આલીશાન મહેલ જેવા ઘર અને BMW મરસડીઝ જેવી ગાડીઓની લાઈન પહેલી નજરે જોતા તમને લાગતું હશે કે આ કોઈ શહેર હશે પરંતુ આ કોઈ મેટ્રો શહેર નહીં પણ ગુજરાતનું ગામડું છે. પૈસાદાર આ ગામમાં 11 થી વધારે તો બેંક છે. કોઈ શહેરમાં પણ ન જોવા મળે એવી પણ દરેક સુવિધા તમને અહીં ગામડામાં જોવા મળશે. દરેક ઘરમાંથી એક વ્યક્તિ છે તે વિદેશમાં વસે છે અને દરેક શેરીમાં તમને અહીંયા કરોડપતિ પણ મળી જશે. નમસ્કાર આપની સાથે હું મમતા ગઢવી અને આ કરોડપતિ ગામની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર સામાન્ય રીતે આજે લોકો ગામડામાંથી શહેર તરફ દોટ લગાવે છે કોઈ રોજગારી માટે જાય છે તો કોઈ સુવિધા માટે પણ જો ગામડામાં શહેર કરતાં પણ વધારે સુવિધા મળે તો જી હા આજે એક એવા ગામની વાત કરવી છે જ્યાં એવી તે જાહો જલાલી છે
જે તમને શહેરમાં પણ નહીં જોવા મળે અમે વાત કરી રહ્યા છીએ આણંદ જિલ્લામાં આવેલા ધર્મજ ગામની 11000 ની વસ્તી વસ્તી ધરાવતું આણંદ જિલ્લાનું ધર્મજ ગામ કંઈક નોખી માટીનું છે જેણે ગામડાની પરિભાષા જ બદલી નાખી છે પાકા રસ્તાઓ આરોગ્યની સુવિધા અને સ્વચ્છ સડક પર ફરતી લક્ઝરી કાર ધર્મજ ગામમાં દરેક સુવિધા છે જેની લોકોને જરૂર હોય આ ગામને ગામડાનું પેરીસ પણ કહેવામાં આવે છે. અહીં મોટાભાગે દરેક પરિવારમાંથી એક વ્યક્તિ છે તે વિદેશમાં વસે છે. આમ તો મોટાભાગે આપણે ત્યાં જોઈએ છીએ કે લોકો વિદેશ જાય પછી વતનને છે તે ભૂલી જતા હોય છે પરંતુ અહીંના ગ્રામજનોએ વતનનું ઋણ આજે પણ યાદ રાખ્યું છે અને ગામની સમૃદ્ધિમાં પણ એનઆરઆઈનો મોટો ફાળો છે. આજે ગામના દરેક ઘરમાં જાહો જલાલી છે.
પૈસાદાર ગામમાં મરસડીes અને BMW જેવી ગાડીઓ ખરીદવી અહીના લોકો માટે ખૂબ સામાન્ય છે. લગભગ એક સદી અગાઉ નાનકડા ગામમાંથી કેટલાક લોકો યુગાંડા અને બ્રિટનમાં સ્થાયી થયા હતા. બાદમાં આ સિલસિલો છે તે શરૂ થયો. આજે નાનકડા ગામમાંથી 3000 થી વધારે લોકો વિદેશમાં વસવાટ કરે છે અને તેઓ વિદેશમાં કમાણી કરીને અહીં પરિવારજનોને પણ મોકલે છે. તમને જાણીને આશ્ચર્ય થશે પણ આ ગામમાં 11 જેટલી બેંકો આવેલી છે. જો કે માત્ર આર્થિક માપદંડ જ નહીં પરંતુ આરોગ્ય, શિક્ષણ, ખેતી, સહકાર, લોક ભાગીદારી અને સેવા પ્રવૃત્તિને કારણે પણ આ ગામ છે તે અન્ય ગામોથી અલગ છે. એક શહેરમાં હોય એવી દરેક સુવિધા તમને ધર્મજ ગામમાં જોવા મળશે. માત્ર 17 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા ધર્મજ ગામની વસ્તી 11,000 થી વધારે છે. અહીં દરેક પરિવારમાં ઓછામાં ઓછા એક વ્યક્તિ છે તે એનઆરઆઈ છે. ગામના ઘરોના નામ પણ વિદેશ જેવા જ રાખવામાં આવ્યા છે.
