આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુરતથી સામે આવ્યા છે સુરતનો કુખ્યા ચિરાગ ગોટી કે જેને હવે પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે આજે સુરતની પોલીસ દ્વારા વેડરોડ વિસ્તારમાં ચિરાગ ગોટીનું રીકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે. ચિરાગ ગોટીના તાલીબાની આતંકના દ્રશ્યો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જ્યારે પોલીસ દ્વારા ચિરાગ ગોટીનું આ સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે આ વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ચિરાગ ગોટીના સુરતની કોર્ટ દ્વારા થોડાક સમય અગાઉ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
તેણે થોડાક સમય અગાઉ સુપ્રીમ કોર્ટની ટકોર પછી ડ્રગ્સના કેસમાં સરેન્ડર કર્યું હતું. આ ઉપરાંત તે આઠ મહિનાથી નેપાળ ભાગી ગયો હતો. સુરત પોલીસ કમિશનરે આ કેસની ગંભીરતાને જોઈને આ સમગ્ર મામલાની તપાસ એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપી હતી. વાત કરીએ કે ચિરાગ ગોટીનો આ ડ્રગ્સ કેસ શું હતો તો વાત આશરે 10 મહિના પહેલાની છે
કે જ્યારે સિંગણપોર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બાતમીના આધારે ઓઇલના વ્યાપારી અલ્પેશ મિયાણીની જે છે 7.87 લાખ રૂપિયાના ડ્રગ સાથે ધરપકડ કરવામાં આવી હતી. જેની તપાસમાં ખુલ્યું હતું કે ભાગીદાર મિત્ર અલ્પેશ મિયાણી સાથે થયેલી રગજક પછી ચિરાગ ગોટી અદાવત રાખી
અલ્પેશ મિયાણીની કારમાં ડ્રગ્સ મૂક્યું હતું જેની બાતમી ચિરાગે જ પોલીસને આપી હતી જેથી પોલીસે 7.87 લાખ રૂપિયાના ડ્રગ સાથે અલ્પેશ મિયાણીને ઝડપી પાડ્યો હતો પરંતુ પોલીસ તપાસમાં જ ચિરાગ ગોટીની શાતિર કરતૂતનો ભાંડો ફૂટી ગયો હતો. ચિરાગ ગોટીની અસામાજિક હરકતોના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા તેમાંથી એક ભોગ બનનાર જીગ્નેશ વ્યાસે પોતાની યાતના સાથેનો વિડીયો જાહેર કર્યો હતો
જેમાં ચિરાગ ગોટીએ જીગ્નેશ વ્યાસના અંદાજે 23 કરોડ લઈ લીધા હતા જ્યારે જીગ્નેશ વ્યાસ પોતાના રૂપિયાની માંગણી કરે છે ત્યારે ચિરાગ ગોટી તેનો જીવ લઈ લેવાની ધમકીઓ આપે છે અને હવે આજે સુરત પોલીસ દ્વારા વેડરોડ વિસ્તારમાં આ રીકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ચિરાગ ગોટીનો સરઘસ કાઢવામા વામાં આવ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા તો સમાચારોમાં અત્યારે બસ