Cli

અહીંયા લગ્ન બાદ દુલ્હન નહીં પણ વરરાજા વિદાય લઈને આવે છે સાસરે?

Uncategorized

આમ તો આપણે ત્યાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. સામાન્ય રીતે કોઈ દીકરીની વિદાય થાય ત્યારે કઠણ કાળજાનો માનવી પણ ભાંગી પડતો હોય છે. પરંતુ જો દીકરાની વિદાય થાય તો તમે પણ કહેશો કે આવું તે કંઈક હોતા હશે જે હા જાણીને કદાચ તમને નવાઈ લાગશે પણ એક એવું ગામ છે જ્યાં દુલ્હનને બદલે વરરાજાની વિદાય થાય છે.

નમસ્કાર વાત ગુજરાતી સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આ અનોખા ગામની આજે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર આમ તો આપણે ત્યાં લગ્ન એ 16 સંસ્કારમાંના સૌથી મહત્વના સંસ્કાર છે કારણ કે તેમાં સંસ્કૃતિની સભ્યતા અને વિધિઓની દિવ્યતા ભળેલી હોય છે એમાં પણ કોઈ દીકરીના લગ્ન હોય ત્યારે પરિવારજનોમાં એક આંખમાં ઉમંગ તો બીજી આંખમાં આંસુ હોય છે અને એમાં પણ કન્યા વિદાયની ઘડી આવે ત્યારે ત્યારે કઠણ કાળજાનો માનવી પણ ભાંગી પડે છે પરંતુ તમે ક્યારેય કોઈ પુરુષની વિદાય વિશે સાંભળ્યું છે તમે પણ કહેશો કે શું વાત કરો છો જી હા આમ તો આપણે ત્યાં પ્રાચીન લગ્ન પરંપરાઓ મુજબ કન્યાને જ વિદાય આપવામાં આવતી હોય છે પરંતુ રાજસ્થાનમાં એક અનોખું ગામ છે જ્યાં કન્યાને વિદાય આપવામાં આવતી નથી તેના બદલે વરરાજા લગ્ન પછી દીકરીના ઘરે જાય છે. આ ગામનું નામ જવાય જ રાખવામાં આવ્યું છે

અને તે માઉન્ટ આબુથી માત્ર 10 કિલોમીટર દૂર આવેલું છે રાજસ્થાનના સૌથી ઊંચા હિલ સ્ટેશન એવા માઉન્ટ આબુના પહાડોમાં વસેલા આ નાના ગામમાં એક અનોખી પરંપરા છે જે સેકડો વર્ષોથી ચાલી આવે છે આ રિવાજ અને પરંપરા છેલ્લા 700 વર્ષોથી ચાલી આવે છે અને એવું કહેવાય છે કે જમાઈ ગામમાં છોકરીઓની સંખ્યા વધુ હોવાથી તેમની સાથે લગ્ન કરવા માટે પુરુષ શોધવો ખૂબ જ મુશ્કેલ માનવામાં આવતો હતો જેથી ત્યાના લોકોએ એક અનોખી પરંપરા અપનાવી જ્યાં લગ્ન પછી છોકરીઓને દૂર મોકલવામાં આવતી નથી

. તેમના પતિઓ કાયમી ધોરણે તેમના સાસરિયાના ઘરમાં સ્થાયી થાય છે હાલમાં આ ગામમાં 240 પરિવારો રહે છે રાજસ્થાનના માઉન્ટ આબુના એક નાનકડા ગામમાં વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે કે લગ્ન પછી દીકરીને વિદાય આપવામાં નથી આવતી તેના બદલે જમાઈ કાયમ માટે તેના સાસરિયાના ઘરે આવીને સ્થાયી થાય છે અહીં એક અનોખી સદ્યો જૂની પરંપરા હજુ પણ અસ્તિત્વમાં છે અહીં દુલ્હનને વિદાય આપવાને બદલે વરરાજાની વિદાય થાય છે એવું કહેવાય છે કે આ ગામમાં છોકરીઓની સંખ્યા એટલી તો વધી ગઈ હતી

કે તેના માટે યોગ્ય સાથી શોધવો પણ મુશ્કેલ હતો તેથી લગ્ન પછી છોકરીઓને વિદાય ન આપવાની પરંપરા શરૂ થઈ અને તે અવિરતપણે આજ સુધી ચાલુ છે એટલું જ નહીં છોકરીઓના પતિઓ તેમના સાસરિયાના ઘરે કાયમ માટે સ્થાયી થવા લાગ્યા આપને જણાવી દઈએ કે આ ગામ માઉન્ટ આબુથી માત્ર 10 કિલોમીટર દૂર આવેલું છે અને આ ગામમાં આવો રિવાજ અને પરંપરા છેલ્લા 700 વર્ષથી ચાલી આવે છે આ ગામમાં સાસરે આવેલા પતિઓ કાયમી ધોરણે તેમના સાસરિયાના ઘરમાં જ સ્થાયી થાય છે જેનાથી ગામની વસ્તીમાં પણ સતત વધારો થયો છે અને હાલમાં અહીં 250 જેટલા લોકો અને 40 થી વધુ પરિવારો રહે છે અને આ ગામમાં રહેતા કેટલાક પરિવારો ખેતી કરીને તથા ગાડી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે માઉન્ટ આબુ વિસ્તારમાં 16 જેટલા ગામો છે તે ગામની નજીક આવેલા છે આમ આ ગામમાં વર્ષોની પરંપરા અને સાંસ્કૃતિક કારણોસર દીકરીઓને વિદાય આપવામાં નથી

આવતી પરંતુ ઘર જમાઈ તરીકે જમાઈને સાસરે લાવવામાં આવે છે અને આમ તો આપણી આ સંસ્કૃતિમાં જેમ બાર ગાવે બોલી બદલાઈ એવી જ રીતે સૌની બારશાખ નોખી તેમ સૌની વિધિ પણ નોખી ઉત્તરાખંડના દેહેરાદૂન જિલ્લાના જૈનસર બાવરા પ્રદેશમાં પણ જોજોડા નામની એક અનોખી લગ્ન પરંપરા જોવા મળે છે આ પરંપરામાં વરરાજા નહીં પણ કન્યા તેના પરિવાર અને સંબંધીઓ સાથે વરરાજાના ઘરે જાન લઈને જાય છે આ સદીઓ જૂના રિવાજને સામાજિક સમાનતા સાંસ્કૃતિક ગૌરવ અને કૌટુંબિક સન્માનનું પ્રતીક માનવામાં આવે છે અને આજે પણ સ્થાનિક સમુદાયમાં જોજોડા લગ્ન હજુ પણ ખૂબ જ પ્રતિષ્ઠા અને ગર્વ સાથે ઉજવવામાં આવે છે ત્યારે આ વરવિદાયની અનોખી પરંપરાને આપ કઈ રીતે જુઓ છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તો હાલ તો બસ આટલું જ ફરી કાંઈક આવી નોખી વાતોની અનોખી વાતો સાથે મળતા રહેશું વાત ગુજરાતી પર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *