તારીખ 10મી ડિસેમ્બરની સવાર હતી વડોદરા તાલુકા પોલીસને એક સંદેશો મળે છે કે વડોદરા નજીક આવેલા અંકોડિયા ગામની સીમમાં એક યુવતીનો મૃતદેહ પડ્યો છે પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચે છે પરંતુ પોલીસ માટે સૌથી મોટી સમસ્યા એ હતી કે આ સ્ત્રી કોણ છે કે જેની હત્યા કરી દેવામાં આવી છે. મામલો ગૂચવાયેલો હતો પરંતુ વડોદરા તાલુકા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ ટાક અને એસપી સુશીલ અગ્રવાલે જે ઝડપથી આરોપીઓ અને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો તેની આ વાત છે અત્યારે તમે જોઈ રહ્યા છો ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ વિગતે વાત કરીશ વૈષ્ણવજન [સંગીત] તો તેને કહીએ જે [સંગીત] પીડ પરાઈ જાણ રે નમસ્કાર તમે જોઈ રહ્યા છો ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે વડોદરાની તારીખ 10મી ડિસેમ્બર હતી સવારનો સમય હતો અને અવાવરું જગ્યા હતી જગ્યા હતી વડોદરાના અંકોડિયા ગામની સીમ હતી
ત્યાં એક પંજાબી ડ્રેસ પહેરેલી યુવતીનો મૃતદેહ પડ્યો હતો. પોલીસ અધિકારીઓને જ્યારે જાણ થઈ પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચે છે ફોરેન્સિક અધિકારીઓને ત્યાં બોલાવવામાં આવે છે અને ફોરેન્સિક અધિકારીઓ મૃતદેહને જોતા સ્પષ્ટ રૂપે કહે છે આ યુવતીને દુપટ્ટા વડે ગળું દબાવી તેની હત્યા કરવામાં આવી છે પણ પોલીસ માટે સમસ્યા એ હતી કે આ મૃતક મહિલા કોણ હતી આ મામલાની જાણકારી મળતા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ ટાક તુરંત પોતાના એસપી સુશીલ અગ્રવાલને જાણકારી આપે છે સુશીલ અગ્રવાલ પણ ઘટનાસ્થળે પહોંચે છે સૌથી પહેલી અગત્યતા હતી કે મરનાર સ્ત્રી કોણ છે તે જાણવું બહુ અગત્યનું હતું કારણ કે જો આ મહિલાની ઓળખ ન થાય તો હત્યારા સુધી પહોંચવું મુશ્કેલ હતું વડોદરા ગ્રામ્યના તમામ પોલીસ સ્ટેશનોને આ મહિલાનો ફોટોગ્રાફ્સ મોકલી આપવામાં આવે છે વડોદરા શહેરના પોલીસ સ્ટેશનોને તેની જાણકારી આપવામાં આવે છે
અને તાલુકા પોલીસ તપાસ કરી રહી હતી કે કોઈ મહિલા ગુમ થઈ હોય એવી જાણકારી કોઈ પોલીસ પાસે છે કે નહીં આ મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ કરવાને માટે ગોત્રીની સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવે છે ત્યારે ગોત્રી હોસ્પિટલમાં રહેલા પોલીસ કર્મચારીને એક જાણકારી મળે છે ત્યાં એક પરિવાર આવ્યો છે અને પરિવાર કહી રહ્યો છે કે અમારા પરિવારની દીકરી અજીઝ જાબાનું ગુમ છે જે અમને મળતી નથી આ જાણકારી મળતા પરિવારને તાત્કાલિક વડોદરાના તાલુકા પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવે છે જ્યાં વડોદરાના પોલીસ ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ ટાક આ પરિવારની પૂછપરછ કરે છે પરિવારને એક તસ્વીર બતાડે છે અને તસ્વીર જોતા પરિવારજનો ભાંગી પડે છે કારણ કે આ મૃતદેહ અજીઝાબાદુનો જ હતો જે ગોરવામાં રહેતી હતી આમ અજીઝા બાનુની ઓળખ થઈ ગઈ પણ અજીઝા બાનુને મારવામાં શું કામ આવી તો પરિવારજનોનું જણાવવું એવું હતું કે નવમીની સવારે અજીઝા બાનુને કોઈકનો ફોન આવ્યો હતો અને તેણે સાંજના સુમારે પોતાના પરિવારને એવી જાણ કરી હતી
