લંગડાતા પગ જોડેલા બે હાથ ફાટેલા કપડા લોકો તરફથી પડાતી બુમો જેને ચાન્સ મળે એના વતીથી થતો ટપલીદાવ આ તસ્વીર છે સુરતના કુખિયાત અને પોતાને સિંહ સમજીને ફરતા ચિરાગ ગોટીની પોલીસના હાથમાં આવતાની સાથે જ જેના હાલ રસ્ રસ્તા પર રખડતા સ્વાન જેવા થઈ ગયા હતા સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું સુરત પાછલા કેટલાય વર્ષોથી એના ટેક્સટાઇલ કે ડાયમંડ કરતા વધારે ગુનાખોરી દારૂ ડ્રગ્સના દૂષણ અને અસામાજિક તત્વોની લુખાગીરી માટે ચર્ચામાં આવે છે.
થોડાક દિવસ પહેલા જે કતાર ગામના ધારાસભ્ય વિનુ મોરડિયા દીકરીઓને કહી રહ્યા હતા કે જો કોઈ હેરાન કરે તો ફરિયાદ પછી કરીશું પહેલા સબક શીખવીશું. એમના જ કથિત રીતે નજીકના વ્યક્તિ ચિરાગ ગોટીના ત્રાસથી સુરતનો આખો વિસ્તાર પીડાતો હતો પણ એ પીડા પર મલમ લાગે ત્યારે લોકોનો આક્રોશ કેવી રીતે બહાર આવે એ જોવા જેવું છે. લોકોની અંદર આટલો ભયાનક આક્રોશ હોવાના પૂરતા કારણો અને એનો ઇતિહાસ છે. આ માત્ર એક ટોળું નથી જે મજા લઈ રહ્યું છે. આ એ દબાયેલો ગુસ્સો છે જે કેટલાય સમયથી લોકોના મનમાં હશે અને ગુંડાની જેમ ફરતા માણસનું સરઘસ નીકળે ત્યારે લોકો લોકોને સંતોષ અપાવે છે અને આશ્વાસન આપે છે કે કોઈ ગમે તેટલો મોટો ગુંડો કેમ ના હોય કાયદો જ્યારે કડક બને ત્યારે ભલભલા બકરી થઈ જાય છે. પણ પ્રશ્ન એ છે કે ચિરાગ ગોટીના કિસ્સાની જેમ દરેક જગ્યાએ કોઈ વ્યક્તિ મોટો ગુંડો બને નિર્દોષોને
મારે ભાગીદારની ગાડીમાં ડ્રગ્સ મૂકીને કેસમાં ફિટ કરાવે અધિકારીઓને એસીબીની ટ્રેપના નામે બ્લેકમેલ કરે રૂપિયાની વસૂલીમાં જીવ નીકળી જાય ત્યાં સુધી મારે એના વિડીયો વાયરલ કરે પોલીસ અધિકારીઓ અને રાજનેતાઓની ઓળખાણનો અતિશય દુરુપયોગ કરે ત્યાં સુધી એને છાવરવામાં કેમ આવે છે સુરત પોલીસ અત્યારે જે કર્યું એ બહાદુરીનું કામ તો છે તો જે પોલીસના અધિકારીઓએ અત્યાર સુધી ચિરાગ ગોટીને આવા કારસ્થાન કરવા દીધા અને ગુંડો બનવામાં મદદ કરી એ
લોકો સહઅપરાધી કેમ નથી ચિરાગ ગોટીનો નીકળેલો વરગોડો એ લોકોના ગુસ્સાને શાંત કરવા અને ફરીથી રૂટીનમાં લાગી જવા માટે અપાયેલું આશ્વાસન છે બીજો મુદ્દો એ છે કે બીજા ગુંડાનો વિડીયો ના આવે ત્યાં સુધી કામે લાગી જાવ એવું આશ્વાસન માત્ર જ્યાં સુધી આવા લુખાઓને ગુંડા બનનારા નેતાઓ અને અધિકારીઓની જવાબદાર સુનિશ્ચિત નહી કરવામાં આવે ત્યાં સુધી ચિરાગ ગોટીઓ પેદા થતા રહેશે યાદ રાખજો લથી પેદા થાય કે બીજા કોઈ ગુંડા એમના શરૂઆતના દિવસોમાં પોલીસની નિષ્ફળતા એમના મનમાં ભ્રમ પેદા કરે છે કે ભગવાન છે અને ધારે કરી શકે છે. કાયદાની નિષ્ક્રિયતા સતત એ ભ્રમનું પોષણ કરે છે.
લોકોમાં ડર પેદા થાય છે અને એક દિવસ અંત નક્કી થાય છે. આવા સરઘસમાં ચિરાગ ગોટી કે પોલીસની ગોળીએ લતીફ મરે છે. ડરનો માહોલ પત્તાના મહેલની જેમ બિખેરાઈ જાય છે અને લોકો યંત્રવત પાછા કામે લાગી જાય છે. જરૂર છે આવા લોકોને ઉગતા પહેલા જ ડામી દે એવી વ્યવસ્થાની સુરત પોલીસને અભિનંદન છાવરનારા લોકોને અને આવા જ ગુંડાઓને ગુંડા બનતા પહેલા જ રોકી શકાય એવી અપેક્ષા તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમામને YouTube પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી WhatsAppટપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર