આ વર્ષનો ૧૪ જુલાઈનો દિવસ તમામ ભારતીયો માટે યાદગાર બની રહેશે.૧૪જુલાઈના રોજ ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા ચંદ્રયાન -૩ લોન્ચ કરવામાં આવ્યું. ૧૪જુલાઈના રોજ બપોરે ચંદ્રયાન ને લોન્ચ કરવામાં આવ્યું જેના ઘણા લોકો સાક્ષી રહ્યા સાથે જ ઘણા વીડિયો પણ સામે આવ્યા.
પરંતુ વાત કરીએ ચંદ્રયાન- ૩ના ઉદ્દેશ્ય કે કાર્ય અંગે તો શું તમે જાણો છો કે ચંદ્રયાન કેટલા દિવસ કામ કરશે?તેનું કાર્ય શું છે?જણાવી દઈએ કે ૧૪જુલાઈએ લોન્ચ કરવામાં આવેલ ચંદ્રયાનની સફળતા અંગે ૪૦ દિવસ બાદ જાણકારી મળી શકશે.
જો કે ચંદ્રયાન -૩ સફળ રહ્યું તો અમેરિકા અને ચીન પછી આ સિદ્ધિ મેળવનાર ભારત ચોથા નંબરે હશે. વાત કરીએ ચંદ્રયાન ૩ અંગે તો આ વખતે ચંદ્રયાન -૩માં રોવર અને લેન્ડર જ જોડવામાં આવ્યું છે.આ વખતે ઓર્બિટ લગાવવામાં નથી આવ્યું.
કારણ કે ચંદ્રયાન -૨નું ઓર્બિટ પહેલા જ અંતરિક્ષમાં છે જે ચંદ્રયાન -૩માં મદદરૂપ બનશે. વાત કરીએ ચંદ્રયાન -૩ના કાર્ય અંગે તો પહેલો હેતુ લેન્ડરનું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લન્ડિંગ,બીજો હેતુ એ છે કે રોવર ચંદ્રની આસપાસ ભમણ કરે.જે બાદ ત્રીજો અને મહત્વનો હેતુ રોવરે ચંદ્રમાના ભ્રમણ દરમિયાન મેળવેલ જાણકારી પરથી ચંદ્ર પરના રહસ્યોને સમજવાનો છે.
હવે વાત કરીએ લોન્ચિંગ તેમજ તે બાદની પ્રક્રિયા અંગે તો જુલાઈ ૧૪ના રોજ બપોરે શક્તિશાળી LMV 3 રોકેટની મદદતી ચંદ્રયાન ૩ને લોન્ચ કરાયું.લોન્ચિંગના ૧૬ મિનિટ બાદ પૃથ્વીની ઓર્બિટમાં પહોંચતા પહેલા ચંદ્રયાન-૩રોકેટથી અલગ થઈ ગયું.
જે બાદ આગામી 3 દિવસ સુધી ચંદ્રયાન-૩ પૃથ્વીની ઓર્બિટમાં ચક્કર કાપતું રહેશે. જણાવી દઈએ કેપૃથ્વીના દરેક ચક્કર બાદ ચંદ્રયાન-૩ના ઓર્બિટનો દાયરો વધતો જશે એટલે કે તે ધરતીથી દૂર અને ચંદ્રમાની નજીક જશે. ત્યારબાદ ચંદ્રયાન ઓર્બિટ બદલશે અને એક નિર્ધારિત સ્પીડથી આગળના ૬ દિવસ સુધી ચંદ્રમા તરફ આગળ વધતું રહેશે.
જે બાદ ચંદ્રમાની નજીક પહોંચીને ચંદ્રયાન પૃથ્વીની ઓર્બિટ છોડીને ચંદ્રમાની ઓર્બિટમાં પ્રવેશ કરશે. જે બાદ આગામી ૧૩ દિવસ સુધી ચંદ્રયાન એક નિર્ધારિત ઝડપથી ચંદ્રમાના ચક્કર કાપશે.આ દરમિયાન ચંદ્રયાનની ઓર્બિટનો દાયરો ઘટતો રહેશે.
અને તે ધીરે ધીરે ચંદ્રમાની નજીક જશે.ચંદ્રયાન અને ચંદ્રમા વચ્ચેનું અંતર ૧૦૦ કિમી થયા બાદ લેન્ડર પ્રોપલ્શન મોડ્યૂલથી અલગ થઈ જશે. જો કેત્યારબાદ પણ લેન્ડર નાના ઓર્બિટમાં ચક્કર કાપતું રહેશે. પંરતુ તેની ઝડપ ઓછી થતી જશે.
અને અનુકૂળ પરિસ્થિતિ વચ્ચે લેન્ડર ચંદ્રમાની સપાટી પર ઉતરશે. જે બાદ લેન્ડરની સપાટી પર પહોંચતા જ તેમા લાગેલા રેમ્પ ખુલી જશે અને પ્રજ્ઞાન રોવર નીકળીને ચંદ્રમાની સપાટી પર ઉતરી જશે.
જે બાદ આગામી ૧૪ દિવસ સુધી રોવર ચંદ્રમાની સપાટીની ચકાસણી કરશે અને તેના ડેટા સ્પેસ સેન્ટરમાં રહેલા વૈજ્ઞાનિકોને મોકલતો રહેશે. જણાવી દઇએ કે પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી, ત્યાંની માટી, પથ્થર, અને ત્યાં હાજર ખનીજની ચકાસણી કરશે.