ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝથી એક દુઃખદ સમાચાર આવ્યા છે બૉલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ફેમિલીનો અકસ્માત સર્જાતા ફેમિલીના 5 સભ્યો ગુમાવાનો વારો આવ્યો છે અને બીજા સભ્યોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે અહીં આ બનાવ બનતા ઈન્ડસ્ટ્રીઝમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
શુશાંતના ફેમિલી મેમ્બર એમના જીજાજી જેઓ હરિયાણાના પોલીસ ઓફિસર ઓપી સીંગ છે એમની બહેન ગીતા દેવીના અંતિમ ક્રિયા કરીના આવી રહ્યા હતા હલસી પોલીસ સ્ટેશનના એરિયામાં આ અક્સમાત થયો છે ત્યાંની પોલીસે જણાયું હતું આ અકસ્માતમાં ટ્રકની અંદર સુમો ગાડી ઘુસી ગઈ હતી.
સુમો ગાડીમાં 10 લોકો સવારી કરી રહ્યા હતા જેઓ સુશાંતસિંહની ફેમિલીમાંથી હતા જેમાંથી 6 લોકો ઘટના સ્થળે નિધન પામ્યા હતા જેમાંથી પાંચ શુશાંતના ફેમિલી મેમ્બર હતા અને એક સુમો ગાડીનો ડ્રાયવર હતો બાકી લોકો ઘાયલ થયા છે એમને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા એમની સારવાર ચાલી રહી છે.
જે લોકોનું નિધન થયું છે તેમાંથી એક શુશાંતના જિજુના ભાઈ છે તેમના બે પુત્રો હતા દુઃખદ સમાચાર કહેવાય જયારે શુશાંત સિંહનું નિધન ગયા વર્ષે થયું હતું જેમની તપાસ અત્યારે સીબીઆઈ કરી રહી છે હજુ સુધી બહાર નથી આવ્યું કે શુશાંતનુ નિધન કઈ રીતે થયું હતું એવામાં અત્યારે એમની ફેમીલીમાથી દુઃખદ સમાચાર આવ્યા છે.