અંધાધૂધ વિકાસ જ્યારે કરવામાં આવે કે કુદરતની સામે જ્યારે પડકાર ફેંકવામાં આવે ત્યારે કુદરત છે એ પણ તબાહીના દ્રશ્યો માણસને દેખાડતી હોય છે એ કુદરતે આજે તબાહીના દ્રશ્યો જમ્મુ કશ્મીરના કઠુવામાં દેખાડ્યા છે આજે કઠુવા જિલ્લામાં સરહદને અડીને આવેલા વિસ્તારમાં ત્રણ જગ્યા ઉપર વાદળ ફાટવાની ઘટના બની હિમાચલમાં પણ ઘણા સમયથી આ પ્રકારની ઘટનાઓ મંડી સહિતના વિસ્તારોમાં બની રહી છે. શું છે આખી આ ઘટના એના વિશે વાત કરીશું વાદળ કેમ ફાટે છે એના વિશે પણ વાત કરીશું અને વાદળ ફાટવું એટલે શું એના વિશે પણ વાત કરીશું
જમ્મુ કશ્મીરમાં કઠુવા જિલ્લામાં સરહદીય વિસ્તારને અડીને આવેલા ત્રણ જગ્યા ઉપર આજે વાદળ ફાટવાની ઘટના બની જોડ ખીણ વિસ્તારમાં સાત લોકોનું મૃત્યુ થયું જ્યારે અમે આ વિડીયો શૂટ કરી રહ્યા છએ ત્યારે આ જે વાદળ ફાટવાની ઘટના બની છે જોડ વિસ્તારની અંદર એમાં સાત લોકોનો જીવ ગયો છે. અનેક લોકો ઘાયલ થયા છે અને લાપતા પણ છે. જોડ સિવાય માથરેચક બારગઢ ચાંગડા અને દિલવાન કુટલીમાં પણ ભૂસ્ખલન થયું છે. 14મી ઓગસ્ટના દિવસે જમ્મુ કશ્મીરના કિશતવાડના ચાસુટીમાં પણ આવી જ ઘટના બની હતી. ભૂસ્ખલન પછી જોડ ગામનું જે સંપર્ક છે આજે જે ભૂસ્ખલન થયું
છે એમાં જોડ ગામનો શહેરથી સંપર્ક છે આખો તૂટી ગયો છે અથાગ મહેનત પછી બચાવ ટીમ ગામમાં પહોંચી શકી છે ઘરો આખા પાણીથી અને કાટમાળથી ભરાઈ ગયા છે લોકોને કાદવમાંથી બચાવવામાં આવી રહ્યા છે ઘાયલોને હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે ત્રણ દિવસ પહેલા એટલે કે 14મી ઓગસ્ટે પણ આ જ પ્રકારની ઘટના બની હતી જ્યાં કિશ્તવાડના ચાસોટી ગામમાં વાદ દળ ફાટ્યું હતું અને એ ઘટનામાં હજુ સુધી એ ઘટનામાંથી કળ નથી વળી કેમ કે કાટમાળ નીચેથી એ ઘટનાને લઈને એ ઘટનાનો જે વિસ્તાર છે ત્યાના કાટમાળમાંથી હજુ એ મૃતદેહો મળી રહ્યા છે. 65 કરતાં વધારે લોકોના મૃત્યુની પુષ્ટિ તો થઈ ચૂકી છે.
200 કરતાં વધારે લોકો હજુએ પણ કિસ્ટવાડની જે ઘટના બની એમાં ગુમ છે એમને શોધવા માટેની બચાવની કામગીરી ચાલુ છે અને આજ સમયે આજે જમ્મુ કશ્મીરના કઠુઆમાં ત્રણ જગ્યાએ ફરી પાછી એ જ પ્રકારની ઘટના બની હવામાન વિભાગે પણ 17 તારીખથી લઈ એટલે કે આજથી લઈ અને 19 ઓગસ્ટ સુધી જમ્મુ અને કશ્મીરમાં ભારે વરસાદની આગાહી કરી છે. જમ્મુ, રિયાસી, ઉધમપુર, રાજોરી, પૂછ, સાંબા, કઠુઆ, ડોડા, કિસ્ટતવાડ, રામબન અને કાશ્મીરના કેટલાક ભાગોમાં વાદળ ફાટવાની અને ભૂસ્ખલનની ચેતવણી પણ આપવામાં આવી છે. જમ્મુ અને કશ્મીરમાં સતત વરસાદને કારણે ઉધમપુરથી પઠાણકોટ સુધીની ટ્રેન સેવા પણ
