ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મશહૂર ડાયરેક્ટર રામગોપાલ વર્માએ કેટલીયે ફિલ્મોમાંનું ડાયરેકશન કર્યું છે એમની ફિલ્મો લોકોને ખુબજ પસંદ કરી છે પરંતુ હાલમાં એમણે કંઈક એવી ટવીટ કરી છે જેના લીધે એમના ફેન નારાજ થઈ ગયા છે જણાવી દઈએ બે દિવસ પહેલા સાઉથ અને બોલીવુડના સ્ટાર ધનુષે રજનીકાંતની.
પુત્રી ઐશ્વર્યા સાથે 18 વર્ષના લગ્નજીવનનો અંત લાવતા છૂટાછેડા લીધા જેને લઈને તમામ ચાહકોને દુઃખ લાગ્યું હતું પરંતુ આની વચ્ચે ભારતના મશહૂર ડાયરેક્ટર રામ ગોપાલ વર્માએ કંઈક એવી ટવીટ કરી કે લોકોએ તેમની આ ટવીટથી નારાજ થઈ ગયા હતા અને કેટલાક લોકોએ ન કહેવાનું રંગોપાલને કહ્યું હતું.
ટવીટ કરતા રામ ગોપાલ વર્માએ કહ્યું છૂટાછેડા બાદ સંગીતના સહારે જશ્ન મનાવવો જોઈએ કારણ કે લગ્નના બંધનમાં એકબીજાના નકામા ગુણને ઓળખવાની આઝાદી મળી જાય છે જયારે રામગોપાલે અન્ય ટવીટ્માં લખ્યું કે લગ્ન એક ખરાબ રિવાજછે જે પૂર્વજો દ્વારા આપણા પર થપ્પો લગાવવામાં આવ્યો છે.
રંગોપાલના આ ટવીટના કારણે કેટલાય લોકોએ વિરોધ નોંધાવ્યો છે અહીં લોકોને રામગોપાલના ટવીટ જોઈને ખરી ખોટી સંભળાવી હતી જેમાં એક યુઝરે કોમેંટ કરતા કહ્યું લગ્ન કોઈ ખેલ નથી કોઈ પણ ખેલવાનું શરૂ કરે અને ગમે ત્યારે ખેલવાનું છોડી દે જયારે કેટલાક યુઝરોએ રંગોપાલના આ ટવીટનું સમર્થન પણ કર્યું છે.