Cli

બપ્પી લહેરી એમની પાછળ કરોડોની સંપત્તિ છોડીને ગયા જાણો એમની કેટલી હતી સંપત્તિ…

Bollywood/Entertainment Breaking

મશહૂર ગાયક અને સંગીતકાર બપ્પી લહેરી ભલે આજે આપણી વચ્ચે નથી પરંતુ તેઓ એમના હિટ ગીતોથી ફેનના દિલોમાં રાજ કરતા રહશે તેઓ ન માત્ર ગીતો અને સંગીતથી પરંતુ એમના અંદાજ માટે પણ જાણીતા હતા બોલીવુડમાં પૉપ અને ડિસ્કો મ્યુઝિકની શરૂઆત કરનાર બપ્પી લહેરીનો 27 નવેમ્બર.

1952માં પશ્ચિમ બંગાળમાં થયો હતો આજે ભલે દુનિયા એમને બપ્પી લહેરીથી ઓળખતી હોય પરંતુ એમનું અસલી નામ એલોકેશ લહેરી હતું બપ્પી દા એમના ગીતો સાથે સોનુ પહેરવું અને ગોગલ્સ લગાવવાથી જાણીતા હતા તેઓ એમની પાછળ અઠળક સંપત્તિ છોડીને ગયા છે જયારે વર્ષ 2014માં.

બીજેપી તરફથી પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે એમને નોમિનેશન ફાઈલ કરતા એમની કુલ સંપત્તિમાં સોના ચાંદીનું જણાવ્યું હતું એ સમયે 1 કિલો સોનુ હતું જયારે 4 કિલો 65 ગ્રામ ચાંદી હતી જયારે 2014માં બપ્પી લહેરી પાસે કુલ 12 કરોડની સંપત્તિ હતી જે આજે વધીને 22 કરોડ થઈ ગઈ છે.

એમની જોડે પાંચ લક્ઝ્યુરિસ કારો છે જેમાંથી બીએમડબ્લ્યુ અને ઓડી સામેલ છે હાલમાં એમણે ટેસ્લા એક્સ ખરીદી હતી જેની કિંમત લગભગ 55 લાખ છે તેઓ એક શોના 20 લાખ રૂપિયા ચાર્જ લેતા હતા જયારે એક ગીત કમ્પોઝ કરવાના 10 લાખ લેતા હતા એમણે 180 ગીતો રેકોર્ડ કર્યા છે અને લગભગ 33 ફિલ્મોમાં સંગીત આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *