સોમવારના દિવસે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રુ સોશિયલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી જેમાં તેમણે ચાઇના પર ટેરીફ લગાવવાની જે ડેડલાઈન છે તેને હજુ ત્રણ મહિના સુધી તેને એક્સટેન્ડ કરી નાખી. આ ઉપરાંત થોડાક સમય પહેલા ટ્રુ સોશિયલ નામની સાઈટ પર પોસ્ટ કરીને તેમણે ચીનને વિનંતી કરી હતી કે અમેરિકાના સોયાબીનની આયાત કરો કેમ કે યુએસના ખેડૂતો જોરદાર સોયાબીન સમગ્ર વિશ્વમાં ઉગાડે છે આ પહેલા ચીન અને યુએસ વચ્ચે ટેરીફને લઈને લંડન ટોક્સ પછી જે ટ્રુસ થયા તેમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ચાઈના અમેરિકાને
રેર અર્થ મિનરલ આપવાનું ચાલુ ચાલુ જ રાખશે તો આજે આપણે આ વીડિયોમાં જાણીશું કે કેવી રીતે ચાઈનાએ ડોનાલ્ડ ટ્રમ્પની હવા કાઢી નાખી છે સૌપ્રથમ વાત કરીએ એ કૃષિ આયાતોની જે ચીન અમેરિકામાંથી આયાત કરે છે આ જુઓ એ કોષ્ટક આ કોષ્ટકમાં જેટલા પણ આંકડા છે તે મિલિયન ડોલરમાં છે અને યુએસના ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર દ્વારા તેને જાહેર કરવામાં આવે છે તો ચીન અમેરિકામાંથી આ મુજબની કૃષિ પેદાશોની આયાત કરે છે સોયાબીન મકાઈ બરછટ અનાજ બરછટ અનાજ એટલે જુવાર બાજરી કોટન બીફ પોર્ક પોલ્ટ્રીમીટ ફોરેસ્ટ પ્રોડક્ટ સીફૂડ ટ્રી નટ ટ્રી નટ એટલે સૂકો મેવો કાજુ છે બદામ છે પિસ્તા છે
અખરોટ છે તેની આયાત કરે છે ડેરી પ્રોડક્ટ અને હે એટલે કે ઘાસચારો તો તમે આંકડા જોઈ શકો છો કે માત્ર એક સોયાબીનનું ઉદાહરણ લઈએ તો 2022 માં ચીન અમેરિકામાંથી 17917 મિલિયન ડોલરના આજે સોયાબીન છે તેની આયાત કરતું હતું અને 2025 માં તેણે આયાત ઘટાડીને માત્ર 2463 મિલિયન ડોલર કરી નાખી આમ આ પછી ડોનાલ્ડ ટ્રમ્પે તેમની જે ટ્રુથ સોશિયલ નામની સાઈટ છે તેમાં જે પોસ્ટ કરી હતી તેમાં ચીનને વિનંતી તેમણે કરવી પડી કે સોયાબીનની આયાત વધારો એટલું જ નહીં મકાઈમાં પણ એવું છે અમેરિકા મકાઈ ઉત્પાદન કરતો ખૂબ મોટો દેશ છે તેમાં પણ 2022 માં ચીન 521 મિલિયન ડોલરની મકાઈની તે આયાત કરતું હતું અમેરિકામાંથી અને હવે તે પછી 2025 ના વર્ષમાં એટલે આ આંકડા જાન્યુઆરીથી લઈને જૂન 2025 સુધીના છે તેમાં માત્ર ને માત્ર 2.4 4 મિલિયન ડોલરને જે મકાઈ છે તેની આયાત કરી રહ્યું છે આમ આજે કુલ આયાત છે અન્ય જેટલા પણ કૃષિ પેદાશો છે.
સોયાબીન મકાઈ બરછટ અનાજ કોટન બીફ પોર્ક પોલ્ટ્રી મીટ ફોરેસ્ટ પ્રોડક્ટ સીફૂડ ટ્રી નટ્સ ડેરી પ્રોડક્ટ અને હે એટલે કે ઘાસ ચારો 2022 માં આ કુલ આયાત જે અમેરિકામાંથી ચીન કરતું હતું કૃષિ પેદાશોની તે 40,729 મિલિયન ડોલરમાં હતી તે ઘટીને હવે માત માત્ર ને માત્ર 6383 મિલિયન ડોલરમાં રહી ગઈ છે માટે હવે ચીને ટ્રમ્પ કાકાને સીધા કરવા માટે પોતાની જે કૃષિ આયાતો છે તેને ડાયવર્સિફાય કરી નાખી છે એટલે કે જે સોયાબીન લઈ રહ્યું છે એટલે આપણે એક દાખલો સમજીએ કે જેમ કે 2024 માં ચીને મોટાપાએ બ્રાઝીલમાંથી 74.7 મિલિયન ટન જેટલા સોયાબીનની આયાત કરી હતી.
એટલું જ નહીં કેનેડા પેરાગ્વે બ્રાઝીલ આર્જેન્ટીના અને અન્ય દેશોમાંથી તે કૃષિ પેદાશોની હવે તેણે આયાત શરૂ કરી દીધી છે. તો ચીને આ જે મસલ ફ્લેક્સિંગ કર્યું અમેરિકાનું તો તેમાં ખૂબ મોટો ફટકો કોને પડ્યો છે? તો તેમાં હવે આપણે જાણકારી લઈએ કે એમાં ખૂબ મોટો ફટકો અમેરિકાના ખેડૂતોને પડ્યો છે. હવે અમેરિકાનો આ નકશો જોઈએ. અમેરિકા ખૂબ મોટો વિશાળ દેશ છે અને ત્યાં ઘણા બધા જે રાજ્યોના સમૂહોય છે તેમાં આ જે તમે જોઈ રહ્યા છો એ કોન બેલ્ટ છે કોન બેલ્ટ એટલે મકાઈની બેલ્ટ એટલે અહીંયા મકાઈનું ખૂબ મોટાપાય ઉત્પાદન થાય છે આ રાજ્યોમાં આવે છે નોર્થ ડેકોટા સાઉથ ડેકોટા નેબ્રાસ્કા કેન્સાસ મિસોરી આયોવા મિનેસોટા વિસ્કોસીન ઇલિયોનીસ ઇન્ડિયાના ઓહાયો કેન્ટરકી અને મિશિગન આ જે રાજ્યો છે જે કોન બેલ્ટ છે અમેરિકાની તેમાં માં ખૂબ મોટાપાએ અમેરિકાના ખેડૂતો મકાઈનું ઉત્પાદન કરે છે પરંતુ ચીને જેવું જ એણે કોનની આયાત ઘટાડી અમેરિકામાંથી અમે મકાઈની આયાત ઘટાડી કે આ બેલ્ટના ખેડૂતોને ખૂબ મોટો ફટકો પડ્યો હતો. હવે આવો જ બીફ ફાર્મર માટે છે આ રહ્યું રાજ્ય ટેક્સાસ આપણે બીફ ફાર્મરની વાત કરીએ તો અમેરિકામાં અમેરિકામાં આજે ટેક્સાસ છે અને સાથે જ એક બીજું રાજ્ય છે
ઓકલાહોમાં આ બે રાજ્યો એવા છે કે જ્યાં ખૂબ મોટાપાએ બીફ ફાર્મર જોવા મળે છે અને હવે ચીને બીફની જે આયાત છે અમેરિકામાંથી એ ખૂબ ઓછી કરી દીધી માટે હવે આ બે રાજ્યોના ખેડૂતોને ખૂબ મોટો ફટકો પડ્યો છે. આ પછી વાત કરીએ ટ્રી નટ ગ્રોવર. ટ્રી નટ એટલે એમાં આવે છે અખરોટ, બદામ, પિસ્તા, કાજુ ને જે સુકો મેવો હોય છે એનું
જે ઉત્પાદન કરતા રાજ્યો હોય છે ટ્રી નટ ગ્રોવર. તો એમાં આવે છે કેલિફોર્નિયા એ પછી આવે છે ઓરેગોન અને એ પછી આવે છે આ ન્યુ મેક્સિકો અને એ પછી આવે છે જોર્જિયા તો આ રાજ્યોમાં ટ્રી નટ ગ્રોવરના જે ખેડૂતો છે ખૂબ મોટી સંખ્યામાં છે પરંતુ હવે તેમને પણ ફટકો પડ્યો છે અને એટલે ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઢીલા પડ્યા છે ચીનની સામે અને ચીનને તેમણે ત્રણ મહિનાનો બીજો મોરેટોરિયમ એટલે કે ટેરફ લગા ગાવા પર પ્રતિબંધની જાહેરાત કરી દીધી છે અને આ તમામ બેલ્ટના ખેડૂતોને ચીને આયાત બંધ કરીને ખૂબ મોટો ફટકો આપ્યો છે અને આમ ચીને અમેરિકાની એગ્રી પ્રોડક્ટમાં પોતાનું એક અલગ ટ્રમ્પ કાર્ડ રમી નાખ્યું છે. વાત કરીએ ભારતની તો ભારતે હવે ચીન પાસેથી શીખવા જેવું છે કેમ કે હવે યુએસના કૃષિ ઉત્પાદનોનું જે ચીનમાં નિકાસ થતી હતી તેમાં તો 51 ટકાનો ઘટાડો આવ્યો છે જ્યારે ભારતમાં ઉલટું થયું છે ભારતમાં યુએસની એગ્રી કોમોડિટીની આયાતમાં જબરજસ્ત વધારો થયો છે.
દાખલા તરીકે યુએસના જે ટ્રી નટ માટે છે ભારત ચીન પછી અમેરિકા માટે ખૂબ મોટું માર્કેટ બનીને ઉભર્યું છે. હવે ચીને બીજા કયા સેક્ટરમાં અમેરિકાને ફટકો માર્યો છે તો તે છે રેર અર્થ એલિમેન્ટ આજે દુનિયામાં જેટલી પણ વસ્તુઓ બને છે ડ્રોન છે પ્લેન છે લડાકુ વિમાન છે કે અન્ય જેટલું પણ અત્યાધુનિક જે પણ ગેજેટ્સ ને બધું બને છે તેમાંર રેર અર્થ એલિમેન્ટનો ઉપયોગ જબરજસ્ત રીતે થાય છે રેર અર્થ એલિમેન્ટ મળી આવે છે પરંતુ તેને જે છૂટા પાડવાની જે પ્રોસેસ હોય છે તેમાં ખૂબ પ્રદૂષણ ફેલાતું હોય છે અમેરિકા પાસે રેર અર્થ એલિમેન્ટ છે એની પાસે પણ સારો એવો જથ્થો છે પરંતુ તેને છૂટા પાડવાની એટલે કે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી માત્ર ને માત્ર હાલમાં ચાઈનામાં જ ખૂબ સફળ રીતે ચાલી રહી છે. ચાઈના પાસે એની ટેકનોલોજી પણ બહુ જોરદાર છે. માટે ચાઈનાએ વચ્ચે કહી દીધું હતું
જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે આ ટેરીફ વિસ્ફોટ કર્યા તે પછી ચાઈનાએ નક્કી કર્યું હતું કે અમેરિકાને રેર અર્થ એલિમેન્ટ આપવામાં નહી આવે અને તેના કારણે અમેરિકામાં જે ડ્રોન છે વિમાન છે લડાકુ વિમાન છે અને અન્ય જે ઇલેક્ટ્રોનિક જે ગેજેટ બનતા હતા તેની સપ્લાય ચેન પર ખૂબ મોટું જોખમ ઊભું થયું હતું અને આમ આ રીતે ચીને રેર અર્થ એલિમેન્ટ અને કૃષિ પેદાશોનો ઉપયોગ કરીને ડોનાલ્ડ ટ્રમ્પનું મસલ ફ્લેક્સિંગ કર્યું છે અને હવે ડોનાલ્ડ ટ્રમ્પ એટલે કે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાર્તાલાપ ચાલુ છે અને ચીનનો પ્રયાસ છે કે તેમને રશિયન ઓઇલની આયાત પર અમેરિકા વેવર આપે એટલે કે અમેરિકા તમને છુટ્ટી આપે.
તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો કેવો લાગ્યો અમારો વિડીયો તે પણ લખો