કે મારે શ્રમકાર્ડ કઢાવવાનું છે એટલે હું બહાર જઉં છું બસ આટલી જાણકારી મળ્યા પછી તાલુકા પોલીસે ગોરવા વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવાની શરૂઆત કરી જ્યાંથી મૃતદેહ મળ્યો હતો ત્યાં સીસીટીવી કેમેરા ખૂબ ઓછા હતા એટલે પોલીસને ત્યાંથી તો કોઈ ભાળ મળી નહીં પણ ગોરવા વિસ્તારના જ્યારે સીસીટીવી કેમેરા ચેક કર્યા તો નજરે પડ્યું કે અજીઝાબાનું પોતાના ઘરેથી નીકળે છે ચાલતી ચાલતી અને પોતાના ઘરેથી માત્ર 800 કે 900 મીટર દૂર આવેલા એક ટાવર પાસે એક વ્યક્તિ ઇલેક્ટ્રિક બાઈક લઈને આવે છે તેની સાથે તે બેસે છે અને ત્યાંથી તે રવાના થાય છે આ બંને જણા જે તરફ રવાના થયા ત્યાના સીસીટીવી કેમેરા ફરી પોલીસે ચેક કરવાની શરૂઆત કરી તો ખબર પડી કે હવે પછીના સીસીટીવી કેમેરામાં તેઓ દેખાતા નથી એટલે તેઓ ક્યાં ગયા તેનો કોઈ અંદાજ પોલીસને મળી રહ્યો નહતો પરંતુ આ સીસીટીવી કેમેરામાં બે વાત હતી
એક તો જે બાઈક ચલાઈ રહ્યો હતો એ યુવાનનો ચહેરો સ્પષ્ટ રૂપે દેખાતો નહતો પણ એક સૂચક બાબત એવી હતી કે એણે ઝોમેટોની ટીશર્ટ પહેરી હતી તરત એસપી સુશીલ અગ્રવાલ પોતાની ટીમોને કામે લગાડે છે અને ઝોમેટોમાં કામ કરતા રાઈડરની માહિતી એકત્રિત કરવાની સૂચના પોતાના સ્ટાફને આપે છે. હવે સમસ્યા એવી હતી કે આ યુવતી અને યુવક જે બાઈક ઉપર જઈ રહ્યા હતા તે હવે આગળના સીસીટીવી કેમેરામાં એટલે કે અંકોડિયા તરફ જતા રસ્તામાં ક્યાંય નજરે પડતા નહોતા પોલીસે એક બીજી થીયરી અપનાવી પોલીસે રિવર્સ કેમેરા ચેક કરવાની શરૂઆત કરી કે યુવતી આઠ વાગ્યાના સુમારે પોતાના ઘરેથી નીકળી તેનો અર્થ એવો થયો કે પહેલો વ્યક્તિ પણ આઠની આસપાસ ક્યાંક નજરે પડવો જોઈએ એટલે જ્યારે જ્યારે રિવર્સ કેમેરા જોવાની શરૂઆત કરી ત્યારે એક ચાર રસ્તા ઉપર ચાની દુકાન ઉપર આ જ ઝોમેટોની ટીશર્ટ પહેરેલો વ્યક્તિ ચા પીતો દેખાય છે એટલે પોલીસ ફરી ત્યાં પહોંચે છે ચાની દુકાન ઉપર અને ચાની દુકાન ઉપર રહેલા સીસીટીવી કેમેરામાં આ યુવકનો ચહેરો બહુ સ્પષ્ટ રૂપે જોઈ શકાતો હતો આ દરમિયાન બીજી ઘટના સમાંતર ચાલી રહી હતી
આ યુવતીનું પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું હતું અને તેની દફ દફન વિધિ ચાલી રહી હતી હવે આ યુવક જે ચાની દુકાન ઉપર દેખાય છે એના ફોટોગ્રાફસ સંખ્યાબંધ લોકોને પોલીસ મોકલે છે તેમાં એક બાતમીદાર આવી પોલીસને સૂચના આપે છે કે તમે જે તસ્વીર અમને મોકલી છે એ રમીઝ રઝાની છે કોણ છે આ રમીઝ તેની જ્યારે તપાસ કરી ત્યારે પોલીસને થોડું આશ્ચર્ય થયું કારણ કે આ રમીઝ જે અજીઝાવાનું મારી ગઈ છે એની મોટી બહેન ફિરોઝા સાથે એને મિત્રતા હતી અને ફિરોઝાના ઘરે તેની સાથે આવવા જવાનું હતું. પોલીસ રમીઝને પણ અડતી નથી કે ફિરોઝાને પણ કંઈ પૂછતી નથી. પોલીસ રમીઝના કોલ ડીટેલ રેકોર્ડસ મંગાવે છે ત્યારે પોલીસને ખાતરી થાય છે કે રમીઝા અને ફિરોઝા બાનું બંને એકબીજાના સંપર્કમાં છે પણ દફન વિધિ ચાલી રહી હતી એટલે પોલીસ ફિરોઝા બાનુને પણ કઈ પૂછતી નહોતી દફન વિધિ પૂરી થયા પછી રમીઝાને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે છે તેની પૂછપરછનો દોર શરૂ થાય છે શરૂઆતના ગાળામાં રમીઝ આખી વાતને ટાળી રહ્યો હતો પણ પોલી પોલીસ નુસ્ખો અપનાવે છે અને કહે છે કે ફિરોઝાએ અમને બધું જ કહ્યું છે
ત્યારે રમીઝ સત્ય બહાર લાવે છે અને રમીઝનું રમીઝની કબુલાત હતી કે હા તેણે જ અજીઝા બાનુની હત્યા કરી અને હત્યા એટલા માટે કરી કે અજીઝાની મોટી બહેન ફિરોઝાએ જ આ સોપારી આપી હતી અને કહ્યું હતું કે હું તને સાત લાખ રૂપિયા આપીશ અજીઝાની હત્યાનો બે વખત પ્લાન થયો હતો પણ રમીઝની હિંમત ન થઈ જ્યારે રમીઝનો ફોન પોલીસે ચેક કર્યો એમાંથી કેટલાક કોલ ડીટેલ રેકોર્ડસ મળ્યા અને ખાસ કરી ઓડિયો મળ્યા જેમાં ફિરોઝા રમીઝને સૂચના આપે છે કે આજ કામ ખતમ કરના હે જે દિવસે એની હત્યા થઈ ત્યારે જ ફિરોઝા અને રમીઝ વચ્ચે વાત થઈ હતી અને એક પ્લાન ઘડવામાં આવે છે હવે પ્લાન શું હતો એ જાણવો જરૂરી હતો એટલે એટલે પોલીસ ફિરોઝાને પોલીસ સ્ટેશન લાવે છે. ફિરોઝા શરૂઆતમાં ટાળી રહી હતી પણ પોલીસનો તાપ પોલીસના પ્રશ્નો અને પોલીસની પૂછપરજ તે સહન ન કરી શકી અને તેણે કબૂલ કરી લીધું કે મારે મારી બહેનની હત્યા કરવી હતી મારી બહેન ના લગ્ન થઈ ગયા હતા પણ તેની સામણે હતી તે ઘરે પાછી આવી હતી ને ઘરમાં કજીયા કંકાશ થઈ રહ્યો હતો એટલે મેં મર્ડરનો પ્લાન કર્યો ફિરોઝા અને રવીજ વચ્ચે લાંબા સમયથી પ્રેમ ચાલી રહ્યો હતો એટલે તે મર્ડર પ્લાન કરે છે પણ તે પહેલા એક અગત્યનું કામ કરે છે.
25મી નવેમ્બર 2025 ના દિવસે તે અઝીઝાબાુનો 40 લાખ રૂપિયાનો વીમો ઉતરાવે છે અને અઝીઝાના નોમિનીતમાં પોતાનું નામ એટલે કે ફિરોઝા પોતાનું નામ લખાવે છે જો અજીઝા મૃત્યુ પામે તો 40 લાખ રૂપિયા નોમિનીને મળવાના હતા એટલે તે રમીઝને પોતાના પ્રેમીને કામ સોંપે છે અને બનાવના દિવસે તે ફિરોઝા અઝીઝ બાનુને સમજાવવામાં સફળ થાય છે કે મારો એક મિત્ર છે રમીજ તે તને શ્રમકાળ કાઢી આપશે અને એટલા માટે જ અજીઝા ઘરેથી નીકળે છે રસ્તામાં તેને રમીઝ મળે છે રમીજ તેને અંકોડિયા લઈ જાય છે અને અજીઝાએ જે દુપટ્ટો પહેર્યો હતો તેનાથી જ તેને ગળે ટૂંપો આપી મારી નાખે છે પછી પોતાના કામે લાગી જાય છે તેઓ એવું માની રહ્યા હતા
કે અજીઝાની ઓળખ થશે નહીં અજીઝા ઓળખાશે નહીં એટલે આખી વાત અનડીટેક રહી જશે. દરેક ક્રાઈમ કરનાર માણસ એવું માને છે કે મેં જે રીતના ક્રાઈમને અંજામ આપ્યો છે ત્યાં સુધી પોલીસ કોઈ દિવસ પહોંચશે નહીં પણ ભૂતકાળ અને ઇતિહાસ એવું કહે છે કે કોઈપણ ગુનેગાર ગમે એટલો મોટો ચાલાક હોય આજે નહીં તો કાલે પાપ છાપરે ચડી પોકારે છે વિક્રમસિંહ ટાકે રમીઝ અને ફિરોઝા બાનુની ધરપકડ કરી લીધી આજે અજીઝા બાનું આ દુનિયામાં રહી નથી 40 લાખ રૂપિયા માટે પોતાની બહેનની હત્યા કરનાર ફિરોઝા હવે પોલીસ કસ્ટડીમાં છે તેના રિમાન્ડ થશે રીકન્સ્ટ્રક્શન થશે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે પણ આખી ઘટનાનો ભેદ ઉકેલવા ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ ટાક અને એસપી સુશીલ અગ્રવાલે જે કામ કર્યું છે કાબિલે દાદ આપનારું છે. કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ જરૂરથી લખજો અમારી સાથે વાત કરતા રહેજો અત્યારે મને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો એ પહેલા બેલ આઈકોન દબાવી દેજો નમસ્કાર [સંગીત]