Cli

ઈરાન અને અમેરિકા વચ્ચે કઈ શરતો પર સીઝફાયર થયું?, પાકિસ્તાને કરાવી મધ્યસ્થી!

Uncategorized

અમેરિકા અને ઈરાન વચ્ચે 40 દિવસથી ચાલી રહેલા યુદ્ધનો અંતે અત્યારે વિરામ થયો છે એટલે કે સીઝ ફાયર થયું છે બે અઠવાડિયાનું એ સીઝ ફાયર છે કઈ કઈ શરતો છે અને કોણે મધ્યસ્થી કરાવી આ બધા જ વિષય પર વાત કરીશું નમસ્કાર આપની સાથે હું છું પાયલ 40 દિવસથી ઈરાન ઇઝરાયેલ અમેરિકા યુદ્ધ એ યુદ્ધ ભયાનક સ્થિતિ સુધી પહોંચ્યું એના પછી હવે અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધ વિરામની સહમતિ બની છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ નિર્ણય પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફની અપીલ પછી લેવામાં આવ્યો છે. ન્યુયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર આ ડીલ પાકિસ્તાનની મધ્યસ્થીમાં થઈ છે. છેલ્લી ઘડીએ ચીનના હસ્તક્ષેપ પછી આ ડીલ થઈ છે.

પાકિસ્તાને બે અઠવાડિયાના યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને ઈરાને સ્વીકારી લીધો. અમેરિકા અને ઇઝરાયેલ પોતાના હુમલા રોકશે ઈરાન પણ હુમલા બંધ કરશે આ દરમિયાન હોમો સ્ટ્રીટમાં જે તેલ અને ગેસ અને અન્ય જહાજોની સુરક્ષા છે એ અવરજવર સુરક્ષિત રીતના ચાલુ થાય અને એ અવરજવર સુનિશ્ચિત થાય એ ડીલ કરવામાં આવી છે ટ્રમ્પે જણાવ્યું કે ઈરાને અમેરિકાને 10 મુદ્દાનો પ્લાન મોકલ્યો તેમણે કહ્યું કે આ અંગે આગળ વાતચીત કરી શકાય છે ત્યાં જ ઈરાનના સુપ્રીમ અને નેશનલ સેક્યુરિટી કાઉન્સિલર પણ દાવો કર્યો કે અમેરિકાએ તેમના 10 મુદ્દાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે એટલે બંને તરફથી એ પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો છે અને એટલે બે અઠવાડિયાનું યુદ્ધવિરામ થયું છે. બે અઠવાડિયાનું યુદ્ધવિરામ પૂર્ણ થશે એના પછીની રણનીતિ શું હશે

એ પણ જોવાનું રહ્યું પણ પાકિસ્તાન અને ચીનની મધ્યસ્થીમાં આ કરાર થયો છે અને બેયની મધ્યસ્થીમાં અત્યારે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. આ બંને દેશો આગળની વ્યુ રચના શું કરવાના છે એ પછી જોઈશું પણ ઈરાને 10 કયા પોઈન્ટ મૂક્યા એ કઈ 10 શરતો હતી જેને આધી અને યુદ્ધવિરામ થયો છે તો સૌથી પહેલા તો હુમલાઓ સંપૂર્ણ બંધ કરવા માટેની શરત હતી એના પછી તમામ પ્રતિબંધો ઉઠાવવાની હતી એટલે આર્થિક રીતના અમેરિકાએ જે પ્રતિબંધો લગાવ્યા હતા એ ઉઠાવવાની વાત હતી સાથે જ સ્થિર સંપત્તિ પરત કરવાની યુદ્ધનો કાયમી અંત યુએસ સૈન્ય પાછા ખેંચવાની નુકસાન માટે વળતર આપવાની હોમો સ્ટ્રીટનું નિયંત્રણ સલામત માર્ગ પરંતુ શરતો સાથે એટલે ઈરાને સ્પષ્ટ એવું કહ્યું કે અમે અહીંયાથી જહાજો અવરજવર કરવા દઈશું પણ શરતો અમારી હશે. પ્રતિજહાજ ફી અને બીજી જે પણ જોગવાઈઓ કરવાની હશે એ કરારમાં લખવામાં આવ્યું છે

એટલે ફી લેવામાં આવશે કે પછી કેવી રીતના ત્યાંથી જહાજ પસાર થાય છે એના માટે ટોલ મૂકવામાં આવશે એ વિષય પર વાત કરવામાં આવી છે સાથે જ પ્રાદેશિક સંઘર્ષો જે છે એનો અંત આવી શકે ઇઝરાયલ અને ઈરાનની જે લડાઈ હતી એમાં અમેરિકાનું આવવું અમેરિકા અને ઇઝરાયેલે ભેગા થઈ અને ઈરાન પર હુમલો કરવો એના પછી 40 દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું છે ડોનલ્ડ ટ્રમ્પે અત્યારે તો હા પાડી છે યુદ્ધવિરામની બે અઠવાડિયા પછી શું થાય છે એ પણ જોવાનું રહ્યું અત્યારે તો યુદ્ધવિરામના સમાચાર અલગ અલગ રીતના જે શરતો છે એ શરતો કેવી રીતના પૂર્ણ કરવામાં આવે છે

અને ખરેખર ડોનલ્ડ ટ્રમ્પ આ બધી જ શરતો માન્યા છે કે કેમ એ પણ મોટો પ્રશ્ન છે કારણ કે અત્યાર સુધી અમેરિકાએ જે રીતના વર્તન કર્યું છે આખા યુદ્ધની પરિસ્થિતિમાં એ પોતાને સુપિરિયર માની અને જે રીતના ઈરાનની વાત કરતા હતા કે ઈરાનમાં અમે આ પણ નહી કરવા દઈએ આપણ નહી કરવા દઈએ અને યુદ્ધવિરામ ના થોડા જ દિવસો પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે અમે તો ઈરાનને નરક બનાવી દેશું. પાકિસ્તાન અને ચીનનું વચ્ચે આવવું અને પાકિસ્તાનને મધ્યસ્થી કરાવી છે એ પણ ખૂબ મોટી વાત છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કોમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *