથે હતા. બંને લગ્ન કરી લીધા હોવાની પણ અફવા ઉડી હતી જો કે મિથુની પત્ની યોગીતા બાલીએ આત્મહત્યા કરવાની કોશિશ કરી તો મીઠું ને શ્રીદેવીનું સાથ છોડી દીધો હતો જે બાદ મિથુન એ દિશાનીને તક લેતા તે શ્રીદેવીની દીકરી હોવાની અફવા ઉડી હતી.
જો કે, આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે, દેશાની વાસ્તવમાં કચરા પર મળી આવી હતી અને મિથુને દત્તક લીધી હતી. મિથુન પોતાની દીકરીને રાજકુમારીની જેમ મોટી કરી છે, આ સિવાય તે પોતાના ભાઈ મહક્ષય, નવશી ચક્રવર્તી અને ઉષ્મે ચક્રવર્તીની ફેવરિટ અને યોગિતા બાલીની સૌથી ફેવરિટ છે. અભિનેતાએ દીકરીને મોંઘી સ્કૂલમાં ભણાવી, આગળ અભ્યાસ માટે વિદેશ પણ મોકલી.દિશાની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે તેના સુંદર લુકને કારણે દિશાની ઘણી વાર લોકોની પ્રશંસા મેળવે છે.
ફિલ્મી પરિવારની મોટી બાળકી દિશાનીને ફિલ્મોનો ખૂબ શોખ છે.જો કે દિશાનીની કોઈ પણ ફિલ્મ હજુ સુધી લૉન્ચ થઈ નથી, જો રિપોર્ટ્સનું માનીએ તો, થોડા વર્ષો પહેલા દિશાનીએ કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યર 2 માટે ઑડિશન આપ્યું હતું.
જો કે તેની પસંદગી ન થઈ શકી અને એવું પણ કહેવાય છે કે મિથુન ચક્રવર્તી નથી ઈચ્છતા કે તેની પુત્રી ફિલ્મોમાં કામ કરે પરંતુ દિશાની તેના પિતાના પગલે ચાલવા માંગે છે.