જેમ કે રોડેશિયા હાઉસ અને ફ્રીઝી રેસિડન્સ. જો વિગતે વાત કરીએ તો 1895 ની વાત છે જ્યારે ગામમાંથી જ્યોતરામ પટેલ અને ચતુરભાઈ પટેલે આફ્રિકા તરફ પ્રયાણ કર્યું હતું. પ્રભુદાસ પટેલ છે તે માન્ચેસ્ટર પહોંચ્યા અને માન્ચેસ્ટર વાલા તરીકે ઓળખાયા જ્યારે ગોવિંદભાઈ પટેલ યમન ગયા અને ત્યાં તમાકુનો બિઝનેસ છે તે શરૂ કર્યો. ધીરે ધીરે ધર્મજના લોકો આફ્રિકા, બ્રિટન, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં પણ જવા લાગ્યા. આજે ખાલી બ્રિટનમાં 1700 જ્યારે 800 જેટલા અમેરિકામાં 300 કેનેડામાં અને 150 જેટલા ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં વસવાટ કરે છે પરંતુ આ એનઆરઆઈઓએ આજે પણ ગામને નથી ભૂલી ગયા.
2007 માં શરૂ થયેલી એક પહેલે આ વૈશ્વિક નાગરિકોને ગામના વિકાસ માટે એકજૂટ કર્યા છે. દર વર્ષે 12 જાન્યુઆરીએ ધર્મ દિવસ ઉજવાય છે. જ્યારે એનઆરઆઈ છે પોતાના ગામ છે તે પાછા ફરે છે અને સાથે વળીને એકતા અને સમૃદ્ધિનો ઉત્સવ છે તે ઉજવે છે. ધર્મજની પંચાયત છે એ આ ગામની સૌથી મોટી તાકાત છે. કારણ કે અહીંયા શહેર જેવી દરેક સુવિધા ગ્રામ પંચાયતે ઉપલબ્ધ કરાવી છે. ધર્મજને રોકાણકારોનું ગામ પણ કહેવાય છે
કારણ કે દુનિયામાં એવો કોઈ દેશ નથી જ્યાં ધર્મજના લોકો ન રહેતા હોય વિદેશમાં વસેલા પરિવારોની થાપણને કારણે ધર્મજ બેંકિંગ ક્ષેત્રે પણ મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. પેટલાદ અને બોરસદ તાલુકાની સરહદે આવેલું આ ગામ આસપાસના ગામડાઓના લેવડ દેવડ માટે તાલુકા મથકની જરૂરિયાત પણ પૂરી કરે છે. આ ગામ ફક્ત પૈસાનું નહીં પરંતુ તેના લોકોના વતન પ્રત્યેનો જે ગાઢ જોડાણ છે પ્રેમ છે એને પણ બતાવે છે. એક સમય હતો જ્યારે ગામમાં બળદગાડા છે તે જોવા મળતા એની જગ્યાએ આજે ધર્મજમાં તમને BMW ઓડી અને merરસDes જેવી લક્ઝરી કાર છે તે જોવા મળશે. જો કે માત્ર વિદેશની કમાણી પર આ ગામ નથી ડભતું. અહીંયા રહેતા ખેડૂતો પણ આધુનિક ઢવી ખેતી કરી રહ્યા છે અને સારી એવી કમાણી કરે છે.
ધર્મજ ગામમાં માત્ર શાળાઓ જ નહીં પરંતુ ફાર્મસી અને એન્જિનિયરિંગ સુધીની કોલેજ પણ જોવા મળે છે. એટલે કે શિક્ષણથી લઈને આરોગ્ય અને બેન્કિંગ સહિતની દરેક સુવિધા ગ્રામ લોકોને ઘર આંગણે મળી રહે છે. ત્યારે નમાત્ર પૈસા પરંતુ સુચારુ વહીવટ પણ આ ગામને છે તે વધારે સમૃદ્ધ બનાવે છે. જો ગામડામાં આ પ્રકારની સુવિધા મળી રહે તો લોકો ક્યારેય શહેર તરફ ડગ નથી માનતા. ધર્મજ ગામ છે તે અનેક ગામ માટે પ્રેરણારૂપ છે આગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું જ ફરી કઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર