આર્યન ખાનના જેલમાંથી આવ્યા પછી હવે કહેવાઈ રહ્યું છેકે થોડાજ દિવસોમાં શાહરુખ ખાન પોતાની ફિલ્મોમાં વ્યસ્ત હશે જયારે આર્યન 25 દિવસ જેવા જેલમાં રહેતા શાહરૂખે કઈ કામ કર્યું ન હતું જેમાં એમની શૂટિંગ થનાર તમામ ફિલ્મોને રોકી દેવામાં આવી હતી જેમાં એમની ખાશ ફિલ્મ પઠાણ પણ હતી.
હવે શાહરુખ ફરીથી કામ ઉપર જવાની તૈયારીઓ કરી રહ્યા છે પરંતુ કામ ઉપર જતા પહેલા શાહરૂખે એમના તમામ પ્રોડ્યુસરોને મેસેજ મોકલ્યો છે જેમાં શાહરૂખે રિકવેસ્ટ કરી છેકે જો ફિલ્મનું શૂટિંગ દેશની બહાર અથવા મુંબઈની બહાર કોઈ ફીમનું શુટિંગ હશે તો તેનો સમય ટૂંકા ગાળાનો હોવો જોઈએ.
જણાવી દઈએ જયારે કોઈ અલગ લોકેશનમાં ફિલ્મ શૂટિંગ હોય ત્યારે મહિનાથી બે મહિના સુઘી ત્યાંજ રોકાવાનું ટાઈમ ટેબલ હોય છે અહીં તે ટાઈમ ટેબલ અઠવાડીયુ અથવા વધુમાં વધુ 15 દિવસ રાખવા માટે શાહરૂખે જણાવ્યું છે કારણકે શાહરુખ દર અઠવાડિયું એમની ફેમિલી સાથે રહેવા માંગે છે.
શાહરૂખને અત્યારે પોતાની ફેમીલીને પણ ટાઈમ આપવો જૂરૂરી છે એટલા માટે પ્રોડ્યુસરોને એક રિકવેસ્ટ શાહરુખ ખાને કરી છે આર્યન ભલે જેમમાંથી બહાર આવ્યા પરંતુ એમની મુસીબતો હજુ ઓછી થઈ નથી દર અઠવાડિયે આર્યને એનસીબીની ઓફિસે હાજરી પુરાવા જવું પડશે આ બધું ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાનું નક્કી કર્યું હોઈ શકે.