બંધ કરી દેવામાં આવી છે. અધિકારીઓના કહેવા પ્રમાણે છેલ્લા 10 કલાકથી સતત વરસાદ છે વરસી રહ્યો છે જેના કારણે ટ્રેક રેલવે ટ્રેક છે સુરક્ષિત નથી અને એના કારણે ઘણી બધી જગ્યાઓ પર ટ્રેક પર પણ ભૂસ્ખલન થયું છે અને એટલે એ ટ્રેક છે એ બંધ કરવામાં આવ્યો છે. તમે છેલ્લા ઘણા સમયથી સમાચારોને જો સતત જોતા હોય તો તમને સમાચારોમાં કે સોશિયલ મીડિયામાં એ દ્રશ્યો આવશે કે હિમાચલમાં આ જગ્યાએ ભૂસ્ખલન થયું આ જગ્યાએ વાદળ ફાટ્યું જમ્મુ કશ્મીરમાં આ જગ્યાએ વાદળ ફાટ્યું તો ભારતમાં હમણાં હિમાચલ ક્ષેત્રના વિસ્તારોમાં જમ્મુ કશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનાઓ વધી ગઈ છે. છેલ્લા એક દાયકામાં વાદળ ફાટવાની ઘટનાઓમાં ગંભીર રીતે વધારો થયો છે. વાદળ ફાટવાના કારણે ગણતરીની મિનિટોમાં જ અતિભારે પૂર આવી જાય અને એના કારણે ભૂસ્ખલન થાય અને ચારેય બાજુ તબાહી થઈ જાય છેલ્લા 9 વર્ષમાં દેશમાં વાદળ ફાટવાની આઠ ગંભીર ઘટના બની એમાં કેટલો બધો વિનાશ થયો અને જોવા જઈએ તો છેલ્લા 46 વર્ષમાં વાદળ ફાટવાની માત્ર 30 ઘટના બની છે આજે ઘટનાક્રમ છે બહુ ચોંકાવનારો છે આ દસકામાં વાદળ ફાટવાની ઘટનામાં થયેલો વધારો છે આપણને વિચાર તો કરી મૂકી એવો વાદળ ફાટવું એટલે શું તો આઈએમડીના મત
પ્રમાણે જ્યારે કોઈ એક વિસ્તારમાં કોઈ એ નાનો વિસ્તાર છે એ વિસ્તારની અંદરએક કલાકની અંદર 100મીમી અથવા તો 10 સેન્ટમીટર કરતા વધારે વરસાદ થાય અને એ પણ માત્ર 20 30 ચોરસ કિલોમીટર જેટલા નાના વિસ્તારમાં થાય તો એને વાદળ ફાટીયું કહેવાય કેટલાક વૈજ્ઞાનિકો 50 થી 100 mm વરસાદ બે કલાકમાં થાય એને મિની ક્લાઉડ બર્સ્ટ માને છે આવું થાય છે શું કામ અંધાધુંધ વિકાસ ખાસ ખોટી રીતે બાંધકામ કરવામાં આવ્યું હોય કે પાણીના નિકાલની વ્યવસ્થા ન હોય આવા ઘણા બધા કારણો છે ગ્લોબલ વોર્મિંગ પણ આમાંથી એક કારણ છે એટલે વાદળ ફાટવાની ઘટનાઓ માત્ર કુદરતી નથી પણ માનવ સર્જિત ભૂલને કારણે પણ થાય છે અને હવામાનના પરિવર્તનના સંકેત છે આ કુદરતનો સંકેત છે કે માણસ ગમે એમ કરે ધારે એટલું કરી શકે પણ ઈશ્વરની સામે નથી પડી શકતો અને એટલે જ આ પ્રકારની ઘટનાઓ છે એ બને છે ઇમેજીન કરો તમારી પાસે તમારા રા હાથમાં એક ફુગ્ગો છે અને એ ફુગ્ગો અચાનક જ એક જ વિસ્તારમાં ફૂટી જાય છે પાણી ભરેલો વાદળનો એક ટુકડો એ જે વિસ્તારમાં ફૂટી જાય કે જે વિસ્તારમાં તૂટી જાય એ વિસ્તારમાં તબાહી લઈને આવે છે અને પહાડી વિસ્તારોમાં આ પ્રકારની ઘટનાઓ વધી છે અને છેલ્લા દાયકામાં જે રીતે એનો ઘટનાક્રમ વધ્યો છે એ
ખૂબ જ ચિંતાજનક છે કેમ કે એ વિસ્તારની અંદર આપણને લાગે કે માત્ર 20 30 કિલોમીટરના આસપાસના એરિયામાં જ તો બન્યું છે પણ એ જ એરિયામાં માં એ નાના વિસ્તારમાં આવતું વાદળ ફાટવાની ઘટના એ તબાહી લઈને આવે છે. કિશતવાડમાં 14 ઓગસ્ટે બનેલી ઘટના એની કળ હજુ સુધી નથી વળી રહી હજુ કાટમાળની નીચેથી મૃદદેહો મળી રહ્યા છે. 200 કરતાં વધારે લોકો ગુમ છે અને 65 લોકોના મૃત્યુ થયા છે. એટલે આપણે ગમે એટલું ધારીએ કે આપણે જેમ ફાવે એમ કરીશું અને જેમ ઈછીએ એ પ્રમાણેનો વિકાસ આપણે કરી શકીએ છીએ. આપણે આભને આંબી શકીએ છીએ પણ ઈશ્વરની સામે નથી
પડી શકતા એ સત્ય આજેય હકીકત છે તમે શું માની રહ્યા છો આ ઘટનાઓ ઉપર કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ નમસ્કાર